________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧
રત્નાકરાવતારિકા
:
ઉત્તર ઃ- પૂર્વજ્ઞાનમાં જે વિષય જણાયો, અને ઉત્તરજ્ઞાનમાં જે વિષય જણાય, તે બન્ને જ્ઞાનોના વિષયમાં જો અવ્યભિચાર હોય એટલે કે તેનો તે જ વિષય જણાવતું હોય તો જ ઉત્તરજ્ઞાનને અમે સંવાદક કહીએ છીએ. પ્રથમ ઝાંઝવાનું જળ જાણ્યું. પછી નદીતળાવનું જળ જાણ્યું પરંતુ ત્યાં પૂર્વજ્ઞાનમાં સ્નાન-પાનાદિ નથી. ઉત્તરજ્ઞાનમાં તે છે. માટે બન્નેમાં જલવિષય એક જ જ્ઞાન હોવા છતાં એક અસત્ અને એક સત્ છે માટે વ્યભિચાર છે. તેથી ત્યાં પ્રમાણતાનો નિર્ણય થતો નથી. તેવી જ રીતે પ્રથમ ઝાંઝવાનું જળ જાણ્યા પછી કુંભ અને અંભોરૂહાદિનું જ્ઞાન કરતાં પણ વ્યભિચાર હોવાથી પ્રમાણતાનો નિર્ણય કરાવનાર બનતું નથી. જ્યાં અવ્યભિચાર હોય છે ત્યાં જ પ્રમાણતાનો નિર્ણય થાય છે.
૨૨૬
તથા વળી, પ્રમાણમાં રહેલી પ્રમાણતાનો નિર્ણય સ્વતઃ જ થાય છે, એવું વર્ણન કરવામાં સકર્ણ (સાવધાન-સજાગ) એવા આ મીમાંસકવડે શું “આત્મા” અર્થવાળો સ્વ શબ્દ કહેવાય છે કે ‘‘આત્મીય’” અર્થવાળો સ્વશબ્દ કહેવાય છે ? અહીં સ્વ એટલે આત્મા, આત્મા એટલે “જીવ” અર્થ ન કરવો, કારણ કે આ પ્રકરણ જ્ઞાનનું ચાલે છે. તેથી સ્વ એટલે જ્ઞાન પોતે, એવો અર્થ કરવો. પ્રમાણની પ્રમાણતા સ્વથી જણાય છે એટલે શું તે જ્ઞાનથી પોતાનાથી જ જણાય છે ? કે આત્મીય - પોતાનું જ્ઞાન કરાવનારા એવા ઈતરજ્ઞાનથી જણાય છે ? કહો, આ બેમાંથી કયો પક્ષ સ્વીકારશો ?
પહેલો પક્ષ તો તમે કહી શકશો નહી. કારણ કે મીમાંસકોના મતે જ્ઞાન સ્વનો પ્રકાશ કરતું નથી. જ્ઞાન ઘટ-પટાદિ પદાર્થોને જણાય છે. પરંતુ જ્ઞાન પોતે પોતાને જણાવતું નથી. જો જ્ઞાનને જાણવું હોય તો અર્થાપત્તિ પ્રમાણથી જ્ઞાન જણાવે છે. એમ મીમાંસકો માને છે. તેથી પોતાનો જ અવબોધ કરાવવામાં અંધ એવા જ્ઞાનવડે પોતાના ધર્મ સ્વરૂપ પ્રમાણતાનો નિર્ણય કરાવવો અશક્ય જ છે. જે જ્ઞાન પોતાની જાતને ન જણાવી શકે તે જ્ઞાન પોતાના ધર્મને કેવી રીતે જણાવી શકે ?
હવે જો બીજો પક્ષ કહેશો તો એટલે કે આ જ્ઞાન પોતાના પ્રકાશને કરનારા બીજાજ્ઞાનથી જણાય છે. એમ જો કહેશો તો પ્રગટ માયામય નાટકની ઘટનાની પટુતા જ પ્રગટ કરી છે. કારણ કે અમારાવડે પણ જ્ઞાનના ગ્રાહક એવા અર્થક્રિયાજ્ઞાન અથવા વિષયાન્તરજ્ઞાનવડે પ્રમાણતાનો નિર્ણય સ્વીકારાયો છે. તમે પણ પ્રકારાન્તરે અમારા જ મતનો આશ્રય કર્યો. તેથી ઘણી ચર્ચા કરી પરંતુ અંતે તો અમારા જ સ્વીકારાયેલા માર્ગમાં
જ આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org