________________
જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા
૨૨૯
આ પ્રમાણે જો કહેશો તો તમારું આ કથન અવદાત (સ્વચ્છ) નથી, નિર્દોષ નથી. કારણ કે જો આમ જ હોય તો અપ્રમાણજ્ઞાનોની અપ્રમાણતા પણ આ રીતે સ્વતઃ જ જણાશે, તેથી અપ્રમાણતાની જ્ઞપ્તિ પણ સ્વતઃ જ માનવાનો પ્રસંગ આવશે. જ્યારે તમે અપ્રમાણતાનો નિર્ણય તો પરતઃ માન્યો છે.
(જેમ સ્વતઃ નિશ્ચિત એવા યથાર્થવિશેષણવાળા અર્થપ્રાકટ્યથી અનુમાન કરાતા જ્ઞાનમાં પ્રમાણતા સ્વયં સંવેદિત થાય છે, તેની જેમ જ) સ્વતઃ નિશ્ચિત એવા વૈતથ્ય (એટલે અયથાર્થ-ખોટા) એવા વિશેષણવાળા અર્થપ્રાકટ્યથી અનુમાન કરાતું વિજ્ઞાન પણ અપ્રમાણતાથી આઝંદિત છે, અર્થાત્ અપ્રમાણતાથી યુક્ત છે. એમ જણાશે, તેથી પ્રમાણતાની જેમ જ અપ્રમાણતાનો પણ નિર્ણય સ્વતઃ કેમ નહી થાય? પ્રમાણતાનો નિર્ણય જો સ્વતઃ માનવો હોય તો અપ્રમાણતાનો નિર્ણય પણ સ્વતઃ જ માનવો પડશે. અને જો અપ્રમાણતાનો નિર્ણય પરતઃ માનવો હોય તો પ્રમાણતાનો નિર્ણય પણ પરતઃ સ્વીકારવો જોઈએ.
હવે કદાચ મીમાંસકો આ પ્રમાણે કહે કે - અપ્રમાણતાનો નિર્ણય તો બાધક થકી જ થાય છે. એટલે બાધક એવા તિમિરાદિદોષોથી જ થાય છે પરંતુ જ્ઞાનના નિર્ણાયક એવા અર્થપ્રાકટ્યથી થતો નથી, માટે સ્વતઃ કેમ કહેવાય ? અપ્રમાણતા દોષોથી જણાય છે. તેથી અપ્રમાણતા માટે તો પરતઃ જ કહેવાય.
જૈન - જો આમ કહો છો તો પ્રમાણતાનો નિર્ણય પણ સંવાદક એવા ઉત્તરકાલીન જ્ઞાનથી જ હો. અર્થાત્ પૂર્વકાલમાં પ્રવર્તેલા પ્રવર્તક જ્ઞાનની પ્રમાણતા ઉત્તરકાળમાં થનારા તે જ વિષયના, કે વિષયાન્તરના એવા સંવાદકશાનથી જણાય છે. અને સંવાદકજ્ઞાન અભ્યાસદશાપન્ન હોવાથી સ્વયં જણાય છે. એમ પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય પણ અપ્રમાણતાની જેમ જ પરતઃ થાય છે એમ સ્વીકારવામાં શું દોષ છે ? માટે તે પ્રમાણજ્ઞાનની પ્રમાણતા પણ સ્વતઃ જ થાય છે એવો એકાન્ત નિર્ણય કેમ ઘટી શકશે ? આ પ્રમાણે યથાર્થ વિશેષણવાળું અર્થપ્રાકટ્ય કહો તો પણ પરતઃ જ પ્રમાણતાનો નિર્ણય ઘટી શકે છે પરંતુ સ્વતઃ નહી.
હવે નિર્વિશેષણ એવું અર્થપ્રાકટ્ય અર્થોપત્તિનું ઉત્થાપક બને છે એમ જો કહેશો તો યથાર્થ કે અયથાર્થ એવા વિશેષણ વિનાનું અર્થપ્રાકટ્ય જો અથપત્તિને ઉત્પન્ન કરતું હોય, અને તે અર્થાપત્તિ પ્રવર્તકજ્ઞાનની પ્રમાણિતાને જણાવતી હોય તો તે અથપત્તિ અને તેનું ઉત્પાદક અર્થપ્રાકટ્ય યથાર્થ-અયથાર્થતા વિનાનું હોવાથી અપ્રમાણતાને પણ કેમ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org