________________
૨ ૧ ૨
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧
રત્નાકરાવતારિકા
પ્રમાણ વડે જણાય ? બાહ્યનિવૃત્તિમાં ગુણો નથી, અને અભ્યત્તરનિવૃત્તિ અંદર હોવાથી તગતગુણો પ્રત્યક્ષવડે અગ્રાહ્ય છે. તથા પૂર્વે સાધ્ય-સાધનની વ્યાપ્તિ પ્રત્યક્ષથી કરેલી નથી માટે અનુમાનથી પણ અગ્રાહ્ય છે.” ઇત્યાદિ તમારાવડે ગુણોના ખંડનમાં જે કંઈ કહેવાયું તે સઘળું ય દોષપ્રસરમાં પણ (દોષવિસ્તારની બાબતમાં પણ) કહેવા માટે સમર્થ નથી થવાતું એમ નહી, અર્થાતુ તમે જેમ ગુણોનું ઇન્દ્રિય ગ્રાહ્યપણું વિગેરે માનવામાં જે ખંડન કર્યું એ જ રીતે દોષોનું ખંડન પણ સરખું જ છે. ગુણો જેમ ઇન્દ્રિયોમાં છે, તેમ દોષો પણ ઇન્દ્રિયોમાં જ છે. તેથી પ્રત્યક્ષ પ્રમાણવડે તે ચક્ષુરાદિ ઇન્દ્રિયોમાં રહેલા દોષોનો જો લોકો નિર્ણય કરી શકે છે, તો તે જ ઇન્દ્રિયોમાં રહેલા નિર્મળતા આદિ ગુણોનો નિર્ણય પણ લોકો કેમ કરી ન શકે? ચક્ષુ આદિ ઇન્દ્રિયગત દોષો જો જોઈ શકાય છે. તો ગુણો પણ પ્રત્યક્ષવડે કેમ ન જોઈ શકાય ? બન્નેનું ખંડન સરખું જ છે.
મીમાંસક = ચક્ષુ આદિ ઇન્દ્રિયોમાં દોષો જેમ વાસ્તવિક પદાર્થ છે. તેની જેમ ગુણો એ જો વાસ્તવિક પદાર્થ હોત તો તો અવશ્ય પ્રત્યક્ષવડે દોષોની જેમ દેખાત, પરંતુ ગુણો એ કોઈ પદાર્થ જ નથી, દોષ એ વાસ્તવિક પદાર્થ છે અને માત્ર દોષોનો જે અભાવ, તેને ગુણ (એવું આરોપિતપણે) કહેવાય છે. એટલે તિમિરાદિ દોષોના અભાવ માત્રને જ નિર્મળતા આદિ ગુણો કહેવાય છે. પરંતુ (દોષની જેમ) ગુણસ્વરૂપે કોઈ પદાર્થ જ નથી તેથી પ્રત્યક્ષવડે ગુણોનો નિર્ણય કેમ થઈ શકે ?
જૈન - જો એમ જ હોય તો તિમિરાદિદોષો, એ નિર્મળતાદિ ગુણોના અભાવ માત્ર રૂપ જ છે. પરંતુ દોષો કોઈ વાસ્તવિક પદાર્થ નથી, એવી વિપરીતકલ્પના પણ કેમ ન કહી શકાય ? જેમ તેજસ્ અને તમસું એ બન્ને પદાર્થો હોવા છતાં એકને પદાર્થ માનવો અને બીજાને (તમને) અભાવસ્વરૂપ માનવો એ સત્ય નથી. કારણ કે તેથી ઉલટી કલ્પના પણ કેમ ન કરી શકાય કે તમસ્ એ દ્રવ્ય હોય અને તેજસ્ એ તમસૂના અભાવાત્મક હોય? માટે આવી એક બીજાના અભાવાત્મક માનવાની કલ્પના જેમ વાસ્તવિક નથી, તેમ ગુણ-દોષ બન્નેમાં એકને પદાર્થ કલ્પવો અને બીજાને અભાવાત્મક કલ્પવો એ પણ વાત તથ્ય નથી.
અથવા માનો કે તમારા કહેવા મુજબ દોષો એ પદાર્થ છે, અને ગુણો એ દોષોના અભાવાત્મક છે એમ માની લઈએ તો પણ આ ગુણો આકાશપુષ્પ - કે વધ્યાપુત્રાદિની જેમ તુચ્છ અભાવરૂપે (સર્વથા અભાવાત્મકપણે) સંગત થતા નથી કારણ કે “બીજા પદાર્થથી રહિત એવો અર્થાતુ અન્યપદાર્થના અભાવાત્મક એવો પણ ભાવાત્મક જે પદાર્થ હોય છે, તે જ અનુપલંભવાળો થયો છતો “અભાવ” તરીકે મનાયો છે.” એમ ભટ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org