________________
જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા
કેવળ એકલી સ્વતઃ જ માને છે. તેથી જ તેઓએ પૂર્વે જ્ઞપ્તિ પરતઃ થાય છે એવી અમારી માન્યતાનું જે ખંડન કર્યુ છે, ત્યાં હવે અમે ઉત્તર આપીએ છીએ.
‘“નિશ્ચયસ્તુ તસ્ય પરત:'' કૃત્યાદ્રિ = આ પ્રમાણેના તમારા વડે (મીમાંસકો વડે) કહેવાયેલા વાક્યપ્રબંધમાં અમારા (જૈનાના) ખંડન માટે જે કહેવાયું કે “પ્રમાણતા”ની પ્તિ જો ૫૨થી થતી હોય તો (૧) કારણગુણજ્ઞાનથી થાય છે કે (૨) બાધકાભાવશાનથી થાય છે કે (૩) સંવાદિજ્ઞાનથી થાય છે ઇત્યાદિ જે કંઈ કહેવાયું ત્યાં “સંવાદકજ્ઞાન”થી પ્રમાણતાની જ્ઞપ્તિ થાય છે, એમ અમે ત્રીજો પક્ષ સ્વીકારીએ છીએ. એવું અમે (જૈનો) કહીએ છીએ. તથા વળી કારણગુણજ્ઞાન અને બાધકાભાવજ્ઞાનાત્મક જે પહેલો અને બીજો પક્ષ છે. તે પણ સંવાદકજ્ઞાન સ્વરૂપ જ છે. તેનાથી જુદા પક્ષો નથી એમ પણ અમે પ્રતિપાદન કરીએ છીએ. કારણ કે પ્રથમ જે પ્રવર્તક શાન થયું છે અને તેમાં જે પદાર્થ જેવો પ્રતિભાસિત થયો છે. તે પદાર્થ ખરેખર તેવો જ છે યથાર્થ જ છે. એમ પાછળ થનારા કારણગુણજ્ઞાનથી પણ જણાય છે ચક્ષુની નિર્મળતાથી પણ જણાય છે. તથા બાધકાભાવજ્ઞાનથી પણ જણાય છે. મેં જે વિષય જેમ જાણ્યો તે તેમ જ છે એમાં કોઈ બાધા નથી એવા જ્ઞાનથી પણ યથાર્થતા જણાય છે. આ પ્રમાણે પાછળથી થનારાં આ બન્ને જ્ઞાનો પૂર્વના પ્રવર્તકજ્ઞાનની સંવાદિતા (યથાર્થતા) કરનારા હોવાથી સંવાદકશાન જ કહેવાય છે. તેથી સંવાદકજ્ઞાનવાળા ત્રીજા પક્ષથી પ્રથમના બે પક્ષો કંઈ ભિન્ન નથી. માટે પ્રથમના બે પક્ષો ત્રીજામાં સમાઈ જાય છે અને ત્રીજો પક્ષ અમે સ્વીકારીએ છીએ.
=
૨૧૭
જેમ કોઈ પદાર્થ ઉપર દૃષ્ટિ પડતાં જ “આ સર્પ છે” અથવા “આ રજ્જુ છે” અથવા “આ સ્થાણુ છે” ઇત્યાદિ યથાસ્થાને યથાયોગ્ય જ્ઞાન થયું, તે પ્રવર્તકજ્ઞાન કહેવાય છે. આ પ્રમાણે પ્રથમ જ્ઞાનમાં જેવો પદાર્થ પ્રથાપથમાં (જ્ઞાનમાર્ગમાં) ઉતર્યો (દેખાયો) તે પદાર્થ ખરેખર તેવો જ છે એવો નિર્ણય પાછળ થનારા જે જ્ઞાનવડે વ્યવસ્થાપિત કરાય છે. જેમ કે “આ સર્પ છે' એમ જાણ્યા પછી નજીક જતાં લાકડી વડે ઠમઠોરતાં ફુફાડા મારે, સામો થાય, દરમાં ચાલ્યો જાય, ઇત્યાદિ લક્ષણોથી ‘“સર્વાંડ્યું' એવું પૂર્વે થયેલું પ્રવર્તકજ્ઞાન નિશ્ચિત થાય છે. માટે તે પૂર્વના જ્ઞાનને નિશ્ચિત કરનારૂં અને પાછળથી થનારૂં આ જે જ્ઞાન, તે સંવાદક જ્ઞાન કહેવાય છે. આટલું જ માત્ર લક્ષણ સંવાદકજ્ઞાનનું ધીરપુરૂષો જણાવે છે. માટે પાછળ થનારા સંવાદિજ્ઞાનથી પૂર્વના જ્ઞાનની પ્રમાણતાની જ્ઞપ્તિ થાય છે.
તથા વળી “આ રજ્જુ છે' એવું જ્યાં પ્રથમ પ્રવર્તકશાન થયું. ત્યારબાદ લાકડીવડે ઠમઠોરતાં અને નિકટ જતાં તે ન સામુ થાય, ન ફુંફાડા મારે, ન દરમાં ચાલ્યુ જાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org