________________
૨ ૨૮
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧
રત્નાકરાવતારિકા એવા વિશેષણથી વિશિષ્ટ છે કે યથાર્થત્વ એવા વિશેષણ વિનાનું નિર્વિશેષણ એવું અર્થપ્રાકટ્ય અર્થોપત્તિને ઉત્પન્ન કરે છે ?
હવે “યથાર્થત્વ” એવા વિશેષણવાળું એવું અર્થપ્રાકટ્ય જો અર્થોપત્તિને ઉત્પન્ન કરતું હોય તો આ અર્થપ્રાકટ્ય - યથાર્થ છે કે નહી ? એમ અર્થપ્રાકટ્યના તે યથાર્થત્વ વિશેષણને પહેલાં જાણવું પડશે. કારણ કે તે યથાર્થ એવું વિશેષણ જણાય તો જ તેનાથી અર્થાપત્તિ થાય, જ્ઞાનનું અસ્તિત્વ જણાય, તથા જ્ઞાનની પ્રમાણતા પણ જણાય, માટે વિશેષણને જાણવું અતિશય આવશ્યક બનશે.
હવે “યથાર્થત્વ” એવા અર્થપ્રાકટ્યના આ વિશેષણનું ગ્રહણ (૧) શું પૂર્વે થયેલા પ્રમાણથી (પ્રવર્તકજ્ઞાનથી) થાય ? (૨) કે શું અન્ય કોઈ થકી થાય, (૩) કે સ્વતઃ જ જણાય? જો પહેલો પક્ષ કહેશો તો “પરસ્પરાશ્રય” દોષ આવશે, કારણ કે “પ્રમાણજ્ઞાનથી અર્થપ્રાકટ્યના યથાર્થત્વ વિશેષણનું ગ્રહણ થાય, અને અર્થપ્રાકટ્યના યથાર્થત્વ એવા વિશેષણના ગ્રહણથી જ પ્રમાણજ્ઞાનની પ્રમાણતા જણાય” એમ એક બીજા એક બીજા ઉપર આધાર રાખતા હોવાથી કંઈ જણાશે નહી. કારણ કે જેની પ્રમાણતા નિશ્ચિત થઈ છે એવા પ્રથમ પ્રમાણથી યથાર્થત્વ એવા વિશેષણથી વિશિષ્ટ અર્થપ્રાકટ્યનું ગ્રહણ થઈ શકે, અને યથાર્થત્વ એવા વિશેષણથી વિશિષ્ટ થયું હોય તેવા જ તે અર્થપ્રાકટ્યથી પ્રથમજ્ઞાનની (પ્રવર્તકજ્ઞાનની) પ્રમાણતા જાણી શકાય. કહો આ બેમાં કોનાથી કોણ થશે ? અર્થાત્ કોઈનાવડે કોઈ જાણી શકાશે નહી.
બીજો વિકલ્પ જો લેશો તો “અનવસ્થા” દોષ આવશે, તે આ પ્રમાણે - પ્રથમ પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય કરાવનારી એવી જે અર્થોપત્તિ છે, તેને ઉત્પન્ન કરનાર એવા અર્થપ્રાકટ્યના યથાર્થત્વ એવા વિશેષણનું ગ્રહણ જો અન્ય પ્રમાણથી થાય, તો તે અન્ય પ્રમાણમાં પણ પ્રમાણતા જાણવા બીજું પ્રમાણ લાવવું પડશે, તેનામાં ત્રીજું એમ પ્રવાહધારા ચાલવાથી અનવસ્થા દોષ આવશે, કારણ કે જે અન્ય પ્રમાણ યથાર્થત્વને જણાવનારૂં લાવશો, તેની પણ પ્રમાણતા તો જાણવી જ પડશે, એટલે પરંપરા ચાલશે.
- હવે તે યથાર્થત્વ વિશેષણનું ગ્રહણ સ્વતઃ થાય છે એમ જો ત્રીજો પક્ષ કહેશો તો એટલે કે - અર્થપ્રાકટ્ય સ્વયં સંવેદિત થાય છે, અને તે અર્થપ્રાકટ્ય સ્વયં સંવેદિત હોવાથી તે પોતાનો નિર્ણય કરાવતું છતું પોતાના ધર્મસ્વરૂપ એવા યથાર્થ_વિશેષણનો પણ નિર્ણય કરાવે જ છે. એમ સ્વતઃ જ વિશેષણનો નિર્ણય થાય છે. અને તેથી = એટલે યથાર્થ એવું વિશેષણ સ્વયં જણાવાથી સ્વયં સંવેદિત થયેલા એવા તે અર્થપ્રાકટ્યથી અનુમાન કરાતા જ્ઞાનમાં પણ સ્વતઃ જ પ્રમાણતા જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org