________________
જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા
૨૧૩
(કુમારિલભટ્ટ-મીમાંસક) વડે જ તેમના શાસ્ત્રમાં સ્વયં કહેવાયું છે. (આ શ્લોકમાં લખેલી બાકીની પંક્તિ તસ્ય દેતોવિં ન સમુદ્રમવ: અહીં આ અર્થમાં સંબંધવાળી નથી).
દાખલા તરીકે :- ઘટ નામના પદાર્થથી રહિત એવું પણ જે ભાવાત્મક રૂપે ભૂતલ છે, તે જ ભૂતલ ઘટના અનુપલંભવાળુ થયુ છતું તે ભૂતલને જ ઘટાભાવ કહેવાય છે. સારાંશ એ કે ઘટનો ભલે અભાવ હો પરંતુ તે ભૂતલરૂપે પણ ભાવાત્મક છે. કોઈ પણ એક વસ્તુમાં ઈતર વસ્તુનો અભાવ હોય છે. પરંતુ સર્વથા શૂન્યાત્મક અભાવ હોતો નથી. માટે ગુણોને દોષોના અભાવરૂપ માનો તો પણ ઘટાભાવવત્ ભૂતલમાં જેમ ભૂતલ ભાવાત્મક છે તેમ ગુણો પણ ભાવાત્મક સિધ્ધ થશે. હવે જો ગુણો એ વસ્તુ છે એમ સિધ્ધ થાય છે, તો તે નિર્મળતાદિ ગુણોને આશ્રયી ઉત્પન્ન થતી પ્રમાણતા પણ પરતઃ કેમ ન કહેવાય? માટે અપ્રમાણતાની જેમ પ્રમાણતા પણ ઉત્પત્તિમાં નિયમા પરથી જ થાય છે.
મીમાંસક = હવે મીમાંસક કદાચ એમ કહે કે - નિર્મળતા આદિ ગુણો ભલે વાસ્તવિક પદાર્થરૂપે હો, (દોષાભાવમાત્ર સ્વરૂપ ન હો) તથાપિ ઇન્દ્રિયોની અંદર ગુણોને રહેવા માટેના આધાર સ્વરૂપ જે ગોલકાદિ (ગોળો-કીકી-) અધિષ્ઠાન છે, તે ગોલકાદિ અધિષ્ઠાનમાં રહેલા એવા તે ગુણોને પ્રત્યક્ષપ્રમાણ સાક્ષાત્કરી શકે છે, પરંતુ ઇન્દ્રિયોમાં રહેલા ગુણોને પ્રત્યક્ષપ્રમાણ સાક્ષાત્ કરી શકતું નથી. કારણ કે તે ઇન્દ્રિયો જ પરોક્ષ છે. તેથી ઇન્દ્રિયસ્થ ગુણો પ્રત્યક્ષ કેવી રીતે થઈ શકે? સારાંશ એ છે કે ચક્ષુ એ ઇન્દ્રિય છે. અને તેમાં રહેલી કીકી જેને ગોલક કહેવાય છે. તે અધિષ્ઠાન છે. અથવા નિર્મળતાદિ ગુણો તેમાં રહેલાં હોવાથી તે કીકીને-ગોલકને અધિષ્ઠાન કહેવાય છે. તેમાં રહેલા ગુણો પ્રત્યક્ષગ્રાહ્ય છે, પરંતુ ચક્ષુરિન્દ્રિયગત ગુણો પ્રત્યક્ષગ્રાહ્ય નથી કારણ કે તેપ = તે ઇન્દ્રિયો પ્રત્યક્ષગ્રાહ્યા નથી પરંતુ પરોક્ષ છે. જેનો આધાર પરોક્ષ હોય તેના ગુણો પણ પરોક્ષ જ હોય. પ્રત્યક્ષગ્રાહ્ય ન હોય.
જૈન - આ પ્રમાણે જો કહેશો તો દોષો પણ અધિષ્ઠાન પ્રતિષ્ઠિત હોય તો જ પ્રત્યક્ષથી ગ્રાહ્ય થશે. પરંતુ ઇન્દ્રિયગત દોષો પણ પ્રત્યક્ષથી ગ્રાહ્ય થશે નહી. તેથી અપ્રમાણતા પણ પરતઃ જ ઉત્પન્ન થાય છે એ તમારી મીમાંસકોની વાત સિધ્ધ થશે નહી. સારાંશ એ છે કે જો ઇન્દ્રિયગત ગુણો પ્રત્યક્ષથી લક્ષ્ય નથી તો તે જ કારણથી દોષો પણ તે અધિષ્ઠાનગત હોય તો જ તેને તે પ્રત્યક્ષ પ્રમાણ સાક્ષાત્ કરી શકે છે, પરંતુ દોષો પણ ઇન્દ્રિયગત હોય તો નહી. આ પ્રમાણે થવાથી દોષો પણ પ્રત્યક્ષથી લક્ષ્ય કેમ બનશે? માટે જો નિર્મળતાદિ ગુણો ઇન્દ્રિયગત પ્રત્યક્ષથી ગ્રાહ્ય ન હોય તો દોષો પણ પ્રત્યક્ષથી ગ્રાહ્ય ન જ થાય અને જો દોષો પ્રત્યક્ષથી ગ્રાહ્ય હોય તો ગુણો પણ પ્રત્યક્ષથી ગ્રાહ્ય કેમ ન હોય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org