________________
૨ ૪ ૨
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
અનુપલંભ છે (સાધ્યાભાવમાં હેતુનો અનુપલંભ છે ?) તે બેમાં પહેલો પક્ષ ભૂયોદર્શન કહો તો સાધ્યધર્મિમાં ભૂયોદર્શન કહો છો કે દૃષ્ટાન્નધર્મિમાં ભૂયોદર્શન કહો છો? એટલે કે સાધ્યધર્મી જે પર્વત છે તેમાં વદ્ધિ વિના ધૂમ નથી એમ વારંવાર જોવાથી અન્યથાનુપપત્તિનો બોધ કરેલો છે કે મહાનસ આદિ જે દેખાત્તધર્મી છે તેમાં વદ્ધિ વિના ધૂમ નથી જ એમ વારંવાર દેખવાથી અન્યથાનુપપત્તિનો બોધ કરેલો છે ?
હવે જો “સાધ્યધર્મી એવા પર્વતમાં ભૂયોદર્શન” એ પક્ષ કહો તો, એટલે કે પર્વતમાં જ વારંવાર વહ્નિની સાથે ધૂમનું દેખવાપણું અને વદ્ધિ વિના ધૂમનું નહીં હોવાપણું આ બન્ને દેખવાવડે અન્યથાનુપપત્તિ જણાતી હોય, એમ જો કહો તો, તે ભૂયોદર્શન નામના પ્રમાણાત્તરવડે જ સાધ્ય પણ જણાઈ જ જાય છે, તેથી અર્થપત્તિને માનવાની વાત વ્યર્થતાને પામશે.
સારાંશ કે (૧) ભૂયોદર્શનવડે અન્યથાનુપપત્તિ જાણવી, (૨) અન્યથાનુપપત્તિ વડે અથપત્તિ જાણવી, અને (૩) અથપત્તિવડે અદૃષ્ટાર્થરૂપ સાધ્ય જાણવું. આટલી લાંબી લંગર લગાડવા કરતાં ભૂયોદર્શન માત્ર વડે જ સાધ્ય એવું વહ્નિ અવિનાભાવપણે જણાઈ જ જાય છે, વચ્ચે અર્થાપત્તિ અધિક માનવાની શું જરૂર? તે વ્યર્થ જ થશે.
હવે દષ્ટાન્તધર્મી એવા મહાન સાદિમાં કરેલું ભૂયોદર્શન અન્યથાનુ૫પત્તિને જણાવે છે એમ જો બીજો પક્ષ કહો તો અમે તમને પુછીએ છીએ કે દાનધર્મી એવા મહાન સાદિમાં કરેલું વહ્નિ-ધૂમના અવિનાભાવનું વારંવાર ભૂયોદર્શન સાધ્યધર્મી એવા પર્વતાદિમાં પણ અન્યથાનુપપત્તિને જણાવે કે ત્યાં જ (સાધ્યધર્મીમાં જ) અન્યથાનુપપત્તિને જણાવે છે? આ બે પક્ષોમાં જે “ઉત્તરપક્ષ છે એટલે બીજો પક્ષ છે” પાછળલો પક્ષ છે તે તો સર્વથા અસત્ (મિથ્યા) જ છે. કારણ કે દેખાત્તધર્મી એવા મહાન સાદિમાં વદ્ધિ વિના ધૂમ હોતો નથી એવું કરાયેલું ભૂયોદર્શન તે દાનધર્મી એવા મહાન સાદિમાં નિશ્ચિતાન્યથાનુપપત્તિવાળા અર્થને (વહ્નિને-સાધ્યને) અવશ્ય જણાવે, પરંતુ દુષ્ટાતધર્મીમાં જાણેલો નિશ્ચિતાન્યથાનુપપત્તિવાળો, અને સાધ્યધર્મી એવા પર્વતમાં તે રીતે નહીં નિશ્ચિત કરેલો (અન્યથાનુપપત્તિરૂપે નહીં જાણેલો) આ અર્થ એવો (ધૂમ) સાધ્ય ધર્મી એવા પર્વતમાં સ્વસાધ્યને (પર્વતમાં વદ્ધિ વિના ધૂમ ન હોવાથી જે આ ધૂમ દેખાય છે તે ધૂમથી અંદર વહ્નિ હોવો જ જોઈએ એવા સ્વસાધ્યને) જણાવી શકે નહીં અને જો જણાવે તો અતિવ્યાપ્તિ આવે, કારણ કે જ્યાં મહાન સાદિમાં અન્યથાનુપપદ્યમાનતા જાણી છે ત્યાં તો તે હેતુ સ્વસાધ્ય વહ્નિને અવશ્ય જણાવે. પરંતુ અન્યત્ર પર્વતાદિમાં અન્યથાનુપપદ્યમાનતા જાણી ન હોય ત્યાં સુધી ત્યાં દેખાતો હેતુ એવો ધૂમ, સ્વસાધ્ય એવા વહ્નિને કેવી રીતે જણાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org