________________
પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ
૨૪૩
શકે ? અને જો અન્યથાનુપપત્તિ જાણ્યા વિના ત્યાં ધૂમ હેતુ, સ્વસાધ્યને જણાવે તો તે ધૂમની જેની સાથે અન્યથાનુ૫પત્તિ નથી જાણી એવા જળ-વાયુને પણ કેમ ન જણાવે ? જળ-વાયુને પણ જણાવશે એમ અતિવ્યાપ્તિ દોષ આવશે.
હવે જો પહેલો પક્ષ કહેશો તો એટલે કે દૃષ્ટાન્નધર્મીમાં જોયેલું ભૂયોદર્શન સાધ્યધર્મિમાં (પર્વતમાં) પણ અન્યથાનુપપત્તિને જણાવે છે એમ જો કહો તો અનુમાન પ્રમાણમાં આવતું લિંગ, અને સાધ્યમિમાં આ અર્થોપત્તિને ઉત્પન્ન કરનારી એવી અન્યથાનુપપત્તિને જણાવનારું એવું આ ભૂયોદર્શન આ બન્નેમાં કંઈ જ ભેદ નથી, બન્નેમાં ભેદનો અભાવ જ છે. ભૂયોદર્શનવડે અન્યથાનુપપત્તિ દ્વારા અથપત્તિ થાય કે લિંગવડે અન્યથાનુપત્તિદ્વારા અનુમાન થાય. આ બન્નેનો અર્થ એક જ છે. આથી આ અર્થાપત્તિ અનુમાન પ્રમાણમાં સમાપ્ત જ થશે, અધિકપ્રમાણ તરીકે રહેશે નહીં.
સારાંશ કે દૃષ્ટાન્નધર્મીમાં જોયેલા લિંગથી વારંવાર અનુભવ કરવાવડે લિંગ-સાધ્યની અન્યથાનુપપત્તિ જાણવા દ્વારા સાધ્યધર્મી એવા પર્વતમાં પણ અન્યથાનુપપત્તિને જણાવવા દ્વારા તે લિંગ જ ત્યાં સાધ્યધર્મીમાં પણ સ્વસાધ્યને જેમ જણાવે છે, તે જ રીતે દેખાત્તધર્મીમાં વારંવાર જોયેલો હવાડાનત્વે ધૂર્તત્વમ્ એવા ભૂયોદર્શનવડે સાધ્યધર્મી એવા દેવદત્તમાં પણ અન્યથાનુપપત્તિ જણાવવા દ્વારા સ્વસાધ્ય એવા રાત્રિભોજનને આ સ્થૂલત્વ જણાવે જ છે. તેથી દષ્ટાનધર્મીમાં કરાયેલું આ ભૂયોદર્શન જો સાધ્યધર્મીમાં અન્યથાનુપપત્તિને (અવિનાભાવને) જણાવતું હોય એમ તમે માનશો તો જેમ લિંગ દ્વારા સાધ્યધર્મીમાં અન્યથાનુપપત્તિ જાણવાથી અવિનાભાવી એવા સ્વસાધ્યને અનુમાનપ્રમાણમાં તે લિંગ જણાવે છે એ જ રીતે દેખાત્તધર્મીમાં જોવાયેલું આવા પ્રકારનું સ્થૂલત્વ દેવદત્ત આદિ સાધ્યધર્મીમાં પણ અન્યથાનુપપત્તિને જણાવતું છતું સ્વસાધ્ય એવા રાત્રિભોજનને જણાવશે જ, તેથી અથપત્તિ અને અનુમાન બન્ને પ્રમાણમાં કંઈ જ ભેદ રહેશે નહીં. અનુમાન કરાવનાર લિંગ, અને અર્થોપત્તિ કરાવનાર ભૂયોદર્શન આ બન્ને અન્યથાનુપપત્તિ દ્વારા સમાન જ છે, કંઈ જ ભેદ નથી.
विपक्षेऽनुपलम्भात् तदवगम इति चेत् ? नन्वसावनुपलम्भमात्ररूयोऽनिश्चितः, निश्चितो वा तदवगमयेत् ? प्रथमपक्षे तत्पुत्रत्वादेरपि गमकत्वापत्तिः । निश्चितश्चेत्, तर्वानुमानमेवार्थापत्तिरापन्ना, निश्चितान्यथानुपपत्तेरनुमानरूपत्त्वात् । न च सपक्षसद्भावासद्भावकृतोऽनुमानार्थापत्त्योर्भेदः, पक्षधर्मतासहितादनुमानात् तद्रहितस्य प्रमाणान्तरत्वानुषङ्गात् । न च पक्षधर्मत्ववन्ध्यमनुमानमेव नास्ति, इति वाच्यम्,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org