________________
૨ ૫ ૨
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
હવે “સંભવ” નામના પ્રમાણની ચર્ચા સમજાવે છે -
सम्भवोऽपि समुदायेन समुदायिनोऽवगम इत्येवं - लक्षण: "सम्भवति खार्यां द्रोणः" इत्यादि नानुमानात् पृथक् । तथाहि - खारी द्रोणवती खारीत्वात्, पूर्वोपलब्ध
खारीवत् ।
ચરક આદિ દર્શનકારો “સંભવ અને ઐતિહ્ય” નામનાં બે પ્રમાણો અધિક માને છે. તેમાં પ્રથમ સંભવ પ્રમાણની ચર્ચા કરે છે “સમુદાયવડે સમુદાયિનો બોધ થવો” આ લક્ષણવાળું સંભવ નામનું પ્રમાણ છે. એમ જે દર્શનકારો માને છે, તે પણ ઉચિત નથી કારણ કે તે અનુમાનથી પૃથર્ નથી. તેઓ કહે છે કે “ખારીમાં દ્રોણ સંભવે છે” પરંતુ અનુમાનથી આ સિધ્ધ થઈ શકે છે. તે આ પ્રમાણે - ખારી (પક્ષ), દ્રોણવાળી છે (સાધ્ય), ખારી હોવાથી (હેતુ), પૂર્વે જોયેલી ખારીની જેમ (દષ્ટાન્ત).
મોટામાં નાનાનો સંભવ, અધિકમાં હનનો સંભવ, તે સંભવ પ્રમાણ કહેવાય છે. અહીં વપરાયેલા ખારી અને દ્રોણ શબ્દો વસ્તુના વજનને સૂચવનારા શબ્દો છે. પ્રાચીનકાળમાં (૧) કુડવ, (૨) પ્રસ્થ, (૩) આઢક (૪) દ્રોણ અને (૫) ખારી આવાં માપો પ્રચલિત હતાં અને ઉત્તરોત્તર ચાર ગણા અધિક માપનાં સૂચક હતાં.
કુડવ એટલે પાશેર, આશરે (વર્તમાનકાલના માપે)૧૨૫ ગ્રામ ચાર કુડવનો સમુદાય તે ૧ પ્રસ્થ ચાર પ્રસ્થનો સમુદાય તે ૧ આઢક ચાર આઢકનો સમુદાય તે ૧ દ્રોણ
સોળ દ્રોણનો સમુદાય તે ૧ ખારી. હવે જ્યારે સોળ દ્રોણનો સમુદાય ભેગો થાય ત્યારે ૧ ખારી બને છે એટલે “ખારી એ સમુદાય કહેવાય” અને “દ્રોણ એ સમુદાયી” કહેવાય છે. જેનો સમુદાય થાય તે સમુદાયી, અને જે ભેગો થયેલો ઢગલો તે સમુદાય, હવે જ્યાં જ્યાં ખારી નામનો સમુદાય છે, ત્યાં ત્યાં તે સમુદાયના અંતર્વત દ્રોણાદિ સમુદાયી તો હોય જ, તે તો સંભવે જ, માટે સમુદાયીનો જે સંભવ તે સંભવપ્રમાણ કહેવાય છે, એમ ચરક આદિનું કહેવું છે.
તે સંભવપ્રમાણનો અનુમાનમાં સમાવેશ થઈ જ જાય છે. તેનાથી અધિકજ્ઞાન સંભવમાં કંઈ થતું જ નથી માટે પૃથર્ નથી. તે અનુમાનનો પ્રકાર આ પ્રમાણે છે. १. द्रोणस्तु खार्याः खलु षोडशांशः - लीलावती ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org