________________
૨૦૮
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧
રત્નાકરાવતારિકા
હોવું જોઈએ એમ જો કહો તો વિષયાન્તરમાં શું કહેશો? શું અર્થક્રિયાજ્ઞાન કહેશો કે અન્ય એવો તે કોઈ વિષયાન્તર કહેશો?
જો “અર્થક્રિયાજ્ઞાન” કહેશો તો તે પક્ષ ઉચિત નથી કારણ કે “આ સુવર્ણ છે'' એવા પ્રકારનું થયેલું જ્ઞાન પ્રમાણ છે (સાચું છે) એમ નક્કી થાય તો જ સુવર્ણ માનીને તેની અર્થક્રિયા થાય. હજુ સુવર્ણ છે કે પિત્તલ છે એનો નિશ્ચય જ ન હોય તો ત્યાં સુધી સુવર્ણ માનીને તેને લેવાની પ્રવૃત્તિ જ થતી નથી, તો પછી સુવર્ણ વેચીને થનારી ધનપ્રાપ્તિરૂપ અર્થ ક્રિયા તો થાય જ ક્યાંથી? એટલે કે પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાનો હજુ અનિશ્ચય હોતે છતે પ્રવૃત્તિનો અભાવ હોવાથી અર્થક્રિયાનો જ અભાવ છે. તો અર્થક્રિયાનું જ્ઞાન ક્યાંથી થવાનું હતું ? માટે આ “અર્થક્રિયાજ્ઞાન” વાલો પ્રથમપક્ષ ઉચિત નથી.
અહીં કદાચ તમે (જૈનો) એવો બચાવ કરો કે અમે પ્રવર્તક જ્ઞાનને, પ્રમાણતા જેની નિશ્ચિત થઈ ચુકી છે એવું માનીશું. અર્થાત્ નિશ્ચિતપ્રમાણતાવાળું પ્રવર્તકજ્ઞાન માનીશું. અને તેવા નિશ્ચિતપ્રમાણતાવાળા એવા પ્રવર્તકશાનથી પ્રવૃત્તિ થશે, એમ કહીશું. જો આ પ્રમાણે કહેશો તો તમને ચક્રકદોષ આવશે. ચક્ર એટલે ગાડાના પૈડાની જેમ ગોળ ગોળ ફર્યા કરવું તે ચકકદોષ કહેવાય છે.
(૧) પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતા નિશ્ચિત જણાય તો જ પ્રવૃત્તિ થાય. (૨) જો પ્રવૃત્તિ થાય તો જ અર્થક્રિયાજ્ઞાન થાય. (૩) જો અર્થક્રિયાજ્ઞાન થાય તો જ પ્રમાણતાનો નિશ્ચય જણાય. (૪) જો પ્રમાણતાનો નિશ્ચય જણાય તો જ પ્રવૃત્તિ થાય.
આ પ્રમાણે નિશ્ચિત પ્રમાણતાના જ્ઞાનથી પ્રવૃત્તિ, પ્રવૃત્તિથી અર્થક્રિયાજ્ઞાન, અને તે અર્થક્રિયાજ્ઞાનથી પ્રવર્તક જ્ઞાનની પ્રમાણતાનો નિશ્ચય, એમ ગોળ-ગોળ-કાર્યકારણભાવ થયા જ કરશે, ભ્રમણ માત્ર જ થશે પણ કંઈ સિધ્ધિ થશે નહી.
તથા વળી પ્રવર્તક જ્ઞાનની પ્રમાણિતાનો નિશ્ચય કરાવનાર અર્થક્રિયાજ્ઞાન માનવાથી બીજો પણ એકદોષ આવે છે. તે દોષ આ છે કે-પ્રવર્તકજ્ઞાન જેમ એક જ્ઞાન છે. તેની પ્રમાણતા જાણવા માટે આ બધી ચર્ચા ચાલે છે. હવે તેની પ્રમાણતા જણાવનાર જો અર્થક્રિયાજ્ઞાન કહો છો તો તે પણ એક જુદી જાતનું જ્ઞાન જ છે. તેથી તે અર્થક્રિયાજ્ઞાન પણ એક પ્રકારનું જ્ઞાન હોવાથી તેની પ્રમાણતા પણ જાણવી જ પડશે. જ્યાં સુધી તે જ્ઞાનની પ્રમાણતાનો નિશ્ચય ન થાય ત્યાં સુધી તે અર્થક્રિયાજ્ઞાન પણ પ્રવર્તકશાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org