________________
૨૧૪
રત્નાકરાવતારિકા
अथ अप्रामाण्यं विज्ञानमात्रोत्पादककारणकलापातिरिक्तकारको त्पाद्यम्, विज्ञानमात्रानुवृत्तावपि व्यावर्तमानत्वात् । यदनुवृत्तावपि यद् व्यावर्तते तत्तन्मात्रोत्पादककारणकलापातिरिक्तकारकोत्पाद्यम् - यथा पाथः पृथिवीपवनातपानुवृत्तावपि व्यावर्तमानः कोद्रवाङ्करस्तदतिरिक्तकोद्रवोत्पाद्यः - इत्यनुमानाद् दोषप्रसिद्धि - रिति चेत् ? चिरं नन्दताद् भवान् । इदमेव ह्यनुमानमप्रामाण्यपदं निरस्य प्रामाण्यपदं च प्रक्षिप्य गुणसिद्धावपि विदध्यात् इति कथं न दोषवद् गुणा अपि सिद्धयेयुः, यतो नोत्पत्तौ परतः प्रामाण्यं स्यात् ? प्रतिबन्धश्च यथा दोषानुमाने तथा गुणानुमानेऽपि निर्णेयः । कथं वादित्यगत्यनुमाने तन्निर्णयः ? दृष्टान्ते तु यथात्र साध्यसाधनसम्बन्धोद्बोधोऽस्ति तथा गुणानुमानेऽपि ।
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧
મીમાંસક :- હવે મીમાંસક કદાચ આ પ્રમાણે કહે કે દોષો એ વાસ્તવિક પદાર્થ છે અને ગુણો એ વાસ્તવિક પદાર્થ નથી, માત્ર દોષોના અભાવ સ્વરૂપ જ છે. દોષો એ જ યથાર્થ પદાર્થ છે. તેની અમે અનુમાનથી સિધ્ધિ કરીશું અને તે અનુમાન આ પ્રમાણે છે
અપ્રમાણતા (પક્ષ), વિજ્ઞાનને જ માત્ર ઉત્પન્ન કરનારાં કારણોનો જે સમૂહ છે. તેનાથી અતિરિક્ત (ભિન્ન) એવા કારણોથી જન્ય છે. (સાધ્ય), કારણ કે વિજ્ઞાનમાત્રની અનુવૃત્તિ હોવા છતાં પણ તે અપ્રમાણતા વ્યાવર્તમાન થતી હોવાથી (હેતુ), જેની અનુવૃત્તિ (વિદ્યમાનતા) હોવા છતાં પણ જે વસ્તુ વ્યાવૃત્તિ પામતી હોય તો તે વસ્તુ, માત્ર તે તે ઉત્પાદક કારણોના કલાપથી જ જન્મ નથી પરંતુ તેનાથી અતિરિક્ત કારણોથી ઉત્પાદ્ય છે. આ અન્વય વ્યાપ્તિ છે. જેમ જળ-પૃથ્વી-પવન-પ્રકાશ આ ચારેની અનુવૃત્તિ હોવા છતાં પણ વ્યાવર્તમાન (ઉત્પન્ન થતો) કોદ્રવનો અંકુરો તે ઉપરોક્ત ચારે કારણોથી અતિરિક્ત એવા કોદ્રવબીજથી ઉત્પાદ્ય છે. (આ અન્વય દૃષ્ટાન્ત છે) આવા પ્રકારના અનુમાનથી ઇન્દ્રિયોમાં દોષ છે, એમ સિદ્ધ થાય છે.
ભાવાર્થ એવો છે કે જેમ જળ-પૃથ્વી-પવન અને પ્રકાશ એ ચારે સહકારીકારણોની અનુવૃત્તિ (વિદ્યમાનતા) હોવા છતાં પણ જો કોદ્રવબીજ ન હોય તો અંકુરો પ્રગટ થતો નથી પરંતુ વ્યાવર્તમાન બને છે, માટે તે અંકુરો જલ આદિ માત્ર ચાર સહકારીકારણ જન્મ જ નથી, પરંતુ તે કારણોના કલાપથી અતિરિક્ત એવા કોદ્રવ બીજથી જન્ય છે. ભલે કોદ્રવબીજ દેખાય નહી તો પણ આવા અનુમાનથી કોદ્રવબીજની સિઘ્ધિ થાય છે. તેની જેમ વિજ્ઞાનમાત્રને ઉત્પન્ન કરનારાં કારણો આત્મા-ઇન્દ્રિય-મન-પ્રકાશ આદિ હોવા છતાં પણ અને તેનાથી વિજ્ઞાનમાત્રની અનુવૃત્તિ (વિદ્યમાનતા) હોવા છતાં પણ સર્વત્ર અપ્રમાણતા થતી નથી અર્થાત્ અપ્રમાણતા ક્યાંક વ્યાવર્તમાન પણ હોય છે. માટે વિજ્ઞાનનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org