________________
પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ
આમ કહેવાથી જે કોઈ દાર્શનિકોવડે પ્રત્યક્ષપ્રમાણની જ માત્ર જ્યેષ્ઠતા (અધિકતા) મનાઈ છે. તે આ માન્યતા શ્રેષ્ઠ નથી. કારણ કે બન્ને પ્રમાણજ્ઞાનોમાં પ્રામાણ્ય (પ્રમાણતા) સરખું જ છે. પ્રથમ પરિચ્છેદના ઓગણીસમા સૂત્રમાં કહેલી પ્રમાણતાને આશ્રયી બશે પ્રમાણો અવ્યભિચારી હોવાથી તુલ્યકક્ષાવાળાં છે. એમ સૂચવવા માટે જ સૂત્રકારે મૂલસૂત્રમાં બે ચ નો પ્રયોગ કર્યો છે.
ननु कथमेतद् द्वैतमुपपद्यते - यावता प्रत्यक्षमेवैकं प्रमाणमिति चार्वाकोऽवोचत्, अपरे तु प्रत्यक्षानुमानागमोपमानार्थापत्त्यभाव-संभवैतिह्यप्रातिभस्वभावान् भूयसो भेदान् પ્રમાળસ્ય પ્રોવુઃ । તથર્મતત્ - જ્ઞતિ શ્વેત્ ?
उच्यते - समर्थयिष्यमाणप्रमाणभावेनानुमानेन तावच्चार्वाकस्तिरस्करणीयः, अपरे तु सम्भवत्प्रमाणभावानामत्रैवान्तर्भावेन बोधनीयाः, तत्रानुमानागमौ परोक्षप्रकारावेव व्याख्यास्येते ।
“પ્રત્યક્ષ અને પરોક્ષ’ એમ પ્રમાણો બે જ છે આ વાત કેમ ઘટી શકે ? તદ્-દ્વૈતમ્ = આ દ્વૈત છે અર્થાત્ બે જ છે એમ કેવી રીતે ઘટી શકે ? કારણ કે “પ્રત્યક્ષ એ જ એક પ્રમાણ છે” એમ ચાર્વાક દર્શનકાર કહે છે અને વળી અન્યદર્શનકારો પ્રત્યક્ષ-અનુમાનઆગમ-ઉપમાન-અર્થાપત્તિ-અભાવ-સંભવ-ઐતિહ્ય અને પ્રાતિભ-સ્વભાવવાળા બીજા ઘણા ભેદો પ્રમાણના માને છે. કોઈ દર્શનકાર બે, કોઈ ત્રણ, કોઈ ચાર, કોઈ પાંચ ઇત્યાદિ અનેકભેદો દર્શનશાસ્ત્રોમાં જોવા મળે છે. તો પ્રમાણના બે જ ભેદ છે એવું ગ્રન્થકારશ્રીનું વાક્ય કેવી રીતે યુક્તિસંગત થાય ?
૨૩૭
ઉત્તર :- આગળ ત્રીજા પરિચ્છેદમાં “અનુમાન” એ પણ સ્વ-પર વ્યવસાયી હોવાથી પ્રમાણ જ છે એવું અમે સમર્થન કરવાના જ છીએ, તેથી ભાવિમાં (ત્રીજા પરિચ્છેદમાં) સમર્થન કરાતો (સિધ્ધ-સાબિત કરાતો) છે પ્રમાણભાવ જેનો એવા પ્રકારના અનુમાનપ્રમાણ વડે પ્રથમ ચાર્વાક તો દૂર જ કરવા યોગ્ય છે. અનુમાન પ્રમાણ સિધ્ધ થશે એટલે ચાર્વાકદર્શનની માન્યતા આપોઆપ જુઠ્ઠી સાબિત-સિધ્ધ થઈ જશે. કારણ કે તે અનુમાનને પ્રમાણ માનતો નથી.
अपरे तु = અન્ય દર્શનકારોએ માનેલાં જે જે પ્રમાણો છે. તેમાં જે જે પ્રમાણોમાં “પ્રમાણભાવ” (પ્રમાણપણું = પ્રામાણ્ય) સંભવે છે. તે તે સંભવતો છે પ્રમાણભાવ જેનો એવા અનુમાનાદિ પ્રમાણોનો રૈવ = અમારા માનેલા આ બે પ્રમાણોમાં જ અંતર્ભાવ થતો હોવાના કારણે તે અપરદર્શનકારો સમજાવવા યોગ્ય છે. સારાંશ કે તેઓએ માનેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org