________________
પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ
તે અરણ્યવાસી પુરૂષે કહ્યું કે “જેવી ગાય હોય છે તેવું જ ગવય હોય છે” એટલે કે “ગાયના જેવું ગવય હોય છે” તે સાંભળ્યા પછી ગાઢ અરણ્યમાં ગયેલા એવા તે સેવકપુરૂષને આપ્તપુરૂષના અતિદેશવાળા વાક્યાર્થનું સ્મરણ છે સહકારિકારણ જેમાં એવું ગાયના સરખું હોય તે ગવયપિંડ કહેવાય છે એવું જે જ્ઞાન વર્તે છે, તે જ્ઞાન ભાવિમાં આ જે સામે દેખાય છે તે જ ગવયશબ્દથી વાચ્ય પદાર્થ છે એવા પ્રકારની ફળપ્રત્તિપત્તિને (ફળસ્વરૂપ બોધને) ઉત્પન્ન કરતું છતું ઉપમાન પ્રમાણ કહેવાય છે.
“મોસÇશો ગવય:' આવું જે જ્ઞાન તે જ ઉપમાનપ્રમાણ છે કારણ કે તેનાથી ભાવિમાં “આ તે જ ગવય છે” એવો બોધ થવાનો છે. ભાવિમાં “આ તે જ ગવય છે’ એવા થનારા બોધને કાર્યસ્વરૂપ હોવાથી ઉપમિતિ કહેવાય છે અને ‘‘૩૫મિતિ રામુપમાનમ્' એ વાક્યના બળે પૂર્વોક્ત ઉપમિતિના કરણભૂત એવા ‘‘ગોરવૂશો વય’. આ જ્ઞાનને ઉપમાન પ્રમાણ કહેવાય છે. આ તૈયાયિકોની માન્યતા સમજાવી. હવે મીમાંસકોની માન્યતા નૈયાયિકોથી કંઈક જુદી છે. તે હવે સમજાવે છે -
૨૩૯
મીમાંસકોના મતે વળી ઉપમાનનું સ્વરૂપ આ પ્રમાણે છે કે - જે પ્રમાતા વડે ગાય ઓળખાઈ છે પરંતુ ગવય ઓળખાયો નથી. તથા “ગાયના જેવું હોય તે ગવય કહેવાય છે” આવું જેણે સાંભળ્યું પણ નથી. તેવા પ્રમાતાને વિકટ એવી અટવીમાં ફરવામાં લંપટ બનેલાને (અર્થાત્ વિકટ અટવીમાં ફરતાં ફરતાં તે પ્રમાતાને) ગવય નામનો પદાર્થ પ્રથમ દૃષ્ટિગોચર થયે છતે પરોક્ષ રહેલી એવી ગાયમાં જે સાદશ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમ કે “આ સામે દેખાતા પ્રાણીની સાથે સમાન તે ગાય છે” આવા પ્રકારનું જ્ઞાન, અથવા “આની સાથે તે ગાયની સમાનતા છે'' આવા પ્રકારનું જે સાર્દશ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ઉપમાન પ્રમાણ છે.
મીમાંસા શ્લોકવાર્તિક નામના ગ્રન્થમાં ઉપમાનપરિચ્છેદમાં સાડત્રીસમા શ્લોકની અંદર કહ્યું છે કે -
तस्मात्
–
તે પ્રત્યક્ષ દેખાતા એવા ગવયના જ્ઞાનથી જે ગાયનું સ્મરણ થાય છે, તે સાર્દશ્યતાથી યુક્ત એવું જ્ઞાન, અથવા ગાયનું તે ગવયની સાથે સંબંધવાળું એવું સાદેશ્યજ્ઞાન ઉપમાન પ્રમાણનો વિષય છે. આવું શ્લોકવાર્તિકકારનું વચન છે.
સારાંશ કે નૈયાયિકોના મતે “ગોસર્દેશો નવયઃ'' એ ઉપમાન છે. અને મીમાંસકોના મતે ‘“અનેન સર્દેશ: સ ગૌ: અથવા તસ્ય શોનેનસાદૃશ્યમ્' આવા પ્રકારનાં બન્ને જ્ઞાનો ઉપમાન પ્રમાણ છે. એમ બન્ને દર્શનકારો માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org