________________
૨૨૪
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૨૧
રત્નાકરાવતારિકા
પ્રશ્ન :- સાધનને (સાધ્યને) જણાવનારા પ્રથમ થનારા પ્રવર્તકજ્ઞાનની પ્રમાણિતાનો નિર્ણય પણ તેમ જ હો? અર્થાત્ સ્વતઃ જ હો?
ઉત્તર :- એમ ન કહેવું. કારણ કે પ્રથમ થયેલ પ્રવર્તકજ્ઞાન તે અર્થક્રિયાના જ્ઞાનથી વિલક્ષણ છે. અર્થક્રિયાજ્ઞાન અભ્યાસદશાપશ છે અને પ્રવર્તકશાન અનભ્યાસદશાપ છે.
“સર્વોડ્ય'' આવા પ્રકારનું પ્રથમ થયેલું પ્રવર્તકજ્ઞાન અભ્યાસદશાવાળું ન હોવાથી મારું આ જ્ઞાન બરાબર છે કે નહી ? તેનો નિર્ણય કરવાની આવશ્યકતા ઉભી થાય છે. તેથી પોતાના જ્ઞાનની ખાત્રી કરવા માટે લાકડીથી તેને ખખડાવવામાં આવે છે. કાંકરીચાળો કરવામાં આવે છે. આવા પ્રયોગોથી તે સર્પ “ફૂંફાડા મારે, સામે આવે, ફણા કરે, દરમાં જાય, ઈત્યાદિ અર્થ ક્રિયા દેખાય, જો આવી અર્થક્રિયા જણાય તો તેનાથી પૂર્વે થયેલા “સર્વોડ્ય” એવા પોતાના જ્ઞાનને પોતે પ્રમાણતાવાળું છે એવો આ જીવ નિર્ણય કરે છે. પરંતુ પ્રવર્તકશાનની પ્રમાણતા જાણવા માટે જેવા આ ઉપાયો અપનાવવા પડ્યા, તેવા ઉપાયો “હુંફાડા, ફણા, સર્પદંશ, સરળ થવું” ઇત્યાદિથી થયેલા અક્રિયાના જ્ઞાનની પ્રમાણતા જાણવા માટે કરવા પડતા નથી. કારણ કે તે અર્થક્રિયા ઘણા જ અભ્યાસવાળી હોવાથી ફૂંફાડા આદિનું જ્ઞાન સ્વતઃ જ થઈ જાય છે. કોઈ પણ પ્રકારનો સંશય રહેતો નથી.
તથા વળી, સંવાદકજ્ઞાનના તમે જે ત્રણ પક્ષો કલ્પલા - તે જ્ઞાનનું ગ્રાહક, તે જ વિષયનું ગ્રાહક, કે વિષયાન્તરનું ગ્રાહક, એ ત્રણ પક્ષો પૈકી પાછળના બન્ને પક્ષો અમે
સ્વીકાર્યા છે. ત્યારબાદ આ ત્રણ પક્ષોમાંથી ત્રીજો જે વિષયાન્તરગ્રાહક પક્ષ છે તેના પણ તમે બે ભેદો પાડેલા હતા. તૃતીયે પુનઃ, ઈન્દ્રિય જ્ઞાનં, મદ્ વા તત્ સત્ ? (૧) અર્થક્રિયાજ્ઞાન અને (૨) વળી તે બીજુ કોઈ જ્ઞાન. આ બન્ને પક્ષોમાંથી અર્થક્રિયાશાન સંવાદક બને છે એ અમે પૂર્વે સમજાવ્યું છે. તેવી જ રીતે અન્યત્ વાળો બીજો પક્ષ પણ અમે માન્ય રાખીએ છીએ. તેના તમે ચાર ભેદો કહ્યા હતા.
આ ચાર પક્ષોમાંથી પહેલો અને ત્રીજો પક્ષ પ્રથમ સમજીએ - એકના એક સંતાનમાં હોય કે ભિન્ન ભિન્ન સંતાનમાં હોય પરંતુ એકના એક વિષયવાળું જ્ઞાન હોય તો ઉત્તરશાન પૂર્વના જ્ઞાનનું સંવાદક થાય છે. જેમ કે પ્રથમ એક દસ્ર = રાસભ જોયો અને ત્યાર બાદ પુનઃ એવોને એવો દસ્રાન્તર = બીજો રાસભ જોયો, બીજા રાસભને જોવાથી પ્રથમરાસભનું દર્શન પ્રમાણિકતાવાળુ બને છે. તેવી જ રીતે પ્રથમ એક ગાય જોઈ, ત્યારે ગાયનું યતુકિંચિતુ જ્ઞાન થયું. તેવી બીજી ગાયોને પુનઃ પુનઃ જોઈ, તેનાથી પ્રથમ ગોદર્શન યથાર્થ છે એમ નિર્ણય થાય છે. માટે એક સત્તાનીય હોય કે ભિન્નસંતાનીય હોય એટલે કે બીજો પુરૂષ આ ગાય છે એમ સમજાવે તો પણ એકજાતીય ઉત્તરજ્ઞાન પૂર્વજ્ઞાનનું સંવાદક બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org