________________
૨ ૩૬
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
અને પ્રયોગોમાં ત્રિલિંગતા દેખાય છે. જેમ કે “પ્રત્યક્ષ વો:” = આ બોધ પ્રત્યક્ષ છે. “પ્રત્યક્ષ વૃદ્ધિ” = આ બુદ્ધિ પ્રત્યક્ષ છે. ઇત્યાદિ વાક્યોમાં તુન્ અર્થ (વાળો અર્થ) ઘટતો નથી, ફક્ત પ્રત્યક્ષજ્ઞાનાત્મક જે સંવેદન છે તે જ સંવેદન બોધ અને બુદ્ધિ શબ્દ વડે કહેવાય છે. એટલે પ્રત્યક્ષ પ્રેક્ષક્ષ અને પ્રત્યક્ષ પસ્માક્ષી ઇત્યાદિક કોઈક કોઈક જગ્યાએ જ્યાં મહુઅર્થ (વાળો અર્થ) ઘટતો હોય ત્યાં તો સત્ પ્રત્યય કરીને ત્રિલિંગતા સિધ્ધ થઈ શકે પરંતુ સર્વત્ર આમ બની શકતું નથી. જ્યાં તુન્ અર્થ (વાળો અર્થ) નથી
ત્યાં અત્ પ્રત્યાયના અભાવે ત્રિલિંગતા થતી નથી. માટે અમે મા શબ્દ ન લેતાં, કક્ષ શબ્દ લીધો છે અને અવ્યયીભાવ સમાસ ન કરતાં તપુરૂષ સમાસ કરેલો છે.
___ अक्षाणां परम् = अक्षव्यापारनिरपेक्षं मनोव्यापारेणाऽसाक्षादर्थपरिच्छेदकं परोक्षमिति परशब्दसमानार्थेन परस् शब्देन सिद्धम् ।
ઇન્દ્રિયોના વ્યાપારથી જે પર, એટલે કે જે ઇન્દ્રિયોના વ્યાપારથી નિરપેક્ષ છે માત્ર મનના જ વ્યાપાર વડે અસાક્ષાત્ (અસ્પષ્ટ) અર્થનો બોધ કરાવનારું એવું જે જ્ઞાન છે. તે પરોક્ષ, ઇન્દ્રિયોએ જે વિષય સાક્ષાત્ અનુભવ્યો હોય તે કાલે જેવો સ્પષ્ટ બોધ થાય છે તેવો સ્પષ્ટ બોધ જ્યાં ન હોય, માત્ર મનથી કલ્પના કરાતી હોય, ધૂમ દેખીને વદ્ધિના અનુમાનની જેમ, તે અસ્પષ્ટ અર્થ બોધ કરાવનારા જ્ઞાનને “પરોક્ષ” કહેવાય છે.
પ્રશ્ન :- મક્ષ + પર આ બે શબ્દોનો જો આ સમાસ બન્યો હોય તો પર શબ્દનો પૂર્વનિપાત થતાં પર + અક્ષ (સમાનાનાં તેર વર્ષ) ૧-૨-૧ સૂત્રથી દીર્ઘ થઈને પરાક્ષ બનવું જોઈએ પરોક્ષ કેમ બન્યું?
ઉત્તર :- અહીં પર શબ્દ નથી, પરંતુ પર શબ્દની સાથે સમાન અર્થવાળો એવો પરમ્ શબ્દ છે. તે પર્ શબ્દની સાથે આ સમાસ થયો છે. તેથી અંતવર્તિ વિભક્તિ માની પૂર્વપદની પદસંજ્ઞા થઈ { નો બનીને મો થયો છે તેથી “પરોક્ષ” શબ્દ સિધ્ધ થાય છે.
चशब्दौ द्वयोरपि तुल्यकक्षतां लक्षयतः । तेन या प्रत्यक्षस्य कैश्चिज्ज्येष्ठताऽभीष्टा, नासौ श्रेष्ठा - इति सूचितम्, द्वयोरपि प्रामाण्यं प्रति विशेषाभावात् ।
મૂળ પ્રથમ સૂત્રમાં લખેલા બન્ને જ શબ્દો પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બન્ને પ્રમાણોની તુલ્યકક્ષાને (સમાનકક્ષા છે એમ) જણાવે છે. વસ્તુનો બોધ કરાવવામાં કોઈ પ્રમાણ અધિક કે કોઈ પ્રમાણ હીન નથી. બન્ને પ્રમાણો પોતપોતાના સ્થાને સમાનશક્તિ યુક્ત છે. એટલે કે પ્રત્યક્ષ પ્રમાણ બોધ કરાવવામાં જેમ સબળ છે. તેમ પરોક્ષપ્રમાણ પણ પોતાના વિષયનો બોધ કરાવવામાં સબળ છે. માટે બન્ને સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org