________________
૨ ૨ ૨
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧
રત્નાકરાવતારિકા
પ્રશ્ન - તિમિરના રોગવાળાનું ઉત્તરકાળે થનારું આ સંવાદિજ્ઞાન અપ્રમાણતાવાળું છે એમ કોના થકી નિર્ણય થાય છે ?
ઉત્તર - બાજુમાં જ ઉભેલા નિર્મળચક્ષુવાળાને થનારું આ શંખ શ્વેત છે. અને આકાશમાં એક જ ચંદ્રમંડળ છે. એવું જે નિર્મળચક્ષુવાળાને જ્ઞાન થયું. તે જ્ઞાન તિમિરના રોગવાળાના જ્ઞાનનું બાધક થાય છે. માટે બાધક એવા પરથી તિમિરના રોગવાળાનું જ્ઞાન અપ્રમાણ નિર્ણત થાય છે.
પ્રશ્ન - તિમિરના રોગવાળાના જ્ઞાનને અપ્રમાણિત કહેનારૂં નિર્મળચક્ષુવાળાનું થયેલું જે બાધકશાન છે. તે પ્રમાણિત છે એમ કેવી રીતે મનાય? તે પણ અપ્રમાણિત છે એમ કેમ ન મનાય ?
ઉત્તર - નિર્મળ ચક્ષુવાળાનું બાધકજ્ઞાન સ્વતઃ સિધ્ધ પ્રમાણતાવાળું છે. કારણ કે તિમિરના રોગવાળાએ જે જોયું છે તેમાં દુનિયાના કોઈ લોકો સમ્મતિ બતાવવાના નથી. કારણ કે તે અપ્રમાણિતજ્ઞાન છે અને નિર્મળ ચક્ષુવાળાએ શ્વેતાંઘોઘં, વંદમJઉત્નમેજમેવ ઇત્યાદિ જે કંઈ જોયું છે તેમાં દુનિયાના સર્વલોકોની સંમતિ છે કારણ કે તે યથાર્થ - પ્રમાણજ્ઞાન છે. માટે નિર્મળચક્ષુવાળાનું આ જ્ઞાન તિમિરના રોગવાળાના જ્ઞાનનું બાધક બને છે. આ પ્રમાણે સ્વતઃ સિધ્ધ પ્રમાણતાવાળા અને અપ્રમાણ જ્ઞાનના બાધક એવા નિર્મળચક્ષુવાળાના યથાર્થજ્ઞાનરૂપ પરથી તિમિરના રોગવાળાનું ઉત્તરજ્ઞાન અપ્રમાણ જ છે એમ નિર્ણય થાય છે માટે તે જ્ઞાન પૂર્વ પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય કરાવી શકતું નથી. આ પ્રમાણે પ્રથમ પ્રવર્તકશાન જે થયું. તેના તે જ વિષયને જણાવનારા ઉત્તરકાલે થનારા સંવાદકજ્ઞાનથી પૂર્વજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય થાય છે એ વાત સમાપ્ત કરીને હવે વિષયાતરગ્રાતિજ્ઞાન પણ પૂર્વજ્ઞાનની પ્રમાણિતાનો નિર્ણય કરાવે છે તે વાત સમજાવે છે -
પ્રથમ આ સર્પ છે એવું પ્રવર્તકશાન થયું ત્યારબાદ નિકટ જતાં લાકડીથી છંછેડતાં સર્પે ડંખ માર્યો, દરમાં ગયો, વક્રને બદલે સરળ થયો ઇત્યાદિ સર્પની અર્થક્રિયાનું જ્ઞાન થયું. તેનાથી એટલે વિષયાન્તરરૂપ એવા આ અર્થક્રિયાના જ્ઞાનાત્મક સંવાદકજ્ઞાનથી પૂર્વના સર્પસંબંધી જ્ઞાનની પ્રમાણતા જણાય જ છે. અર્થક્રિયાજ્ઞાનથી પ્રવર્તક જ્ઞાનની પ્રમાણતા માનવાથી “ચક્રક” દોષ આવશે એવું તમે જે પૂર્વે કહ્યું હતું તે વ્યાજબી નથી. કારણ કે અહીં ચક્રફદોષનો અવકાશ જ નથી. તે આ પ્રમાણે -
(૧) પ્રવર્તકજ્ઞાનની પ્રમાણિતાના નિર્ણયથી પ્રવૃત્તિ થાય. (૨) પ્રવૃત્તિ થવાથી અર્થક્રિયાનું જ્ઞાન થાય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org