________________
ચક્ષુરિન્દ્રિયની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા
૨૬ ૧
પ્રાપ્યકારી પણે નિશ્ચિત હો. આ નિગમન છે. અમારા આ પાંચ અંગવાળા અનુમાનમાં છે જેનો ! તમે અસિધ્ધિ પ્રમુખ (એટલે અસિધ્ધિ-વિરોધ અને વ્યભિચારાદિ પાંચમાંના કોઈ પણ હેત્વાભાસરૂપ) દોષોના કણનો યોગ કરી શકશો નહીં, કારણ કે આ અનુમાનમાં તે દોષોનાં લક્ષણો લાગુ પડતાં હોય તેમ દેખાતું જ નથી. ૧૫
अद्रिचन्द्रकलनेषु या पुनर्योगपद्यधिषणा मनीषिणाम् । पद्मपत्रपटलीविलोपवत् सत्वरोदयनिबन्धनैव सा ॥२॥ प्रथमतः परिसृत्य शिलोच्चयं, निकटतः क्षणमीक्षणमीक्षते ।
तदनु दूरतराम्बरमण्डलीतिलककान्तमुपेत्य सितत्विषम् ॥३॥ અહીં ચક્ષુને પ્રાપ્યકારી માનવામાં સહજપણે આવી શંકા કદાચ થાય કે જો ચક્ષુ પ્રાપ્યકારી હોય તો ઉંચા-ઉંચા પર્વત ઉપર ઉગેલા ચંદ્રને ચક્ષુથી જ્યારે દેખવામાં આવે છે. ત્યારે પર્વત નજીક છે અને ચંદ્ર તેનાથી ઘણો જ દૂર છે. તેથી તે બન્નેને જોવામાં ક્રમિક જ્ઞાન થવું જોઈએ. આ ચક્ષુ પ્રથમ નજીકના પર્વતના શિખર સાથે સંયોગ પામે અને પછી દૂરતર એવા ચંદ્ર સાથે સંયોગ પામે છે. માટે પ્રથમ પર્વતના શિખરનું અને પછી ચંદ્રનું જ્ઞાન થવું જોઈએ, પરંતુ યુગપ જ્ઞાન થવું જોઈએ નહીં અને જ્ઞાન તો યુગપદ્ધ થાય છે. તેથી પ્રાપ્યકારી હોય એ વાત બરાબર નથી.
જો ચક્ષુ પ્રાણકારી હોય તો નજીકની વસ્તુ સાથે પ્રથમ સંયોગ થાય અને દૂરની વસ્તુ સાથે પછી સંયોગ થાય માટે ક્રમિકશાન થવું જોઈએ પરંતુ અનુભવમાં આવું થતું નથી. અનુભવમાં તો એકીસાથે બન્ને દેખાય છે. માટે ચક્ષુ પ્રાપ્યકારી હોય આ વાત સંગત લાગતી નથી. આવી કોઈ શંકા કરે તો તેનો ઉત્તર આ બે શ્લોકોમાં નૈયાયિકાદિ દર્શનકારો આપે છે -
પર્વત અને ચંદ્ર જોવામાં પંડિત પુરૂષોને યુગપપણાની જે બુધ્ધિ થાય છે તે કમળના પાંદડાઓના સમૂહને વિંધવાની જેમ સત્ત્વરતાના (વેગના) ઉદયના કારણે જ થાય છે.” ||રા
કારણ કે વાસ્તવિકપણે તો ઈક્ષણ (એટલે નેત્ર) પહેલાં તો નજીક હોવાથી (શિલોચ્ચય એટલે) પર્વતને આલિંગન કરીને ક્ષણવાર તો જુએ જ છે. તેનુ = ત્યારબાદ દૂરતર રહેલા એવા, આકાશમંડલમાં દેદીપ્યમાન તિલકસમાન એવા (સિવિર્ષ એટલે) ચંદ્રની ૩પેદા = પાસે પહોંચીને પછી ચંદ્રને જુએ છે. પરંતુ વેગવાળી ગતિ હોવાથી યુગપદ્ લાગે છે. બાકી ચક્ષુ ક્રમશઃ પર્વત અને ચંદ્રનું આલિંગન કરીને ક્રમશઃ જ જાણે છે. માટે પ્રાપ્યકારી જ છે. Ill
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org