________________
ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા
wાનિકળે = રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આદિ અનેક ગુણોની અંદર નિયન = નક્કી, પ્રાણવિન્ટેન = ચક્ષુ રૂપની જ માત્ર પ્રકાશક બનતી હોવાથી, ચક્ષુષિ તૈનસત્રમ્ = ચક્ષુમાં તૈજસપણું, સંપ્રસિદ્ધ = સારી રીતે પ્રસિધ્ધ છે, યથા = જેમ, પ્રવીપાકુર = દીવાનું તેજ તથા વિદ્યુલાલ = વિજળી વિગેરેમાં, પ્રમાણે = એમ તૈયાયિક કહે તો.
નૈયાયિકો જેનો પ્રત્યે જણાવે છે કે હે જેનો ! તમે અમને (નૈયાયિકોને) કદાચ એમ પુછશો કે આ અનુમાનમાં ચક્ષુની અંદર મુકેલો તૈનત્વ હેતુ કેવી રીતે સાબિત થાય? “ચક્ષુ તેજની બનેલી છે” એમ કેમ કહી શકાય? કારણ કે આખું આ શરીર પાર્થિવ છે. તેથી તેના સર્વ અવયવો પણ પાર્થિવ જ હોઈ શકે તેથી ચક્ષુ પણ પાર્થિવ જ કહેવાય. તો તૈજસ કેમ કહેવાય? અને જો ચક્ષુમાં તૈજસત્વ ન હોય તો પક્ષમાં હેતુની અવૃત્તિ થવાથી અસિધ્ધ હેત્વાભાસ થાય. તેથી અનુમાન કેમ સિધ્ધ થાય? આવું કદાચ જેનો અમને પુછે તો અમે તૈયાયિકો તેનો જવાબ આપીએ છીએ કે -
ઘટ-પટ આદિ પદાર્થોમાં વર્ણાદિ ચાર ગુણો છે. તેમાંથી ચક્ષુ રૂપને જ માત્ર નક્કી જાણી શકે છે. બાકીના રસ-ગંધ-સ્પર્શને ચક્ષુ જાણી શકતી નથી. તેથી નક્કી થાય છે કે તે ચક્ષુ તેજની બનેલી છે. જેમ દીવાના અંકુરા અને વિજળી વિગેરે પણ ઘટ-પટના વર્ણાદિ ચારમાંથી રૂપના જ માત્ર પ્રકાશક છે અને તૈજસ છે. તે રીતે ચક્ષુ પણ માત્ર રૂપપ્રકાશક છે તેથી તૈજસ છે. અનુમાનનો પ્રકાર આ રીતે છે - ચક્ષ, તૈનર્સ, સ્પર્ચર પ્રાણત્વાત્, પ્રતીપાવશુદ્ધિવત્ માટે છે જેનો અમારા પૂર્વોક્ત અનુમાનમાં ચક્ષુમાં તૈજસત્વ સિદ્ધ થતું હોવાથી અસિધ્ધ હેત્વાભાસ થતો નથી અને ચક્ષુમાં તૈજસત્વ હોવાના કારણે રશ્મિચક્ર છે એમ સાબિત થાય છે. ll૧૪
तदिदं घुसृणविमिश्रणमन्ध्रपुरन्ध्रीकपोलपालीनाम् ।
अनुहरते व्यभिचाराद् रूपेक्षणसन्निकर्षेण ॥१५॥ તવિ = તે આ ઉપર કહેલું નૈયાયિકોનું કથન, ક્ષત્તિર્વેગ = રૂપને જોવાના સગ્નિકર્ષની સાથે, વ્યમવરદ્ = વ્યભિચાર પામતું હોવાથી, લગ્ન = આંધપ્રદેશની, પુસ્ત્રી = સૌભાગ્યવતી સ્ત્રીઓના પોત્ર = ગાલના પાત્રીનામ્ = ભાગોનું પુરૂUT = ઘસેલા કેસરના વિનિશ્રામ્ = વિલેપનને, મનુદરતે = અનુસરે છે.
આંધ્ર દેશની સૌભાગ્યવતી સ્ત્રીઓ સ્વભાવે જ શરીરે કાલી (કાળા રંગવાળી) હોવાથી પોતાના ગાલના ઉપર ઘસેલા કેસરાદિ રંગોનું સુંદર વિલેપન કરે તો પણ તે શરીરના રંગ સાથે મેચ થતું ન હોવાથી જેમ શોભા પામતું નથી. તેમ તૈયાયિકનું કહેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org