________________
૨ ૪ ૮
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
અભાવપ્રમાણ કહેવાય છે અને પર્યાદાસપક્ષે વિચારીએ ત્યારે ઘટની વિવિકતતાવાળી (એટલે કે ઘટથી રહિત) એવી ઘટાભાવવાળી (ઘટથી અન્ય એવી) ભૂતલ વસ્તુનું જે જ્ઞાન તે અભાવપ્રમાણ કહેવાય છે.
ભૂતલ ઉપર ઘટ નથી. એમ જ્યારે જણાય છે. ત્યારે નિષેધમુખ્ય હોવાથી પ્રસજ્ય પ્રતિષેધ કહેવાય છે અને ઘટરહિત એવું આ ભૂતલ છે એમ જ્યારે જણાય છે ત્યારે ભૂતલની મુખ્યતા છે માટે પર્યદાસપ્રતિષેધ કહેવાય છે. વ્યાકરણશાસ્ત્રોમાં કહ્યું છે કે –
द्वौ नौ प्रकृतौ लौके, पर्युदासप्रसज्यको ।
पर्युदासः सदृग्ग्राही, प्रसज्यस्तु निषेधकृत् ॥ આ બન્ને પ્રકારનો નિષેધ એ જ અભાવપ્રમાણ છે. આ પ્રમાણે મીમાંસકો “અભાવ” પ્રમાણની સિધ્ધિ કરે છે.
જૈન - તે અભાવપ્રમાણ પણ યથાયોગ્ય રીતે પ્રત્યક્ષાદિ (બન્ને) પ્રમાણમાં અંતર્ગત જ થાય છે. તેથી જુદુ માનવાની જરૂર નથી. ગ્રન્થકારશ્રી જણાવે છે કે મીમાંસકોના દર્શનમાં “અભાવપ્રમાણની” સિધ્ધિ કરવા માટે નીચે મુજબ સામગ્રી અભાવપ્રમાણની બતાવેલી છે. (ભૂતલાદિ અન્ય) વસ્તુઓનો સભાવ જોઈને અને તે જ કાળે ત્યાં જેનો અભાવ છે તે અભાવના પ્રતિયોગીને યાદ કરીને બાહ્ય ઇન્દ્રિયોની અપેક્ષા વિના મનમાત્રથી “અહીં ઘટ નથી” આવા પ્રકારનું જે “નાસ્તિતાનું જ્ઞાન થાય છે તેને જ અભાવપ્રમાણ કહેવાય છે.
(૧) આધારાત્મક (એવા ભૂતલાદિ) વસ્તુનો સદ્ભાવ ગ્રહણ કરવો. (૨) તેના ઉપર પ્રતિયોગીનું સ્મરણ થવું. (૩) બાહ્ય ઇન્દ્રિયોની અપેક્ષા ન રાખવી અને (૪) મનમાત્રથી જ “અહીં ઘટ નથી” એવું નાસ્તિતાનું જ્ઞાન કરવું.
અભાવપ્રમાણને ઉત્પન્ન કરનારી આ સામગ્રી છે, આ સામગ્રીથી અભાવ પ્રમાણ પ્રગટે છે, એમ મીમાંસકો માને છે.
तत्र च भूतलादिकं वस्तु प्रत्यक्षेण घटादिभिः प्रतियोगिभिः संसृष्टं, असंसृष्टं वा गृह्येत ? नाद्यः पक्षः, प्रतियोगिसंसृष्टस्यभूतलादिवस्तुनः प्रत्यक्षेण ग्रहणे तत्र प्रतियोग्यभावग्राहकत्वेनाभावप्रमाणस्य प्रवृत्तिविरोधात् । प्रवृत्तौ वा न प्रामाण्यम्, प्रतियोगिनः सत्त्वेऽपि तत्प्रवृत्तेः । द्वितीयपक्षे तु अभावप्रमाणवैयर्थ्यम् प्रत्यक्षेणैव प्रतियोगिनां कुम्भादीनामभावप्रतिपत्तेः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org