________________
જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા
(૩) અર્થક્રિયાના જ્ઞાનથી પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય થાય.
આ પ્રમાણે તમે અમને ચક્રકદોષ આપેલો પરંતુ પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાના નિર્ણયથી જ પ્રવૃત્તિ થાય એવો નિયમ નથી. મને થયેલું ‘“સર્વાંગ્યું” આવું જે પ્રવર્તકજ્ઞાન છે. તે પ્રમાણ હશે કે અપ્રમાણ ? એવા પ્રકારના સંશયથી પણ પ્રવૃત્તિ થાય છે. માટે પ્રમાણતાના નિર્ણયથી જ પ્રવૃત્તિ થાય એવો નિયમ નથી માટે ચક્રકદોષ આવતો નથી. - સંશયથી પ્રવૃત્તિ, પ્રવૃત્તિથી અર્થક્રિયા અને અર્થક્રિયાથી પ્રમાણતાનો નિર્ણય, આમ પણ થઈ શકે છે. તો હવે કહો કે ક્યાં ગોળ-ગોલ, ચાલવાનો ચક્રક દોષ આવ્યો ? માટે પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય કરવો ઇત્યાદિ પ્રયોજનવાળી પ્રથમ પ્રવૃત્તિ સંશયથી પણ બને છે.
अर्थक्रियाज्ञानस्य तु स्वत एव प्रामाण्यनिश्चयः, अभ्यासदशापन्नत्वेन दृढतरस्यैवास्योत्पादात्, न च साधननिर्भासिनोऽपि तथैवायमस्त्विति वाच्यम्, तस्य तद्विलक्षणत्वात् । अन्यदपि एकसन्तानं भिन्नसंतानं चैकजातीयं च यथैकदस्त्रदर्शनं दस्त्रान्तरदर्शनस्य भिन्नजातीयं च यथा निशीथे तथाविधरसास्वादनं तथाभूतरूपस्य संवादकं भवत्येव । न च मिथ्यापाथः प्रथायाः पाथोऽन्तरे कुम्भादौ वा संवेदनं संवादकं प्रसज्यते । यतो न खलु निखिलं प्रागुक्तं संवेदनं संवादकं संगिरामहे । किं तर्हि - यत्र पूर्वोत्तरत्रज्ञानगोचरयोरव्यभिचारस्तत्रैव ।
૨૨૩
किञ्च, स्वत एव प्रामाण्यनिर्णयवर्णनसकर्णेनानेन स्वशब्द आत्मार्थः, आत्मीयार्थो वा कथ्येत ? नाद्यः पक्षः, स्वावबोधविधानेऽप्यन्धया बुद्धया स्वधर्मस्य प्रामाण्यस्य निर्णेतुमशक्तेः - द्वितीये तु प्रकट-कपट- नाटकघटनपाटवं प्राचीकटत् । प्रकारान्तरेणास्मन्मताश्रयणात् । अस्माभिरप्यात्मीयेनैव ग्राहकेण प्रामाण्यनिर्णयस्य स्वीकृतत्वात् ॥
પ્રશ્ન :- પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય વિષયાન્તર એવા અર્થક્રિયાજ્ઞાનથી થાય એમ જો તમે કહો છો તો અર્થક્રિયાજ્ઞાન એ પણ એકપ્રકારનું જ્ઞાન જ છે. પ્રમાણ જ છે. તો તેની પ્રમાણતા કોનાવડે જણાય ?
ઉત્તર :- અર્થક્રિયાજ્ઞાનની પ્રમાણતા સ્વતઃ જણાય છે, કારણ કે એ સર્પદંશાદિ અર્થક્રિયા અભ્યાસદશાપન્ન હોવાથી પ્રથમથી જ દેઢતરપણે જ ઉત્પન્ન થાય છે. ફુંફાડાફણાટોપ-સરળ થવું આવાં લક્ષણો હોય તે સર્પ હોય એ વાત બાલ્યાવસ્થાથી જ પરિચિત હોવાથી તેની પ્રમાણતા સ્વતઃ જણાય છે. માટે જ અમે પ્રમાણતા સ્વતઃ અને પરતઃ એમ ઉભયતઃ જણાય છે એમ મૂળસૂત્રમાં જ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org