________________
૨૬ ૨
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫
રત્નાકરાવતારિકા
આ પ્રમાણે વૈશેષિક - નૈયાયિકાદિ પૂર્વપક્ષકારોએ પોતાનો પક્ષ સ્થાપિત કર્યો. હવે જૈનદર્શનકારો તેનો ઉત્તર શરૂ કરે છે -
कुर्महेऽत्र वयमुत्तरकेली, कीदृशी दृगिह धर्मितयोक्ता ? किं नु मांसमयगोलकत्पा, सूक्ष्मताभृदपरा किमु काऽपि ? ॥४॥
અમે જેનો “ચક્ષુ પ્રાપ્યકારી છે” એવી તૈયાયિકોની માન્યતાનો ઉત્તર આપવારૂપ કેલી કરીએ છીએ, અહી કેલી શબ્દનો પ્રયોગ કરતાં ગ્રન્થકારશ્રી એમ જણાવવા માગે છે કે તેમની માન્યતાનું ખંડન કરવું એ કંઈ ગંભીર બાબત નથી. ઘણો પરિશ્રમ કરવો પડે તેવી બાબત નથી. સહજભાવે આનંદ-ગોષ્ઠી કરતાં, રમત-ગમત કરતાં, તથા વ્યંગ વચનો કહેવા દ્વારા રસવર્ધક ક્રીડા કરતાં કરતાં અમે તેઓનું ખંડન કરીએ છીએ.
= આ અનુમાનમાં ધર્મી તરીકે મુકેલી | = ચક્ષુ કેવી માનો છો ? શું માંસમયગોલા રૂપ છે? કે અતિશય સૂક્ષ્મતાને ધારણ કરનારી કોઈ બીજી વસ્તુ છે ?
હે નૈયાયિકો ! તમે ચક્ષુને પ્રાપ્યકારી માનો છો તે ચક્ષુ શું માંસમય ગોલાની બનેલી છે? કે મપ = બીજી #પિ = કોઈ, સૂક્ષ્મતામૃત = સૂક્ષ્મતાને ધાણ કરનારી વસ્તુ છે ?
|૪||
आदिमा यदि तदाऽपि किमर्थो, लोचनानुसरणव्यसनी स्यात् । लोचनं किमुत वस्तुनि गत्वा, संसृजेत् प्रिय इव प्रणयिन्याम् ॥५॥ ઉપરોક્ત બે પક્ષોમાંથી જો વિમા = પહેલા પક્ષવાળી કહો, તો પણ શું દૂર દેખાતો પદાર્થ ચક્ષુની પાસે આવવાનું અનુસરણ કરવામાં વ્યસનવાળો છે કે શું લોચન પોતે જ વસ્તુ પાસે જઈને કામુક પુરૂષ જેમ કામિની પાસે જઈને કામિનીનું આલિંગન કરે તેમ આ ચક્ષુ આલિંગન કરે છે.
અહીં આતિમ શબ્દ નું વિશેષણ હોવાથી આકારાત સ્ત્રીલિંગ માના ની જેમ પ્રથમા એકવચન છે. વ્યસની શબ્દ અર્થનું વિશેષણ હોવાથી ચસ શબ્દને અતુમ્ અર્થમાં રૂર લાગી શશિન્ ની જેમ પુલિંગ પ્રથમા એકવચન છે. પી.
प्रत्यक्षबाधः प्रथमप्रकारे, प्राकारपृथ्वीधरसिन्धुरादिः । .
संलक्ष्यते पक्ष्मपुटोपटङ्की, प्रत्यक्षकाले कलयाऽपि नो यत् ॥६॥ 'પ્રથમ પ્રકાર જો કહો તો, એટલે કે શેય પદાર્થો ઉડીને ચક્ષુ પાસે આવે છે એમ કહો તો “પ્રત્યક્ષબાધ” આવે છે. યત્ = કારણ કે પ્રાકાર (કિલ્લો), પૃથ્વીધર (પર્વત),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org