________________
શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ
જણાશે કે પરમાણુઓમાં “સંયોગ” નામનો અતિશય ઘટતો નથી, જેથી તે સંયોગવડે સ્થૂલકાર્ય બને આ વાત સ્વપ્નવત્ મિથ્યા છે.
આ જ પ્રમાણે “ક્રિયા' નામના અતિશયવાળો ત્રીજો પક્ષ પણ સ્વયં ખંડિત સમજી લેવો. સંયોગ એ જેમ ગુણાત્મકધર્મ છે. તેમ ક્રિયા એ પણ ક્રિયાત્મકધર્મ જ છે, માટે બન્નેનું ખંડન એક સરખું જ છે.
૧૫૩
किञ्च, अयं स्थूलोऽवयवी निराधारः साधारो वा । न तावद् निराधारः, साधारप्रतीतिविरोधात् । साधारश्चेत् - किमेकावयवाऽऽधारः, अनेकावयवाऽऽधारो वा । प्रथमे प्रतीतिविरोधः । तथाहि - प्रतीतिरिहाऽवयवेष्ववयवीति, नावयवेऽवयवीति । अथानेकावयवाऽऽधारः, तत्राप्यविरोध्यनेकावयवाऽऽधारः, विरोध्यनेकावयवाऽऽधारो वा ? न प्राच्यः, चलाचल-स्थूलास्थूल - नीलानीलादिरूपाणामवयवानां विरोधप्रतीतेः । अथ द्वितीय:, तर्हि नैकः स्थूलोऽवयवी स्यात्, विरुद्धधर्माध्यासात् ।
"
अपि च, असौ तेषु वर्तमानः सामस्त्येन, एकदेशेन वा वर्तेत ? सामस्त्येन वृत्तौ, एकस्मिन्नेवावयवे, परिसमाप्तत्वादनेकावयववृत्तित्वं न स्यात् । एकदेशेन वृत्तौ निरंशत्वं तस्योपगतं विरुध्यते । सांशत्वे वा, तेऽप्यंशास्ततो भिन्नाः, अभिन्ना वा भवेयुः । भिन्नत्वे, पुनरप्यनेकांशवृत्तेरेकस्य सामस्त्यैकदेशविकल्पानतिक्रमादनवस्था । अभिन्नत्वे न केचिदशाः स्युः - इति न तदुभयस्वभावार्थपक्षोऽपि संगति शृङ्गसङ्गमगात् ।
તથા વળી તમારો માનેલો સ્થૂલ એવો આ ઘટ-પટાદિ અવયવી પદાર્થ શું નિરાધાર છે ? કે સાધાર છે ? અર્થાત્ તે અવયવીના આધારભૂત એવા અવયવો છે ? કે એવા આધારભૂત અવયવો નથી ? જો નિરાધાર પક્ષ કહેશો તો એટલે કે અવયવીના આધારભૂત અવયવો નથી એમ જો કહેશો તો તે તમારી વાત વ્યાજબી નથી, આધાર સહિત એવા સાધાર તરીકેની પ્રતીતિ થાય છે તેનો તમને વિરોધ આવશે. ઘટાવયવી કપાલાવયવમાં વર્તે છે.પટાવયવી તન્તુ અવયવમાં વર્તે છે. આવા પ્રકારની સાધાર તરીકેની અવયવીની પ્રતીતિ જગત્પ્રસિદ્ધ છે, તેનો વિરોધ આવશે.
હવે જો ‘સાધાર” પ્રતીતિવાળો બીજો પક્ષ કહેશો તો હું તમને પુછું છું કે અવયવી એવો પદાર્થ શું એક અવયવરૂપ આધારમાં રહેવા વાળો છે કે અનેક અવયવરૂપ આધારમાં રહેવાવાળો છે ? એક અવયવ રૂપ આધારમાં અવયવી વર્તે છે એમ જો પહેલો પક્ષ લેશો તો અનુભવનો પ્રત્યક્ષ વિરોધ આવશે - તે આ પ્રમાણે - આ સંસારમાં પ્રતીતિ એવી થાય છે કે અનેક અવયવોમાં અવયવી વર્તે છે. પરંતુ એક અવયવમાં અવયવી વર્તતો હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org