________________
૨૪૦
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
પરંતુ ઉપરોક્ત ત્રણે જ્ઞાનો “પૂર્વાપરની સંકલનારૂપ જ્ઞાન છે” માટે આગળ ત્રીજા પરિચ્છેદમાં અમારા વડે કહેવાતા પરોક્ષપ્રમાણના પ્રતિભેદરૂપ એવા પ્રત્યભિજ્ઞાન નામના પ્રમાણમાં જ અંતર્ગત થઈ જાય છે, આ વાત ત્યાં સમર્થન કરાશે. अर्थापत्तिरपि -
प्रमाणषट्कविज्ञातो, यत्रार्थोऽनन्यथाभवन् । अदृष्टं कल्पयेदन्यं, साऽर्थापत्तिरुदाहृता ॥१॥
(મીમાંસારનો વાર્તિા - થfપત્તિપરિચ્છેદ્ર- વ-૨) इत्येवंलक्षणाऽनुमानान्तर्गतैव । तथाहि - अर्थापत्त्युत्थापकोऽर्थोऽन्यथानुपपद्यमानत्वेन अनवगतः, अवगतो वाऽदृष्टार्थपरिकल्पनानिमित्तं स्यात् ? न तावदनवगतः, अतिप्रसङ्गात् । अथावगतः, त_न्यथाऽ-नुपपद्यमानत्वावगमोऽर्थापत्तेरेव, प्रमाणान्तराद् वा ? प्राच्यप्रकारे परस्पराश्रयः, तथाहि - अन्यथाऽनुपपद्यमानत्वेन प्रतिपन्नादर्थादर्थापत्तिप्रवृत्तिः, तत्प्रवृत्तेश्चास्यान्यथानुपपद्यमानत्वप्रतिपत्तिरिति ।
અર્થોપત્તિ” નામનું પ્રમાણ મીમાંસકો જે માને છે તે પણ અનુમાનની અંતર્ગત જ છે. તેઓના મતે અથપત્તિનું આવું લક્ષણ મીમાંસા શ્લોકવાર્તિકમાં કર્યુ છે -
પ્રત્યક્ષ, અનુમાન, આગમ, અર્થોપત્તિ, ઉપમાન અને અભાવ આ છ પ્રમાણો છે. તેના વડે જણાયેલો પદાર્થ, જેના વિના ન સંભવતો છતો, અદૃષ્ટ એવા અન્યની કલ્પના કરાવે તે અર્થપત્તિ કહેવાયેલી છે. અહીં મૂળ શ્લોકમાં પ્રHITS શબ્દથી જો કે છે પ્રમાણ કહ્યાં છે. તો પણ અર્થોપત્તિને છોડીને શેષ પાંચ પ્રમાણો વડે જણાતો પદાર્થ જે અદષ્ટ એવા અન્યની કલ્પના કરાવે તે અર્થાપત્તિ કહેવાય એમ અર્થ કરવો. કારણ કે અર્થોપત્તિ તો સાધ્ય જ છે. (જુઓ શ્રી જ્ઞાનચંદ્રજી કૃત ટિપ્પણી) જેમ કે “નો તેવો દિવ ન મ " - પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે દેખાતું પીનત્વ, દિવસના ભોજનનું અંદષ્ટપણું હોવાથી અન્ય એવા રાત્રિભોજનની કલ્પના કરાવે છે, માટે તે અથપત્તિ પ્રમાણ કહેવાય છે.
મીમાંસક દર્શનકારોએ માનેલી આ અથપત્તિ પણ જૈનદર્શનકારોએ બતાવેલા પરોક્ષપ્રમાણના પ્રતિભેદરૂપ “અનુમાન” પ્રમાણમાં અંતર્ગત થઈ જ જાય છે, તેની ચર્ચા આ પ્રમાણે છે -
અર્થોપત્તિ પ્રમાણને ઉત્પન્ન કરનારો એવો “પીનત્વાદિ” જે અર્થ છે. તે દિવસનું અભોજન હોતે છતે “રાત્રિભોજનની સાથે” અન્યથાનુપપદ્યમાન તરીકે ન જણાયો છતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org