________________
જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા
૨ ૨૫
અન્યજ્ઞાન
એકસન્સાનીય
ભિન્નસત્તાનીય એકજાતીય ભિન્નજાતીય
એકજાતીય
ભિન્નજાતીય
હવે ચિત્રમાંના બીજા અને ચોથા પક્ષનો દાખલો આપીએ છીએ કે એકસનતાનીય હોય કે ભિન્નસત્તાનીય હોય પરંતુ ભિન્નજાતીય એવું ઉત્તરજ્ઞાન પણ પૂર્વજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય કરાવે છે. જેમ કે રાત્રિમાં તેવા પ્રકારના રસના આસ્વાદવાળું જ્ઞાન તેવા પ્રકારના રૂપના જ્ઞાનનું સંવાદક બને જ છે. એટલે કે રાત્રિમાં અંધારામાં એક કેરી હાથમાં લીધી. તેનું રૂપ જાણ્યું. પરંતુ તે બરાબર છે કે નહી તેનો સંશય થાય કારણ કે અંધારું હોવાથી રૂપ દેખાતું નથી. તેટલામાં તે કેરી ચાખી, તેનો અતિશય મધુર રસાસ્વાદ માણ્યો, તે રસાસ્વાદનું થયેલું જે જ્ઞાન છે. તે સંવાદિજ્ઞાન છે. તેનાથી પૂર્વકાલના રૂપજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય થાય જ છે. અહીં રસનું જ્ઞાન રૂપના જ્ઞાનની પ્રમાણિતાનો નિર્ણય કરાવે છે માટે ભિન્નજાતીયનું આ દેખાત છે.
પ્રશ્ન:- જો આ પ્રમાણે વિષયાન્તરનું સજાતીય કે ભિન્નજાતીય એવું ઉત્તરજ્ઞાન પૂર્વના પ્રવર્તકજ્ઞાનની પ્રમાણિતાને જણાવનારું બનતું હોય તો (મિથ્થા = ખોટા, પાથ: = જળના, પ્રથાય: = જ્ઞાનનું) પ્રથમ ઝાંઝવાના જળમાં મિથ્યા એવું જળજ્ઞાન થયું, ત્યારબાદ પાથોડોરે, તળાવ-નદી આદિના યથાર્થ જળમાં જે જળજ્ઞાન થયું તે સજાતીય હોવાથી, અને માવી = ઘટપટાદિમાં થયેલું ઘટપટાદિનું ઉત્તરજ્ઞાન વિજાતીય હોવાથી પૂર્વના જ્ઞાનનું સંવાદક થવું જોઈએ. અમે તમને આવી આપત્તિ પહેલાં બતાવેલી છે કે જો તમે સજાતીયજ્ઞાન પૂર્વના જ્ઞાનનું સંવાદક માનશો તો ઉછળતા નદીના તરંગોવાળા પાણીમાં થયેલું ઉત્તરકાળભાવિ યથાર્થ જલજ્ઞાન પૂર્વકાલવર્તી ઝાંઝવાના જલજ્ઞાનની પ્રમાણતા જણાવનારૂં બનશે. તથા ઉત્તરકાળમાં થયેલ કુંભ અને અંભોરૂહાદિનું જ્ઞાન પૂર્વકાલવર્તી ઝાંઝવાના જળના જળજ્ઞાનની પ્રમાણતા જણાવનાર બનશે. આવી આપત્તિ આવશે.
ઉત્તર :- એમ કહેવું નહી. કારણ કે ઉત્તરકાલે થનારાં સજાતીય અને વિજાતીય એવાં સઘળાં જ્ઞાનો પૂર્વજ્ઞાનના સંવાદક બને એવું અમે કહેતા નથી.
પ્રશ્ન :- ત્યારે તમે શું કહો છો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org