________________
૨ ૫૦
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
____ अथ न संसृष्टं नाप्यसंसृष्टं प्रतियोगिभिः भूतलादिवस्तु प्रत्यक्षेण गृह्यते, वस्तुमात्रस्य तेन ग्रहणाभ्युपगमादिति चेत् ? तदपि दुष्टम्, संसृष्टत्वासंसृष्टत्वयोः परस्परपरिहारस्थितित्पत्वेनैकनिषेधेऽपरविधानस्य परिहर्तुमशक्यत्वात्-इति-सदसद्यवस्तुग्रहणप्रवणेन प्रत्यक्षेणैवायं वेद्यते । क्वचित्तु “तदघटं भूतलम्" इति स्मरणेन, “तदेवेदमघटं भूतलम्" इति प्रत्यभिज्ञानेन, “योऽग्निमान् न भवति, नासौ धूमवान्" इति तर्केण, "नात्र धूमोऽनग्नेः" इति अनुमानेन, “गृहे गर्गो नास्ति" इत्यागमेनाभावस्य प्रतीतेः क्वाभावप्रमाणं प्रवर्तताम् ?
મીમાંસક - હે જેન ! તમે અમારી વાત તો સાંભળો. પ્રતિયોગી એવા ઘટાદિથી સંસ્કૃષ્ટ (યુક્ત) એવી ભૂતલાદિ વસ્તુ, કે અસંસ્કૃષ્ટ (રહિત) એવી ભૂતલાદિ વસ્તુ પ્રત્યક્ષપ્રમાણ વડે ગ્રહણ કરાતી નથી એમ અમે કહીએ છીએ, કારણ કે તે પ્રત્યક્ષપ્રમાણ વડે તો ભૂતલાદિ વસ્તુ માત્રનું જ ગ્રહણ કરાય છે. એમ અમારાવડે સ્વીકારાયું છે.
“આ ભૂતલ માત્ર છે” આટલું ધર્મીમાત્રનું જ પ્રત્યક્ષજ્ઞાન પ્રત્યક્ષપ્રમાણવડે થાય છે, પરંતુ તે ભૂતલાદિ વસ્તુ કેવી છે? શું પ્રતિયોગી એવા ઘટાદિથી સંસ્કૃષ્ટ છે કે અસંસૃષ્ટ છે ઇત્યાદિ ધર્મોનું (તેના વિશેષણોનું) જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણવડે થતું નથી. તેથી પ્રતિયોગી એવા ઘટાદિના અભાવને જાણવા માટે “અભાવ” પ્રમાણ માનવું જોઈએ એમ અમારૂં કહેવું છે.
જૈન - હે મીમાંસકો - તમારું આ પ્રમાણે કહેવું તે પણ દુષ્ટ જ છે (દોષિત જ છે) કારણ કે ધર્મ અને ધર્મી એકાન્ત ભિન્ન નથી, ધર્મી જણાયે છતે તેના સંબંધી ધર્મ પણ તે ઇન્દ્રિય સંબંધી પ્રત્યક્ષવડે જણાય જ છે. જેમ ચક્ષુવડે ઘટ જણાયે છતે ઘટસંબંધી કૃષ્ણનીલ-રક્તાદિરૂપ ધર્મો પણ ચક્ષુથી જ જણાય છે અને આ ઘટ કાળો નથી. કે લાલ નથી એમ અભાવ પણ ચક્ષુથી જ જણાય છે. તેવી જ રીતે સંસ્કૃષ્ટ અને અસંસૃષ્ટ ધર્મો પણ પરસ્પર વિરોધી હોવાથી એક હોય ત્યાં બીજો ન હોય, અને બીજો હોય ત્યાં પહેલો ન હોય, એમ પરસ્પર પરિહારે રહેતા હોવાથી કોઈ પણ એકનો જો નિષેધ કરો તો બીજા ધર્મનું વિધાન રોકવું અશક્ય હોવાથી ભૂતલાદિ ધર્મ ગ્રહણ કરાયે છતે બન્ને ધર્મોમાંથી એક ધર્મનું ગ્રહણ તો પ્રત્યક્ષપ્રમાણવડે અવશ્ય થાય જ છે. કારણ કે સંસારની તમામ વસ્તુઓ “અસ” ઉભયરૂપ છે. માટે સઅસદ્ ઉભયરૂપ વસ્તુને ગ્રહણ કરવામાં પ્રવર્તતા એવા પ્રત્યક્ષપ્રમાણ વડે જ અહીં ઘટાભાવ છે, એવો આ અભાવ જણાઈ જ જાય છે. તેથી અધિકપ્રમાણ માનવાની જરૂર જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org