________________
૨૪૬
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
આ પાંચ અંગ તો હોય જ છે. કદાચ હેતુ કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી હોય તો પણ સપક્ષસત્ત્વ અથવા વિપક્ષ અસત્ત્વ ન હોવાથી ચાર અંગો હોય છે. પરંતુ આનાથી ઓછા અંગો તો હોતાં જ નથી. તેથી પક્ષધર્મતા તો અવશ્ય હોય જ છે પક્ષધર્મતાથી વધ્ય (રહિત) કોઈ અનુમાન જ હોતું નથી તો અમારે વધારે પ્રમાણો માનવાં પડશે આવો દોષ આપવાનો અર્થ શું ?
જૈન - હે મીમાંસક! આવું ન કહેવું. કારણ કે તમારા જ શાસ્ત્રોમાં તમારા જ ગુરુ શ્રીકુમારિલ્લ ભટ્ટે આ પ્રમાણે સ્વયં જણાવ્યું છે કે -
માતા-પિતા બ્રાહ્મણ હોવાથી આ પુત્ર પણ બ્રાહ્મણ છે. આવા પ્રકારનું પક્ષધર્મતા વિનાનું અનુમાન સંભવતું હોવાથી તથા આ અનુમાન સર્વલોક પ્રસિદ્ધ છે. તેથી સર્વ ઠેકાણે પક્ષધર્મતાની અપેક્ષા હોતી નથી. તેના અનુમાનનો પ્રકાર આ પ્રમાણે છે -
મયં પુત્ર, ત્રાપ:, પિત્રો શ્રદિપત્નિન્ આ અનુમાનમાં માત-પિતાગત બ્રાહ્મણત્વ એ હેતુ છે, તે હેતુ “યં પુત્રઃ” એ પક્ષમાં વર્તતો નથી, કારણ કે જે ધર્મ એક વ્યકિતગત હોય છે. તે ધર્મ તે ધર્મીથી અલગ થઈ શકતો નથી. તેથી હેતુ પક્ષમાં ન વર્તતો હોવાથી પક્ષધર્મતા નથી. છતાં અવિનાભાવ હોવાથી સાધ્યસિધ્ધિ થાય છે. આ અનુમાનના ઉપલક્ષણથી બીજાં અનુમાનો પણ આવાં આવાં પક્ષધર્મતારહિત ઘણાં છે તે સ્વયં સમજી લેવાં જેમ કે -
उपरिवासे, वृष्टो मेघः, नदीपूरस्यात्र दर्शनात् । देवदत्तो, मृत्यु प्राप्तः, तस्य भार्यायां सौभाग्यचिह्नादर्शनात् ।
શે, હિતશ્ચન્દ્ર, નનવન્દ્રવર્ણનાત્ ઈત્યાદિ ઘણાં અનુમાનો પક્ષધર્મતા વિનાનાં હોય છે. આવું કુમારિત્ન ભટ્ટ મુનિએ પણ સ્વશાસ્ત્રોમાં સ્વયં પોતે પણ જણાવ્યું છે.
આ રીતે વિચારણા કરતાં મીમાંસકદર્શનકારોએ માનેલું અથપત્તિ નામનું પ્રમાણ જૈનદર્શનકારોને માન્ય એવા પરોક્ષપ્રમાણના અનુમાનનામના ઉત્તરભેદમાં સમાઈ જ જાય છે, તેથી અધિક માનવાની જરૂર નથી. હવે “અભાવ” નામના પ્રમાણની ચર્ચા શરૂ કરે છે -
यदपि -
प्रत्यक्षादेरनुत्पत्तिः, प्रमाणाभाव उच्यते । साऽऽत्मनोऽपरिणामो वा, विज्ञानं वाऽन्यवस्तुनि ॥
(મીમાંસારત્નોવેવાર્તિ-સમાવપરિચ્છેદ્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org