________________
જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા
૨ ૨ ૧
છે. અથવા અમુક વસ્તુ છે” એમ જણાયું. ત્યારબાદ ત્યાંને ત્યાં જ તે પુરૂષને અથવા તે પુરૂષ શંકાશીલ હોતે છતે તેની બાજુમાં ઉભેલા બીજા પુરૂષને નિરન્તર-સતત વધારેને વધારે આવતા પ્રકાશના સહકારથી ભાવિમાં ઉત્પન્ન થતું પૂર્વના જ્ઞાનનું સંવેદન કરનારૂ જ્ઞાન કે “મેં જે ઘટ જાણ્યો તે બરાબર ઘટ જ છે અથવા મેં જે અર્ધપ્રકાશમાં અમુક વસ્તુ છે એમ જાણ્યું હતું તે તેમજ છે” અથવા ઈતર પુરૂષ પૂર્વપુરૂષને જણાવે કે તે જે અર્ધપ્રકાશમાં ઘટ જાણ્યો હતો તે ખરેખર ઘટ જ છે. આ પ્રમાણે એકસંતાનીય કે ભિન્નસંતાનીય એવા ઉત્તરજ્ઞાનથી પૂર્વજ્ઞાનની પ્રમાણિતાનો નિર્ણય થાય જ છે.
પંક્તિનો અર્થ આ પ્રમાણે છે કે - અંધકારના સમૂહથી યુક્ત એવા પ્રકાશના સહકારથી ઉત્પન્ન થનારા ઘટના જ્ઞાનનું, ત્યાં જ એક જ પુરૂષમાં અથવા ઈતરપુરૂષમાં નિરતર-સતત આવતા અધિક અધિક પ્રકાશના સહકારના સામર્થ્યથી ઉત્પન્ન થતું સંવેદન (જ્ઞાન) સંવાદક બને જ છે. માટે એકસંતાનીય કે ભિન્નસંતાનીય પરંતુ તે જ વિષયનું થનારૂં સંવેદનશાન પૂર્વના જ્ઞાનની પ્રમાણતાનો અવશ્ય નિશ્ચય કરાવે છે.
પ્રશ્ન - જો આ પ્રમાણે પ્રથમ ઘટજ્ઞાન થયા પછી અધિક પ્રકાશના સહકારથી “પદોડ્ય” “પદોડ્ય" ઇત્યાદિ દઢતર થતું સંવાદિજ્ઞાન પૂર્વના જ્ઞાનની પ્રમાણિતાનો નિર્ણય કરાવતું હોય તો તૈમિરિવવિવેનેડપિ = જેને આંખમાં તિમિરનો રોગ ઉત્પન્ન થયો છે. તેને શ્વેતશંખમાં પીતશંખનું, અથવા આકાશમાં ચંદ્રયુગલનું પ્રથમ પ્રવર્તક જ્ઞાન થયું હોય અને પછી તે જ વિષય તરફ તે જ મનુષ્ય ધારી ધારીને જુએ તો તેને તે પીતશંખનું અને ચંદ્રયુગલનું ભાવિકાલે દઢતર જ્ઞાન થાય જ છે. તેથી તે ઉત્તરકાળનું સંવાદકજ્ઞાન તેના પૂર્વજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય કરાવનારૂં બનવાનો પ્રસંગ આવશે. કારણ કે જેમ અર્ધપ્રકાશમાં થયેલ ઘટજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય, ઉત્તરકાલે અધિકપ્રકાશથી થનાર ઘટવિષયક સંવેદનજ્ઞાન કરાવે છે તેવી જ રીતે તિમિરના રોગવાળાને થયેલા પ્રથમ પીતશંખ અને ચંદ્રયુગલના જ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય પણ ઉત્તરકાલે દઢતર રીતે થનારા આ જ સંવાદકશાનથી થશે.
ઉત્તર = એમ કહેવું નહી. કારણ કે તિમિરના રોગવાળાને ફરી ફરી વિષય જોતાં જે આ શંખ પીત છે અને આકાશમાં ચંદ્રયુગલ જ છે. એવું જે ઉત્તરકાલે જ્ઞાન થાય છે. જેને તમે સંવાદકજ્ઞાન કહો છો તે ઉત્તરજ્ઞાનની અપ્રમાણતાનો નિર્ણય આગળ આગળ થતો હોવાથી આ વાત ઉચિત નથી પ્રથમ પ્રવર્તક જ્ઞાનની પ્રમાણિતાને જણાવનારું આ જે ઉત્તરકાળે થનારૂં સંવાદિજ્ઞાન છે, તે અપ્રામાણ્યતાવાળું છે એમ નિર્ણય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org