________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧
રત્નાકરાવતારિકા
विषयान्तरग्राहकमपि संवादकमेव यथा अर्थक्रियाज्ञानम् । न चात्र चक्रकावकाश:, प्रवर्तकप्रमा१णप्रामाण्यनिर्णयादिप्रयोजनायाः प्रथमप्रवृत्तेः संशयादपि भावात् ॥
૨૨૦
તથા વળી, “સંવાવેિનં તુ' ઇત્યાદિ વાક્યોમાં મીમાંસકોએ જે પૂર્વે એમ કહેલું કે - જો સંવાદિજ્ઞાનને પ્રમાણતા જણાવનારૂં માનશો તો તે સહકારી થયું છતું પ્રમાણતા જણાવે કે ગ્રાહક થયું છતું પ્રમાણતા જણાવે ? સહકારી કહેશો તો ભિશકાલવર્તી હોવાથી ઘટશે નહી અને ગ્રાહક કહેશો તો તે જ પ્રવર્તકજ્ઞાનનું ગ્રાહક, કે તેના વિષયનું ગ્રાહક, કે વિષયાન્તરનું ગ્રાહક ? ઇત્યાદિ તમારાવડે અમારા ખંડન માટે જે કંઈ કહેવાયું છે. તેમાં અમારો ઉત્તર આ પ્રમાણે છે -
સહકારી અને ગ્રાહક એ બે પક્ષોમાંથી અમે ગ્રાહક પક્ષ સ્વીકારીએ છીએ અને ગ્રાહકના ત્રણ પક્ષોમાંથી તે જ વિષય અથવા વિષયાન્તરને જણાવનારા એમ છેલ્લા બે પક્ષો અમે સ્વીકૃત કરીએ છીએ - એટલે સાધનને (સાતે યત્ તત્ સાધનમ્ - જે સધાય તે સાધન - એ અર્થમાં અદ્ પ્રત્યય હોવાથી સાધન એટલે સાધ્ય-લેવું) અર્થાત્ સાધ્યને, (નિર્માસિ=) જણાવનારૂં એવું જે, (પ્રતિભાસ=) જ્ઞાન એટલે કે સાધ્યને જણાવનારા પ્રવર્તકજ્ઞાનનો જે વિષય છે તેનું જ ગ્રાહક અથવા વિષયાન્તરનું ગ્રાહક એવું જે સંવાદિશાન છે, તેનાથી પ્રમાણતાનો નિર્ણય થાય છે, એમ અમે કહીએ છીએ.
-
સાર એ છે કે પ્રવર્તકશાનકાળે “સર્વાંગ્યું” “નતમિદં ઇત્યાદિ જ્ઞાન થયું. ત્યારબાદ સતત તેની સામે જ ધારીધારીને જોતાં લક્ષણો દ્વારા પુનઃ પુનઃ “આ સર્પ જ છે, આ રજત છે” ઇત્યાદિ આ જ વિષયનું જ્ઞાન સચોટ થતું જ રહ્યું. તો ઉત્તરકાળે તેના તે જ વિષયને જણાવનારા આ સચોટજ્ઞાનથી = તે રૂપ સંવાદિજ્ઞાનથી પૂર્વના પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતા નિર્ણયાત્મક બને છે. અથવા પૂર્વકાલે “આ સર્પ છે, આ રજત છે'' ઇત્યાદિ પ્રવર્તકજ્ઞાન થયું. અને ત્યારબાદ તેનો નિર્ણય કરવા નિકટ જઈ લાકડીથી ઠમઠોરતાં છંછેડાવું, ડંખ મારવો, ઇત્યાદિ અર્થક્રિયા થવા સ્વરૂપ વિષયાન્તરના જ્ઞાનથી પણ પૂર્વના જ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય થાય છે.
આ પ્રમાણે કાળાન્તરે થનારા તે જ વિષયના કે વિષયાન્તરના પણ સંવાદિજ્ઞાનથી પૂર્વના પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતા જણાય છે. આ જ વાત એક દૃષ્ટાન્ત આપી ટીકાકારશ્રી સમજાવે છે કે -
ઘરના કોઈ એક ભાગમાં ઘટ છે. જ્યાં કંઈક અંધકાર પણ છે અને કંઈક પ્રકાશ છે. અતિશય ગાઢ પ્રકાશ કે અતિશય ગાઢ અંધકાર નથી. ત્યાં નજર નાખતાં “આ ઘટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org