________________
જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા
૨૧ ૧
આ પ્રમાણે પ્રમાણભૂતજ્ઞાનોમાં રહેલી “પ્રમાણતા”ની ઉત્પત્તિ અને જ્ઞપ્તિ બન્ને સ્વત: જ છે. (એમ મીમાંસકોનું કહેવું છે, માનવું છે) હવે “અપ્રમાણભૂત” જ્ઞાનોમાં રહેલી છે “અપ્રમાણતા” એ તે તે ઇન્દ્રિયોમાં રહેલાં દોષોને કારણે થાય છે, એટલે આ અપ્રમાણતા ઉત્પત્તિમાં દોષોની અપેક્ષાવાળી હોવાથી પરતઃ થાય છે અને તે અપ્રમાણતાનું જ્ઞાન (જ્ઞપ્તિ) બાધકજ્ઞાનથી થાય છે. માટે તે જ્ઞપ્તિ પણ પરાપેક્ષિત હોવાથી પરતઃ થાય છે. આ પ્રમાણે પ્રમાણતા સ્વતઃ અને અપ્રમાણતા પરતઃ થાય છે. એમ મીમાંસકોનું કહેવું છે. તેઓનો પૂર્વપક્ષ અહીં પૂર્ણ થાય છે.
अत्राभिदध्महे - यत्तावद् गुणाः प्रत्यक्षेणानुमानेन वा मीयेरन्" इत्यादि न्यगादि, तदखिलं न खलु न दोषप्रसरेऽपि प्रेरयितुं पार्यते । अथाध्यक्षेणैव चक्षुरादिस्थान् दोषान् निश्चिक्यिरे लोकाः, किं न नैर्मल्यादीन् गुणानपि । अथ तिमिरादिदोषाभावमात्रमेव नैर्मल्यादि, न तु गुणरूपमिति कथमध्यक्षेण गुणनिश्चयः स्यात् ? एवं तर्हि नैर्मल्यादिगुणाभावमात्रमेव तिमिरादि, न तु दोषत्यमिति विपर्ययकल्पना किं न स्यात् ? अस्तु वा दोषाभावमात्रमेव गुणः, तथापि नायं तुच्छः कश्चित् सङ्गच्छते । __ भावान्तरविनिर्मुक्तो, भावोऽत्रानुपलम्भवत् ।
૩માવ: સંમત: તરા, દેતો: વિંડ સમુદ્રમવ: II इति स्वयं भट्टेन प्रकटनात् । तदपेक्षायामपि च कथं न परतः प्रामाण्योत्पत्तिः ? अथाऽऽसतां नैर्मल्यादयो गुणाः । तथाप्यधिष्ठानेव तान् प्रत्यक्षं साक्षात्करोति, न करणस्थान्, तेषां परोक्षत्वात् । तर्हि तत एव दोषानपि तत्स्थानेव तत् साक्षात् कुर्यात् । इति कथं दोषा अपि प्रत्यक्षलक्ष्याः स्युः ।
ઉપર મુજબ મીમાંસકોએ પોતાનો પૂર્વપક્ષ કહે છતે હવે અમે જૈનો તેનો પ્રત્યુત્તર આપીએ છીએ -
પ્રમાણભૂત જ્ઞાનોમાં રહેલી પ્રમાણતા ચક્ષુ આદિ ઇન્દ્રિયોમાં રહેલા નિર્મળતા આદિ ગુણોને આશ્રયીને જ ઉત્પન્ન થાય છે. માટે પ્રમાણતાની ઉત્પત્તિ પરતઃ જ છે. જેમ અપ્રમાણજ્ઞાનમાં રહેલી અપ્રમાણતા ચક્ષુ આદિ ઇન્દ્રિયોમાં રહેલા તિમિરાદિ દોષોને આશ્રયી થતી હોવાથી પરતઃ છે. તેમ જ પ્રમાણતા પણ નિર્મળતા આદિ ગુણોને આશ્રયી ઉત્પન્ન થતી હોવાથી પ્રમાણતાની ઉત્પત્તિ પણ પરતઃ જ છે.
આ બાબતમાં તમે (મીમાંસકોએ) અમારા ખંડન પ્રસંગે હમણાં પૂર્વે જે એમ જણાવ્યું કે “ઇન્દ્રિયોમાં રહેલા નિર્મળતા આદિ ગુણો શું પ્રત્યક્ષપ્રમાણવડે જણાય કે અનુમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org