________________
કઈ ઇન્દ્રિયો પ્રાપ્યકારી અને અપ્રાપ્યકારી છે તેની ચર્ચા
છે તો શા માટે મનવડે તે જ્ઞાનનો વ્યપદેશ કરાતો નથી ? અને ઇન્દ્રિયનિબંધન આવું નામ કેમ આપ્યું છે ?
ઉત્તર ઃ- ઇન્દ્રિયજન્ય પંચવિધ જ્ઞાનમાં બાહ્યઇન્દ્રિયો જ અસાધારણ કારણ હોવાથી ઇન્દ્રિયનિબંધન એવો વ્યપદેશ કરેલ છે. કારણ કે મન તો વળી જેમ ઇન્દ્રિયનિબંધનમાં વપરાય છે તેમ અનિન્દ્રિયનિબંધનમાં પણ વપરાય છે તેથી તે સાધારણકારણ કહેવાય છે. અને જગતના વ્યવહારો અસાધારણકારણથી જ થાય છે. જેમ ખેતરમાં વાવેલા શાલી અને કોદ્રવોના ઉત્પન્ન થતાં અંકુરા પાણી-પવન અને પ્રકાશ વિગેરેની સામગ્રીથી જન્ય હોવા છતાં પણ તે અંકુરાઓનો વ્યપદેશ બીજના જ નામથી થાય છે. જેમ કે આ શાલીના અંકુરા પ્રગટ્યા, આ કોદ્રવના અંકુરા પ્રગટ્યા ઇત્યાદિ.
૨૫૯
અહીં પાણી-પવન-પ્રકાશ આ સામગ્રી બધા જ અંકુરામાં સમાન કારણ હોવાથી સાધારણકારણ કહેવાય છે માટે તેના નામનો વ્યવહાર થતો નથી. પરંતુ શાલી તે શાભંકુર માત્રનું જ કારણ છે અને કોદ્રવ તે કોદ્રવાંકુર માત્રનું જ કારણ છે તેથી તેના નામનો વ્યપદેશ થાય છે. એ જ રીતે મન ઇન્દ્રિયજન્ય અને અનિન્દ્રિયજન્ય એમ ઉભયમાં કારણ હોવાથી સાધારણ છે. તેથી તેનો વ્યપદેશ થતો નથી. અને ચક્ષુરાદિ ઇન્દ્રિયો તે માત્ર ઇન્દ્રિયજન્મમાં જ કારણ હોવાથી તેના નામનો વ્યપદેશ થાય છે. એ જ રીતે અનિન્દ્રિય એવું મન છે કારણ જેમાં તે જ્ઞાન તેવા નામવાળું એટલે કે અનિન્દ્રિયનિબંધન કહેવાય છે.
इदमिदानीं मनाग् मीमांसामहे - प्राप्यकारीणीन्द्रियाणि, अप्राप्यकारीणि वा ? तत्र प्राप्यकारिण्येवेति कणभक्षाक्षपाद મીમાંસા-સાંચ્યાઃ સમાવ્યાન્તિ। ચક્ષુઃश्रोत्रेतराणि तानि तथेति ताथागताः । चक्षुर्वर्जानीति तु तथा स्याद्वादावदातहृदयाः ।
અહીં પ્રસંગ હોવાથી અમે આ કંઈક વિચારીએ છીએ કે ચક્ષુરાદિ પાંચ બાહ્યેન્દ્રિયો પોતપોતાના વિષયને સ્પર્શીને જ્ઞાન કરાવે છે ? કે પોતપોતાના વિષયને સ્પર્ધા વિના જ જ્ઞાન કરાવે છે ? એટલે કે પ્રાપ્યકારી છે કે અપ્રાપ્યકારી છે ? આ બાબતમાં જૈનદર્શનકાર અને અન્યદર્શનકારો શું માને છે ? તેની કંઈક વિચારણા -ચર્ચા અમે હવે કરીએ છીએ -
-
Jain Education International
(૧) પાંચ બાહ્ય ઇન્દ્રિયો, પ્રાપ્યકારી જ છે એમ (૧) કણભક્ષ = કણાદઋષિના અનુયાયીઓ એટલે કે વૈશેષિકદર્શનકારો, (૨) અક્ષપાદઋષિના અનુયાયીઓ એટલે કે નૈયાયિકદર્શનકારો, (૩) પૂર્વ-ઉત્તર મીમાંસક-દર્શનકારો, અને સાંખ્ય દર્શનકારો એમ ચાર દર્શનકારો માને છે. વૈશેષિક-નૈયાયિક-મીમાંસક અને સાંખ્યો પાંચે ઇન્દ્રિયોને પ્રાપ્યકારી માને છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org