________________
૨ ૬૬
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫
રત્નાકરાવતારિકા
કરશો તો અધ્યક્ષનરીયા = સાક્ષાત્ બાધ થાત્ = આવશે. ય = કારણ કે પ્રૌઢામા = દેદીપ્યમાન એવી પ્રભાના મહુમતિ = સમૂહથી યુક્ત એવો અર્થી = પદાર્થ પ્રતિમાસન = પ્રતિભાસિત થતો હોય એવું નામ તે = દેખાતું નથી.
સારાંશ કે દીપકના તેજથી જ્યારે ઘટપટ દેખાય છે ત્યારે ઘટપટાદિ પદાર્થો દીપકના તેજથી વીંટળાયેલા હોય છે એમ સાક્ષાત્ દેખાય છે પરંતુ ચક્ષુથી જ્યારે ઘટપટ દેખીએ છીએ ત્યારે તે ઘટપટાદિ પદાર્થો દેદીપ્યમાન એવી ચક્ષુની પ્રભાના મંડલથી મંડિત હોય એવું દેખાતું નથી. અર્થાત્ દીપકના તેજથી ઘટપટાદિ વીંટળાયેલા દેખાય છે. પરંતુ ચક્ષુના તેજથી ઘટપટાદિ વીંટળાયેલા દેખાતા નથી. તેથી દૃષ્ટાન્ન અને દાષ્ટ્રત્તિક વિષમ છે. માટે આ પક્ષ જો અમારી સામે ઉપસ્થિત કરશો તો પ્રત્યક્ષવિરોધ આવશે. /૧૨ા
अथाऽप्यनुद्भूततया प्रभायाः, पदार्थसम्पर्कजुषोऽप्यनीक्षा । सिद्धिस्तदानीं कथमस्तु तस्याः, ब्रवीषि चेत् तैजसताख्यहेतोः ॥१३॥
અથ = હવે કદાચ તૈયાયિક એવો બચાવ કરે કે પ્રભાવી અનુભૂતિત = ચક્ષુની પ્રભા અનુભૂત (અપ્રગટ) હોવાથી પાર્થસમ્પનુપડપ ઘટ-પટાદિ પદાર્થોની સાથે જોડાવા છતાં પણ મીક્ષા = તે પ્રભા દેખાતી નથી. આવું નૈયાયિક જો કહે તો અમે જૈનો તેઓને પૂછીએ છીએ કે તવાન = તો, તસ્ય સિદ્ધિ = તે ચક્ષુની પ્રભાની સિધ્ધિ, થતુ = કેમ કરશો ? વેત્ વીfષ = જો હે તૈયાયિકો તમે એમ કહેશો કે તૈનસતારહેતો: = તે ચક્ષુમાં તૈજસતા હોવાથી પ્રભાની સિધ્ધિ થાય છે.
સારાંશ કે હે નૈયાયિક ! દીપક આદિ પ્રકાશક પદાર્થોના તેજથી જેમ ઘટપટાદિ વીંટળાયેલા દેખાય છે તેવા ચક્ષુની પ્રભાથી દેખાતા નથી એવા અમારા જૈનોના પ્રશ્નોનો તમે શું જવાબ આપશો ?
ચક્ષુની પ્રભા અનુભૂત હોવાથી દેખાતી નથી આવું જ કહેશો તો ઘટ-પટાદિ પદાર્થો ઉપર તે “ચક્ષની પ્રભા છે” તેની સિધ્ધિ શાનાથી કરશો ? તમારી પાસે શું કોઈ તેના અસ્તિત્વને સિધ્ધ કરનારું પ્રમાણ છે ?
હવે જો તમે તૈયાયિકો એમ કહેશો કે હા, અમારી પાસે પ્રમાણ છે, તે પ્રમાણ આ પ્રમાણે - વક્ષ:, રશિપ્રમાયુt, તૈનસત્વી, તીખવત્ આવા પ્રકારના તૈજસત્વ નામના હેતુથી અનુમાનદ્વારા અમે ચક્ષુમાં રશ્મિચક્ર સિધ્ધ કરીશું. ૧૩/l.
रूपादिमध्ये नियमेन रूपप्रकाशकत्वेन च तैजसत्वम् । प्रभाषसे चक्षुषि संप्रसिद्धं, यथा प्रदीपाङ्करविद्युदादौ ॥१४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org