________________
પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ
ભૂતલાદિ વસ્તુ ભૂતલાદિરૂપે સત્ છે અને ઘટાદિરૂપે અસત્ છે. જેથી ભૂતલ જણાયે છતે જ તેના વિશેષણરૂપે ઘટાભાવ પણ તે જ પ્રત્યક્ષવડે જણાય છે. તળાવના પાણીમાં પગનો સંયોગ થતાં જ ઠંડુ છે એમ જેમ જણાય છે તેવી જ રીતે તે જ ક્ષણે તે જ પ્રત્યક્ષવડે આ પાણી ગરમ નથી એમ પણ જણાય જ છે, માટે અધિકપ્રમાણની આવશ્યકતા નથી.
વસ્તુમાં રહેલું સત્ સ્વરૂપ જે પ્રમાણથી જણાય છે તે જ પ્રમાણથી તેમાં રહેલું ‘‘અસત્’’ સ્વરૂપ પણ જણાય જ છે. જેમ કે જલગત શીતસ્પર્શ સ્પાર્શનપ્રત્યક્ષથી ગ્રાહ્ય છે તો તે જ જલગત ઉષ્ણસ્પર્શોભાવ પણ સ્પાર્શનપ્રત્યક્ષથી જ ગ્રાહ્ય છે. રસોઈમાં રહેલી મીઠાશ-તીખાશ જો રાસનપ્રત્યક્ષથી ગ્રાહ્ય છે, તો તે જ રસોઈમાં રહેલો મીઠાશનો અભાવ કે કડવાશનો અભાવ કે તીખાશનો અભાવ પણ રાસનગ્રાહ્ય જ છે. પુષ્પમાં રહેલી સુગંધ જો પ્રાણજ પ્રત્યક્ષ છે તો તેમાં જ રહેલો દુર્ગન્ધનો અભાવ પણ ઘ્રાણજ ગ્રાહ્ય જ છે. આ રીતે સર્વત્ર સમજવું, તે કારણથી -
૨૫૧
(૧) બીજા દેશમાં ગયેલા પુરૂષને પોતાના પ્રાચીનદેશનું ભૂતલ જો સ્મરણવડે જણાતું હોય તો તે કાલે તે ભૂતલ અઘટ છે, અર્થાત્ ઘટાદિ વિનાનું છે તેવો અભાવનો બોધ પણ સ્મરણથી જ જણાય છે.
(૨) બીજા દેશમાં જઈને પાછા ફરેલા પુરૂષને પોતાના પ્રાચીન દેશને પુનઃ જોતાં “તે જ આ આપણો દેશ આવ્યો' એ જેમ પ્રત્યભિજ્ઞાનવડે જણાય છે તેવી જ રીતે પાછા ફરેલા તે જ પુરૂષને તે કાળે “ઘટાદિ વિનાનો આ તે જ દેશ આવ્યો” ઇત્યાદિ થતું શાન પણ પ્રત્યભિજ્ઞાન પ્રમાણવડે જ થાય છે.
(૩) આ જ પ્રમાણે “જે અગ્નિમાન્ ન હોય તે સરોવરની જેમ ધૂમવાન્ પણ ન જ હોય” આવું અભાવનું જ્ઞાન તર્કવડે પણ થાય છે.
(૪) તથા અહીં ધૂમ નથી જ, કારણ કે વ્યાપક એવા અગ્નિની અનુપલબ્ધિ હોવાથી, આવું અભાવનું જ્ઞાન અનુમાનવડે પણ થાય છે.
(૫) તથા “આ ઘરમાં ગર્ગ નથી” આવા પ્રકારના અભાવનું જ્ઞાન આપ્તપુરૂષની વાણીરૂપ આગમપ્રમાણથી પણ થાય છે.
આ પ્રમાણે જે જે વસ્તુનું જ્ઞાન જે જે પ્રમાણોથી થાય છે તે તે વસ્તુમાં રહેલો અભાવ પણ તે તે પ્રમાણોથી જણાતો હોવાથી હે મીમાંસકો ! કહો, અભાવપ્રમાણ ક્યાં પ્રવર્તશે ? માટે “અભાવ'' પ્રમાણને માનવાની બીલકુલ જરૂર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org