________________
જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા
૨૦૭
હવે જો “તર્વિષય” એવો બીજો પક્ષ સ્વીકારો તો તે એક સનતાનીય કહો છો કે ભિન્નસંતાનીય કહો છો? પ્રવર્તકજ્ઞાન અને પછીથી થનારૂં સંવાદિજ્ઞાન એક જ વ્યક્તિમાં કાળક્રમે થાય તે એકસત્તાનીય કહેવાય, અને પ્રવર્તકજ્ઞાન જે વ્યક્તિને થયું હોય તેનાથી બીજી વ્યક્તિને સંવાદિજ્ઞાન થાય તો તે ભિન્નસંતાનીય કહેવાય છે. આ બે પક્ષમાંથી કહો તમે કયો પક્ષ સ્વીકારો છો ? જે પક્ષ કહેશો તે બન્ને પક્ષોમાં વ્યભિચાર દોષ આવે છે. તે આ પ્રમાણે - ચૈત્ર અને મૈત્ર નામની બે વ્યક્તિઓ ધારો કે આંખમાં તિમિરના રોગવાળી છે અને તેથી આકાશમાં એક ચંદ્રમંડળ હોવા છતાં બન્નેને રોગના કારણે ચંદ્રમંડળનું યુગલ દેખાય છે. હવે જો તમે એકસન્તાનીય સંવાદિજ્ઞાનવાળો પહેલો પક્ષ કહો તો ચૈત્રે પ્રથમ આકાશ સામું જોયું. તિમિરના રોગ વડે ચંદ્ર યુગલ દેખાયું. ત્યારબાદ તે જ ચૈત્રે પુનઃ પુનઃ આકાશમાં દેખ્યું. તો પણ તેને ચંદ્ર યુગલ જ દેખાયું. તેથી પાછળ પાછળ થયેલું આ સંવાદિજ્ઞાન પૂર્વે થયેલાં પ્રવર્તકજ્ઞાનની પ્રમાણિતાનું નિશ્ચાયક એકસનતાન હોવાથી બનવું જોઈએ, હકીકતથી આ અપ્રમાણજ્ઞાન છે અને જો પ્રમાણતાને જણાવે તો અપ્રમાણાનમાં પ્રમાણતા જણાવનાર બનવાથી વ્યભિચારદોષ આવે. હવે જો ભિન્નસંતાનીય કહો તો આ જ દૃષ્ટાન્ત આ રીતે સમજવું કે પ્રથમ ચૈત્રે આકાશ સામે જોયું, તિમિરના રોગના કારણે તેને ચંદ્રયુગલ દેખાયું, તેણે મૈત્રને પુછ્યું અને પોતાનું ચંદ્રયુગલનું જ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ? એમ મૈત્રને પુછયું, પછી મૈત્રે પણ આકાશ સામે જોયું. તેને પણ તિમિરનો રોગ હોવાથી ચંદ્રયુગલ જ દેખાયું, તેથી તેણે કહ્યું કે તારું જ્ઞાન બરાબર પ્રમાણ છે, મને પણ ચંદ્રયુગલ જ દેખાય છે. હવે જો ભિન્ન સંતાનીય એવું સંવાદિજ્ઞાન પૂર્વના પ્રવર્તક જ્ઞાનની પ્રમાણતા જણાવનાર બનતું હોય તો અહીં ચૈત્ર-મૈત્ર ભિન્ન ભિન્ન વ્યક્તિ હોવાથી મૈત્રગતસંવાદિજ્ઞાન ચૈત્રગતપ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાનું નિશ્ચાયક બનવું જોઈએ. પરંતુ બનતું નથી, તિમિરના રોગના કારણે આ બન્ને જ્ઞાનો અપ્રમાણ છે. જો તેમાં પ્રમાણતા જણાય તો અપ્રમાણજ્ઞાનમાં પ્રમાણતા જણાવાથી વ્યભિચારદોષ આવે. આ એક સત્તાનીય કે ભિન્નસંતાનીયમાં પ્રવર્તક જ્ઞાનનો જે વિષય ચંદ્રયુગલ છે તે જ વિષય સંવાદિજ્ઞાનનો છે. માટે તેનો તે જ વિષય હોવાથી અપ્રમાણભૂતજ્ઞાનમાં પ્રમાણતા જણાવે એવો અર્થ થવાથી વ્યભિચારદોષ આવશે.
“તદ્ધિ ચૈત્રી પુનઃ પુનઃ મૈત્રી ર” આ પંક્તિમાં અત્તે લખેલો ર શબ્દ બન્ને દોષો સાથે બતાવે છે. તે સંવાદિજ્ઞાન ચૈત્રને પુનઃ પુનઃ જોતાં, અને મૈત્રને આકાશ તરફ જોતાં જ અવશ્ય ઉત્પન્ન થાય જ છે, એમ બન્ને વ્યભિચારદોષો સાથે સમજવા. હવે જો ત્રીજો પક્ષ કહો તો એટલે પ્રવર્તકજ્ઞાનના વિષય કરતાં વિષયાતરનું ગ્રાહક સંવાદિજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org