________________
પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ
૨ ૪૧
તે પીનત્વાદિ અર્થ અદૃષ્ટઅર્થની (રાત્રિભોજનની) કલ્પનાનું નિમિત્ત બને છે કે અન્યથાનુપપદ્યમાન તરીકે જણાયો છતો તે પીનત્વાદિ અર્થ અષ્ટઅર્થની (રાત્રિ ભોજનની) કલ્પનાનું નિમિત્ત બને છે ?
જો “અનવગત” = અન્યથાનુપપદ્યમાન તરીકે નહી જણાયો છતો અદૃષ્ટ અર્થની (રાત્રિભોજનની) કલ્પનાનું નિમિત્ત બને છે, એમ પ્રથમ પક્ષ કહી શકશો નહીં. કારણ કે તેમ માનીએ તો અતિવ્યાપ્તિ આવશે. તે આ પ્રમાણે - જો અન્યથાનુપપત્તિ ન જણાઈ હોય છતાં અદાર્થની કલ્પના થતી હોય તો પર્વતમાં જણાતો ધૂમ અદૃષ્ટ એવા વહ્નિને જેમ જણાવે છે, તેમ તે જ ધૂમ અદે એવા જલને પણ જણાવનાર બનવો જોઈએ, કારણ કે જલની સાથે ધૂમ અન્યથાનુપપદ્યમાન છે કે નહીં તે જાણવું જરૂરી જ નથી. તેના વિના પણ અદષ્ટાર્થની કલ્પના થાય છે તે પક્ષ લેવામાં આવ્યો છે, માટે આવી અતિવ્યાપ્તિ
આવશે.
હવે જો “અવગત” એ બીજો પક્ષ સ્વીકારવામાં આવે તો “તે અન્યથાનુપપત્તિનો” અવગમ અર્થોપત્તિ નામના પ્રમાણથી થાય છે? કે કોઈ બીજા ઈતર પ્રમાણોથી થાય છે? જો પ્રથમ પક્ષ કહેશો કે અથપત્તિથી અન્યથાનુપપત્તિ જણાય તો “અન્યોન્યાશ્રય” નામનો દોષ લાગશે, કારણ કે અન્યથાનુપપદ્યમાન તરીકે જણાયેલો અર્થ થાય, તો જ તે અદેષ્ટાર્થથી અર્થોપત્તિની સિધ્ધિ થાય, અને અર્થોપત્તિ સિધ્ધ થઈને પ્રવર્તે, તો જ તેવી અથપત્તિની પ્રવૃત્તિથી આ અદેષ્ટાર્થની અન્યથાનુપપત્તિની પ્રતીતિ થાય, સારાંશ કે અન્યથાનુપપત્તિ જણાશે નહી ત્યાં સુધી અર્થપત્તિ સિધ્ધ થશે નહીં અને અર્થોપત્તિ સિધ્ધ થશે નહીં ત્યાં સુધી અન્યથાનુપપત્તિ જણાશે નહીં, એકબીજા એક બીજા ઉપર આધાર રાખતા હોવાથી કોઈ પ્રથમ જણાશે જ નહીં એમ અન્યોન્યાશ્રય દોષ આવશે.
प्रमाणान्तरं तु भूयोदर्शनम्, विपक्षेऽनुपलम्भो वा ? भूयोदर्शनमपि साध्यर्मिणि, दृष्टान्तर्मिणि वा ? यदि साध्यमिणि, तदा भूयो दर्शनेनैव साध्यस्यापि प्रतिपन्नत्वादापत्तेर्वैयर्थ्यम् । अथ दृष्टान्तधर्मिणि, तर्हि तत्र प्रवृत्तं भूयोदर्शनं साध्यधर्मिण्यप्यन्यथानुपपद्यमानत्वं निश्चाययति, तत्रैव वा ? तत्रोत्तरः पक्षोऽसन्, न खलु दृष्टान्तर्मिणि निश्चितान्यथानुपपद्यमानत्वोऽर्थः साध्यर्मिणि तथात्वेनानिश्चितः स्वसाध्यं गमयति, अतिप्रसङ्गात् । प्रथमपक्षे तु लिङ्गार्थापत्त्युत्थापकार्थयोर्भेदाभावः ।
હવે અથપત્તિ વિનાનાં બીજા પ્રમાણોથી “અન્યથાનુપપત્તિ” નો બોધ થાય એમ જો કહો તો તે પ્રમાણાન્તર શું છે? શું ભૂયોદર્શન છે (વારંવાર દેખવું તે છે)? કે વિપક્ષમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org