________________
જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા
૨૧૯
પાણી છે એવા જ્ઞાનનો ઉદયકાળ વર્તતો હોય ત્યારે આ તળાવમાં પાણી નથી એવું બાધકજ્ઞાન સંભવી શકે નહી એ જ પ્રમાણે એક જ કાળે પ્રવર્તકજ્ઞાન અને તેનું બાધકજ્ઞાન સંભવી શકે નહી. માટે “તાત્કાલિક” વાળો પહેલો પક્ષ અમે માનતા જ નથી.
પરંતુ “કાલાન્તરભાવિ” એવો બીજો પક્ષ હોઈ શકે છે. ચર્મચક્ષુવાળા જીવોને પણ ભાવિકાળમાં થનારા બાધકના અભાવના જ્ઞાનથી પ્રમાણતાનો નિર્ણય થઈ શકે છે. અને તે પક્ષ નિરવદ્ય જ છે. ચર્મચક્ષુવાળા જીવોને ભાવિમાં થનારા બાધકાભાવજ્ઞાનનો અસંભવ જ હોય છે એવો નિયમ નથી. જેમ કે “સ ” એવા પ્રકારનું પ્રવર્તકશાન કર્યા પછી નિકટ જઈને લાકડીથી ઠમઠોરતાં (૧) ફૂંફાડા મારવા, (૨) ગોળનું સરળ થઈ જવું, (૩) સામા થવું, (૪) દરમાં ચાલ્યા જવું, અથવા (૫) ડંખ મારવો ઇત્યાદિ લક્ષણોથી ઉત્તરકાલે જે આ જ્ઞાન થાય છે તેનાથી “મેં આ સર્પ છે” એમ જે જાણ્યું છે, તેમાં કોઈ પણ બાધક નથી, એમ બાધકાભાવનું જ્ઞાન ભાવિકાલમાં નિરવદ્યપણે થાય જ છે.
આ પ્રમાણે ચર્મચક્ષુવાળા જીવોને તેનો બાધકાભાવજ્ઞાનનો) અભાવ થવો તે યોગ્ય નથી. કારણ કે જ્યાં જ્યાં જે જે જ્ઞાન (38) સંપૂર્ણ, (સમઘ=) પુરેપુરી એવી સામગ્રીથી ઉત્પન્ન થનાર હોય છે ત્યાં ત્યાં તે તે જ્ઞાનને ભાવિમાં કોઈ પણ જાતના બાધકનો અવકાશ હોતો જ નથી. અર્થાત્ બાધકાભાવ જ હોય છે. આ પ્રમાણે બાધકાભાવજ્ઞાનથી પણ (અર્થાત્ તે પણ સંવાદી જ જ્ઞાન થયું માટે તેવા સંવાદિજ્ઞાનથી પણ) તે પ્રમાણતાનો નિર્ણય થઈ શકે છે.
ચર્મચક્ષુવાળા આપણા જેવા જીવોને જો ભાવિનું જ્ઞાન જ થતું ન હોય તો કૃત્તિકા નક્ષત્રનો ઉદય દેખવાથી હવે ટુંક સમયમાં શકટ (રોહિણી) નક્ષત્રના ઉદયનું અનુમાન કેમ થાય? આજે રવિવાર હોવાથી આવતીકાલે સોમવાર થશે એવું જ્ઞાન પણ કેમ થાય? અત્યારે આસો માસ હોવાથી હવે ટુંકમાં કારતક માસ આવશે એવું પણ ભાવિનું જ્ઞાન કેમ થાય? અને થાય તો છે જ, માટે આપણને ભાવિનું જ્ઞાન ન જ થાય એવો નિયમ નથી.
यत्पुनरवादि - "संवादिवेदनं तु" इत्यादि । तत्र संवादिवेदनात् साधननि सिप्रतिभासविषयस्य, विषयान्तरस्य वा ग्राहकात् प्रामाण्यनिर्णय इति ब्रूमः । भवति हि तिमिरनिकुरम्बकरम्बिताऽऽलोकसहकारिकुम्भावभासस्य तत्रैवैकसन्तानं भिन्नसंतानं च निरन्तराऽऽलोकसहकारिसामर्थ्यसमुद्भूतं संवेदनं संवादकम् । न च तैमिरिकादिवेदनेऽपि तत्प्रसङ्गः । तत्र परतो बाधकात् स्वतः सिद्धप्रामाण्यादुत्तरस्याऽप्रामाण्य-निर्णयात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org