________________
૨૧૬
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧
રત્નાકરાવતારિકા
જ થયેલું જોઈએ એવો આગ્રહ જ માનીએ તો આદિત્યની ગતિના અનુમાનમાં તે વ્યાપ્તિનો નિર્ણય કેવી રીતે થશે? સવારે સૂર્ય પૂર્વ દિશામાં હોય છે, અને સાંજે સૂર્ય પશ્ચિમ દિશામાં હોય છે. એમ સવાર-સાંજ વચ્ચે દિશા બદલાતી હોવાથી સૂર્ય ગતિ કરે છે એમ અનુમાન થાય છે આ જગત્મસિદ્ધ વાત છે. પરંતુ પૂર્વે તેનું ક્યાંય પ્રત્યક્ષ કરેલું તો નથી માટે આ સૂર્યની ગતિના અનુમાનની જેમ પ્રત્યક્ષપ્રમાણવડે વ્યાતિગ્રહણ ન કરી હોય તો પણ સાધ્યસાધનદાર જો નિર્દોષ હોય તો અનુમાન થાય જ છે.
વળી દષ્ટાતની બાબતમાં જેમ અહીં (તમારા દૃષ્ટાન્તમાં) જળ પૃથ્વી-પવન અને પ્રકાશ હોવા છતાં અંકુરાની ઉત્પત્તિ ઈતરકારણ એવા કોદ્રવોથી થાય છે. આ દૃષ્ટાન્તમાં જેમ સાધ્ય-સાધનના સંબંધનું (વ્યાપ્તિનું) ઉદ્ધોધ (જ્ઞાન) થાય છે. તેની જેમ જ ગુણોને સિધ્ધ કરનારા અનુમાનમાં પણ તે જ દષ્ટાન્ત, વ્યાપ્તિને સિધ્ધ કરવામાં કામ આવશે જ. માટે દોષોની જેમ ગુણો પણ ઇન્દ્રિયોમાં છે જ, અને અપ્રમાણતાની જેમ પ્રમાણતા પણ ઉત્પત્તિમાં પરતઃ જ થાય છે, સ્વતઃ થતી નથી એ સિધ્ધ થયું.
यच्चावाचि - "निश्चयस्तु तस्य परतः" इत्यादि । तत्र संवादिवेदनादिति ब्रूमः । कारणगुणज्ञान-बाधकाभावज्ञानयोरपि च संवादकज्ञानरूपत्वं प्रतिपद्यामहे । यादृशोऽर्थः पूर्वज्ञाने प्रथापथमवतीर्णस्तादृश एवासौ येन विज्ञानेन व्यवस्थाप्यते तत् संवादकमित्येतावन्मानं हि तल्लक्षणमाचचक्षिरे धीराः । यस्तु गुणग्रहणप्रवणप्रमाणपराकरणपरायणातिदेशप्रयासः, प्रयास एव केवलमयमजनि भवतः, दोषसंदोहवद् गुणगणेऽपि प्रमाणप्रवृत्तेरनिवारणात् । यत्तु बाधकभावज्ञानपक्षे विकल्पितम् "तात्कालिकस्य कालान्तरभाविनो वा" इत्यादि । तत्राद्यविकल्पपरिकल्पनाऽल्पीयसी । न खलु साधननिर्मासिसंवेदनोदयकाले क्वापि कस्यापि बाधकस्योदयः संभवी, उपयोगयौगपद्यासंभवात् । भविष्यत्कालस्य तु बाधकस्याभावज्ञानात् प्रामाण्यनिर्णयो निरवद्य एव । न च चर्मचक्षुषां तदभावो भवितुमर्हति, यदुदग्रसमग्रसामग्रीसंपाद्यसंवेदनं न तत्र भाविबाधकावकाश इत्येवं तन्निर्णयात् । यदि च भाविवस्तुसंवेदनमस्मादृशां न स्यादेव, तदा कथं कृत्तिकोदयात् शकटोदयानुमानं नास्तमियात् ?
પ્રમાણતા”ની ઉત્પત્તિ સ્વતઃ નથી પરંતુ “પરતઃ” છે. નિર્મળતા આદિ ગુણોને આશ્રયી છે. એ વાત અમે જૈનોએ ઉપર સિધ્ધ કરી. હવે તે “પ્રમાણતા”નું જ્ઞાન (જ્ઞપ્તિ) અભ્યાસદશામાં સ્વતઃ થાય છે પરંતુ અનભ્યાસ દશામાં પરતઃ પણ થાય છે. એમ જ્ઞપ્તિ ઉભયથી થાય છે. આ પ્રમાણે અમારૂં (જૈનોનું) કહેવું છે. પરંતુ મીમાંસકો આ જ્ઞપ્તિ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org