________________
૨૫૪
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા પ્રતિભા (અંદરથી આત્માનો અવાજ તે પ્રતિભા) માત્ર વડે જે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પ્રાતિભપ્રમાણ કહેવાય છે, જે જ્ઞાન અક્ષ (એટલે ઇન્દ્રિયો), લિંગ (એટલે હેતુ), અને શબ્દ (એટલે આગમ) આ ત્રણેના વ્યાપારથી સર્વથા નિરપેક્ષ એવું, અકસ્માત જ અંદર આત્મામાંથી જ પ્રગટ થતું, જેમ કે “આજે અવશ્ય મારા ઉપર રાજાની પ્રસન્નતા થશે જ” ઇત્યાદિ આકારવાળું સ્પષ્ટપણે જે સંવેદન થાય છે તે પ્રાતિભપ્રમાણ કહેવાય છે. - ઇન્દ્રિયોથી જે જ્ઞાન થાય છે. તે પ્રત્યક્ષ, લિંગથી જે જ્ઞાન થાય છે. તે અનુમાન, અને આતવચનોથી જે જ્ઞાન થાય છે. તે આગમ, આ ત્રણેની અપેક્ષા વિના સહજપણે અંદરથી આત્માનો અકસ્માત્ જે અવાજ આવે કે આજે સારી અથવા ખરાબ ઘટના બનશે તે પ્રાતિજ્ઞાન કહેવાય છે એમ કોઈ દર્શનકારો માને છે.
જૈનદર્શનકાર ઉપરોક્ત વાતનું ખંડન કરતાં જણાવે છે કે આ જ્ઞાન પણ “મન” નામની અંદર રહેલી ઇન્દ્રિય, કે જેને બાધેન્દ્રિયોની અપેક્ષાએ અનિન્દ્રિય કહેવાય છે. તેના નિમિત્તે થતું હોવાથી આ જ્ઞાન પણ “માનસપ્રત્યક્ષ” નામના પ્રત્યક્ષપ્રમાણની કુક્ષિમાં સમાઈ જ જાય છે, તેથી અધિક માનવાની જરૂર નથી.
તથા વળી પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ વિગેરે ફળની સાથે ગ્રહણ કરી છે અન્યથા અનુત્પત્તિરૂપ વ્યાપ્તિ જેણે એવા આત્માને પ્રસન્નતા અને ઉદ્વેગતા આદિ લિંગોથી જે જ્ઞાન ઉદયમાં આવે છે તે પણ કીડીઓના સમૂહના ઉભરાવાથી ઉત્પન્ન થતા વરસાદના જ્ઞાનની જેમ અનુમાન જ છે, અધિક કંઈ પણ નથી.
કેટલીક વખત ચિત્તની પ્રસન્નતા જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે આત્મા અંદરથી એમ બોલી ઉઠે છે કે “આજે કંઈક પ્રિયઘટના અવશ્ય બનવી જોઈએ” જેમ કે પ્રભુની આરતી ઉતારતાં ઉતારતાં આવેલી ચિત્તની પ્રસન્નતાથી મયણાસુંદરી પોતાની સાસુને જણાવતી હતી કે “આજે આપશ્રીના આર્યપુત્ર અવશ્ય આવશે જ.”
કોઈક વખત ચિત્તના ઉદ્ગથી આત્મા અંદરથી બોલી ઉઠે છે કે આજે અવશ્ય કંઈક અપ્રિય ઘટના બનશે જ. જેમ કે રાજીમતીનું લગ્નકાળ ફરકેલું જમણું નેત્ર, અને તેનાથી ઉગી બનેલી તેણીએ જ સખીઓને કહ્યું કે આજે કોઈ અવશ્ય અપ્રિય ઘટના બનશે અને પરિણામે લગ્નવિચ્છેદ થયો, આવા આવા પ્રકારનાં જે કોઈ જ્ઞાનો થાય છે તે પણ અનુમાનની અંદર જ સમાય છે.
વ્યવહારમાં જેમ કીડીઓનાં નગરાં ઉભરાવાથી આજે અવશ્ય વૃષ્ટિ થશે જ, આ જેમ અનુમાન કહેવાય છે, તેની જેમ ઉપરોક્ત પ્રિય-અપ્રિયના ફળને આપનારાં, સંકેતોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org