________________
જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા
૨૦૯
પ્રમાણતાનો નિશ્ચય કેવી રીતે કરાવે ? માટે હવે પ્રથમ એ કહો કે આ અર્થક્રિયાજ્ઞાનની પ્રમાણતાનો નિશ્ચય કેવી રીતે થાય ?
(૧) અન્ય એવા અર્થક્રિયા જ્ઞાનથી થાય ? (૨) પૂર્વે થયેલા પ્રવર્તકજ્ઞાનથી થાય? (૩) સ્વથી (ચાલુ અર્થક્રિયાજ્ઞાનથી) જ પ્રમાણતા જણાય ?
જો અન્ય એવા અર્થક્રિયાજ્ઞાનથી પ્રથમ અર્થક્રિયાજ્ઞાનની પ્રમાણતા જણાય એમ કહેશો તો બીજાની પ્રમાણતા ત્રીજાથી અને ત્રીજાની પ્રમાણતા ચોથાથી જણાતાં અનવસ્થા દોષ આવશે.
જો પૂર્વે થયેલા પ્રવર્તકજ્ઞાનથી અર્થક્રિયાજ્ઞાનની પ્રમાણતા જણાય એમ જ કહેશો તો ઈતરેતરાશ્રય દોષ આવશે, કારણ કે પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતા અર્થક્રિયાના જ્ઞાનથી, અને અર્થક્રિયાના જ્ઞાનની પ્રમાણતા પ્રવર્તકજ્ઞાનથી, એમ અરસ-પરસ એકબીજા ઉપર આધાર રાખતા હોવાથી ઈતરેતરાશ્રયદોષ આવશે.
અન્ય જ્ઞાન
એકસતાનીય એકજાતીય ભિન્નજાતીય
ભિન્નસત્તાનીય એકજાતીય ભિન્નજાતીય
૨.
હવે જો સ્વતઃ પ્રમાણતાનો નિશ્ચય અર્થક્રિયાજ્ઞાનમાં માનો તો પ્રથમ થયેલા પ્રવર્તકજ્ઞાને તમારો શો અપરાધ કર્યો છે ? કે તે પ્રવર્તકજ્ઞાનની સ્વતઃ પ્રમાણતા નથી માનતા. તેની પણ પ્રમાણતાનો નિર્ણય સ્વતઃ જ હો. માટે વિષયાન્તર નામના ત્રીજાપક્ષનો “અર્થક્રિયાજ્ઞાન” વાળો પહેલો પક્ષ ઉચિત નથી. હવે વિષયાન્તર નામના ત્રીજાપક્ષમાં પૂર્વે બતાવેલા “વા તત્ = અથવા અર્થક્રિયાજ્ઞાનથી અન્ય એવું તે કોઈ જ્ઞાન પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાને જણાવે છે એવો બીજો પક્ષ કહેશો તો તે અન્યજ્ઞાન પણ (૧) એક સંતાનીય (તેની તેજ વ્યક્તિમાં થનાર), કે (૨) ભિન્નસંતાનીય (ઈતર વ્યક્તિમાં થનાર), આ બન્ને જ્ઞાનો પણ (૩) એકજાતીય (તેના તે જ વિષયવાળું) કે (૪) ભિન્નજાતીય (જુદા જુદા વિષયવાળું) ? આ ચાર પક્ષોમાંથી કહો કયા પક્ષને તમે માનશો ?
આ ચારમાંથી કોઈ પણ પક્ષ કહેશો તો તે વ્યભિચાર રૂપી અભિચાર (દોષ)થી દુઃસંચર = દુષ્કર છે. તે આ પ્રમાણે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org