________________
૨૫૮
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫
રત્નાકરાવતારિકા
પારમાર્થિકપ્રત્યક્ષ કહેવાય છે. જે જ્ઞાનની પ્રાપ્તિમાં ઇન્દ્રિયોની, મનની, પ્રકાશની, કે સજ્ઞિકર્ષાદિની અપેક્ષા નથી. આત્મા માત્રની જ છે અપેક્ષા જેમાં એવાં અવધિ આદિ (અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ) ત્રણ જ્ઞાનો પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. ર-૪
सांव्यवहारिकस्य प्रकारौ दर्शयन्ति - સાંવ્યવહારિક નામના પ્રથમ પ્રત્યક્ષના ભેદો જણાવે છે - तत्राद्यं द्विविधमिन्द्रियनिबन्धमनिन्द्रियनिबन्धनं च ॥२-५॥
इन्द्रियाणि चक्षुरादीनि निबन्धनमस्येतीन्द्रियनिबन्धनम् । नन्विन्द्रियज्ञाने मनोऽपि व्यापिपर्तीति कथं न तेन व्यपदेश: ? उच्यते - इन्द्रियस्यासाधारणकारणत्वात् । मनः पुनरनिन्द्रियवेदनेऽपि व्याप्रियत इति साधारणं तत् । असाधारणेन च व्यपदेशो दृश्यते, यथा - पयःपवनातपादिजन्यत्वेऽप्यङ्करस्य बीजे नैव व्यपदेशः - शाल्यङ्करः, कोदवाङ्करोऽयमिति । अनिन्द्रियं - मनो निबन्धनं यस्य तत्तथेति ॥
સૂત્રાર્થ :- સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બે પ્રકારના પ્રત્યક્ષોમાં જે પ્રથમઆદ્ય-સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે તેના બે ભેદો છે. (૧) ઇન્દ્રિયનિબંધન અને (૨) અનિન્દ્રિયનિબંધન. / ર-૫ |
ભાવાર્થ :- આ શરીરમાં ત્વગુ-રસના-ધ્રાણ ચક્ષુ: અને શ્રોત્ર એમ પાંચ ઇન્દ્રિયો છે. આત્માને જ્ઞાન પ્રાપ્ત કરવામાં જે સાધન બને તેને ઇન્દ્રિય કહેવાય છે. આ શરીરમાં એવી પાંચ જ ઇન્દ્રિયો છે કે જેની સહાય વડે આ આત્માને જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ પાંચ ઇન્દ્રિયો શરીરમાં બાહ્ય વર્તે છે તેથી બાહ્ય ઇન્દ્રિયો કહેવાય છે. આ જ પ્રમાણે મન પણ જ્ઞાન ઉત્પન્ન કરવામાં સાધન છે. પરંતુ તે અંદર વર્તે છે, તેથી તેને અત્યંતરેન્દ્રિય કહેવાય છે, અથવા બાધેન્દ્રિયની માફક તે બહાર નથી માટે નોઇન્દ્રિય અથવા અનિન્દ્રિય પણ કહેવાય છે.
આ પ્રમાણે બાહ્ય દેખાતી ચક્ષુરાદિ પાંચ ઇન્દ્રિયો છે પ્રયોજન (જ્ઞાનની ઉત્પત્તિનું નિમિત્ત) જેમાં એવા જ્ઞાનને ઇન્દ્રિયનિબંધન સાંવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે.
પ્રશ્ન - જ્યારે જ્યારે રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દ આ પાંચ વિષયોનું જ્ઞાન કરવામાં ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે ત્યારે ત્યારે તે જ્ઞાન ઉત્પન્ન કરવામાં મન પણ વપરાય જ છે. બાહ્ય પાંચ ઇન્દ્રિયજન્ય જ્ઞાનોમાં બાોન્દ્રિય અને મન એમ બન્નેનો વપરાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org