________________
પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ
પર્વતો, વૃદ્ધિમાન, ધૂમાત્, મહાનશવત્ ઇત્યાદિની જેમ.
खारी, द्रोणवती, खारीत्वात्, पूर्वोपलब्धखारीवत्
આ રીતે મોટા વજનમાં નાના વજનનો સમાવેશ અનુમાન પ્રમાણથી જાણી શકાય છે, તેથી તે સંભવપ્રમાણ તેમાં સમાઈ જ જાય છે. ભિન્ન પ્રમાણ માનવાની જરૂર જ નથી. ऐतिह्यं त्वनिर्दिष्टप्रवक्तृकं प्रवादपारम्पर्यमितीहोचुर्वृद्धाः, यथा “વૃત્ત વટે યક્ષ: प्रतिवसति" इति । तदप्रमाणम्, अनिर्दिष्टप्रवक्तृकत्वेन सांशयिकत्वात्, आप्तप्रवक्तृकत्वनिश्चये त्वागम इति ।
૨૫૩
-
જે જ્ઞાન પ્રવાદપરંપરારૂપ હોય, જાણે દંતકથા ચાલી આવતી હોય તેમ હોય, એટલે કે “વૃદ્ધ પુરૂષોએ આમ કહેલું છે એવા પ્રકારની પરંપરા રૂપ જ હોય” પરંતુ વાસ્તવિક જેનો કર્તા અજ્ઞાત હોય જેમ કે “આ વડલાના વૃક્ષમાં યક્ષ વસે છે” આવી ચાલી આવતી
લોકવાયકા તે ઐતિહ્યપ્રમાણ કહેવાય છે એમ ચરકદર્શનકાર કહે છે.
જૈનદર્શનકાર તેનું ખંડન કરતાં જણાવે છે કે - ચરકદર્શનકારની તે વાત અપ્રમાણ છે, અર્થાત્ મિથ્યા છે. કારણ કે આવી ચાલી આવતી લોકવાયકા (દંતકથા) તેનો કર્તા ન બતાવેલો હોવાથી સાચી હશે કે મિથ્યા ? એવા સંશયથી ભરેલી છે. અને સંશય તે અજ્ઞાનનો ભેદ હોવાથી આવી અનિર્દિષ્ટકર્તા વાળી દંતકથાઓ સાંયિક હોવાના કારણે અજ્ઞાનમાં અંતર્ગત હોવાથી પ્રમાણ જ નથી. અને જો તેનો કર્તા નિર્દિષ્ટ હોય અને તે કર્તા યથાર્થ હોય તો તે દંતકથા આપ્તપુરૂષની વાણી બનવાથી આગમ નામના પ્રમાણમાં સમવતાર પામે છે. માટે અધિક પ્રમાણ માનવાની જરૂર નથી. આ પ્રમાણે અનિર્દિષ્ટ કર્તા હોય તો તે સંશયમાં, અને નિર્દિષ્ટકર્તા હોય તો આગમમાં જ સમાઈ જાય છે.
यदपि प्रातिभमक्षलिङ्गशब्दव्यापारानपेक्षमकस्मादेव " अद्य मे महीपतिप्रसादो भविता" इत्याद्याकरं स्पष्टतया वेदनमुदयेत् । तदप्यनिन्द्रियनिबन्धनतया मानसमिति प्रत्यक्षकुक्षिनिक्षिप्तमेव ।
यत्पुनः प्रियाप्रियप्राप्तिप्रभृतिफलेन सार्धं गृहीतान्यथानुपपत्तिकात्मनः प्रसादोद्वेगादेर्लिङ्गादुदेति, तत् पिपीलिकापटलोत्सर्पणोत्थज्ञानवदस्पष्टमनुमानमेव । इति न प्रत्यक्षपरोक्षलक्षणद्वैविध्यातिक्रमः शक्रेणापि कर्तुं शक्यः ॥१॥
Jain Education International
વળી કેટલાક દર્શનકારો “પ્રાતિભ” નામનું જુદુ પ્રમાણ માને છે, તે પણ મનના નિમિત્તે થતું હોવાથી “માનસપ્રત્યક્ષ”માં જ અંતર્ગત થઈ જાય છે. તેને પણ ભિન્ન માનવાની કંઈ જરૂર નથી, તે ચર્ચા સમજાવે છે -
For Private & Personal Use Only
www.jainelibrary.org