________________
૨ ૭૦
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫
રત્નાકરાવતારિકા
જૈનાચાર્યશ્રી જણાવે છે કે સુરમો-સંચળ અને મીઠું વિગેરે અંજન ઉત્પાદક દ્રવ્યો (પક્ષ), પાર્થિવ જ છે (સાધ્ય), કારણ કે તેઓ ખાણમાં ઉત્પન્ન થતા હોવાથી (હેતુ), માટી વિગેરે પદાર્થોની જેમ (આ ઉદાહરણ), આવા પ્રકારના નિર્દોષ અનુમાનથી સુરમો વિગેરે પાર્થિવ છે એ વાત સિદ્ધ થાય છે.
सौवीरादिकं, पार्थिवं, आकरोद्भूतिवशात्, मृदादिवत् ।
અહીં કદાચ તૈયાયિકો એવી શંકા કરે કે તમારો આ હેતુ સુવર્ણની સાથે વ્યભિચારવાળો છે. કારણ કે તમારૂં સાધ્ય જે પાર્થિવ છે. તેના અભાવાત્મક (અર્થાતું તૈજસાત્મક) એવા સુવર્ણમાં પણ આકરોત્પત્તિરૂ૫ હેતુ વર્તે છે. માટે હેતુ સાધ્યાભાવવવૃત્તિ થવાથી વ્યભિચાર આવશે. અને તેથી હે જૈન ? તમારું અનુમાન દોષિત થશે.
ઉપરોક્ત તૈયાયિકની શંકાના આચાર્યશ્રી ઉત્તર આપે છે કે સુવર્ણની સાથે વ્યભિચાર આપવાનો તમારો જે આ વિચાર છે તે યુક્ત નથી. કારણ કે સુવર્ણ પણ પાર્થિવ જ છે. તૈજસ નથી. તેથી હેતુ સાધ્યાભાવમાં રહેનાર નથી પરંતુ સાધ્યમાં જ રહેનાર છે. સુવર્ણ તૈજસ નથી પરંતુ પાર્થિવ જ છે તે હવે પછીના શ્લોકમાં સાબિત કરે છે. I/૧૮
चामीकरादेरपि पार्थिवत्वं, लिङ्गेन तेनैव निवेनीयम् । शाब्दप्रमाणेन न चात्र बाधा, पक्षस्य यद् नास्ति तदत्र सिद्धम् ॥१९॥
વીમીલરપિ = સુવર્ણ આદિ પદાર્થોનું પણ, પથર્વ = પાર્થિવપણું, તેનૈવ નિન = તે જ હેતુ વડે, મારોત્પત્તિમત્તેન = આ જ હેતુવડે, નિવેનીયમ્ = સિધ્ધ કરવા જેવું છે, ચ = વળી, મત્ર અમારા જૈનોના અનુમાનમાં, શબ્દvમાન = તર્કસંગ્રહાદિ ન્યાયશાસ્ત્રની સાથે, પક્ષી ન વાધા = પક્ષની બાધા પણ આવતી નથી, યદ્ = કારણ કે તદ્ = તે તમારૂં શાબ્દપ્રમાણ, માત્ર = વાદી એવા જૈનોને, સિદ્ધ નાસ્તિ = માન્ય નથી. તેથી તૈયાયિકનો હેતુ અન્યતરાસિધ્ધ હેત્વાભાસ થાય છે.
ભાવાર્થ આ પ્રમાણે છે કે – સુરમો વિગેરે પદાર્થો જે હેતુથી અમે પાર્થિવ સિધ્ધ કર્યા છે. તે જ હેતુથી સુવર્ણાદિ પણ પાર્થિવ જ છે એમ સિધ્ધ થાય છે તે અનુમાન આ પ્રમાણે છે. વાનરાય: (પક્ષ), પાર્થિવાદ (સાધ્ય), કારોત્પત્તિવશાત્ (હેતુ), મૃદ્વિવેત્ (દષ્ટાન્ત).
અમે જૈનોએ સુવર્ણને પાર્થિવ સિધ્ધ કરવા માટે જે આ અનુમાન મુક્યું છે. તેમાં નૈયાયિકોને માન્ય તર્કસંગ્રહાદિ અન્ય આગમશાસ્ત્રોની સાથે બાધા આવશે. એમ કદાચ તેઓ અહીં કહેશે. કારણ કે ન્યાયશાસ્ત્રમાં ‘માર સુવUrfવિ' કહીને સુવર્ણને તૈજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org