________________
૨૦૬
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧
રત્નાકરાવતારિકા
પ્રમાણતા જણાય તો પ્રમાણતા જણાવાથી તે જ્ઞાન પ્રમાણજ્ઞાન (યથાર્થજ્ઞાન) થઈ જાય, અને જો યથાર્થજ્ઞાન થઈ જાય. તો સત્ય સુવર્ણજ્ઞાનજન્ય જે કાર્ય (ધનપ્રાપ્તિ આદિ) છે. તે ત્યાં થવાં જોઈએ.
હવે કાલાન્તરે થનાર બાધકાભાવજ્ઞાન એ બીજો પક્ષ કહો તો તે પણ ઉચિત નથી, કારણ કે આપણે સર્વે ચર્મચક્ષુવાળા છઘસ્થ જીવોને આવા પ્રકારનું ભાવિમાં થનારૂં જે બાધકાભાવજ્ઞાન છે તેનું જ્ઞાન સંભવતું નથી. (કેવળજ્ઞાની તો કોઈ છે જ નહી) આ પ્રમાણે બીજો પક્ષ બાધકાભાવજ્ઞાન પણ વ્યાજબી નથી.
હવે જો ત્રીજો પક્ષ કહો તો, એટલે કે આ પ્રથમ થયેલ પ્રવર્તક જ્ઞાનને યથાર્થ કહેનાર એટલે કે યથાર્થ છે એમ સમજાવનાર એવું જે બીજું જ્ઞાન થાય છે. તે સંવાદકજ્ઞાન આ પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતા જણાવે છે એમ જો કહેશો તો તે સંવાદકશાન પૂર્વે થયેલા પ્રવર્તકજ્ઞાનને સહકાર કરવા રુપે સહકારિકારણ થયું છતું તે પ્રમાણતાનું નિશ્ચાયક બને છે. કે પૂર્વના જ્ઞાનનું ગ્રાહક બન્યુ છતું તે સંવાદકજ્ઞાન પ્રમાણતાનો નિશ્ચય કરાવે છે? જો આઘભેદ કહો તો તે ઉચિત નથી, કારણ કે આ સંવાદિજ્ઞાન પૂર્વે થયેલા પ્રવર્તકજ્ઞાનથી ભિશકાશવર્તી હોવાથી તેનું તેની સાથે સહકારીપણું હોઈ શકે નહી. પ્રવર્તકશાન પૂર્વસમયમાં છે અને સંવાદિજ્ઞાન પશ્ચાત્કાલવર્તી છે. હવે જો બીજો પક્ષ કહો તો એટલે કે ઉત્તરકાલમાં થનારું આ સંવાદકશાન પૂર્વકાલમાં થયેલા પ્રવર્તકજ્ઞાનનું ગ્રાહક બન્યું છતું પ્રમાણતાને જણાવે છે, એમ જો કહેશો તો તેની સામે અમે તમને ત્રણ પ્રશ્નો પુછીએ છીએ કે -
ઉત્તરકાળે થનારું આ સંવાદિજ્ઞાન શું પૂર્વસમયવર્તી પ્રવર્તકજ્ઞાનનું જ ગ્રાહક બન્યુ છતું પ્રમાણતાનું નિશ્ચાયક થાય છે કે પ્રવર્તકજ્ઞાનના વિષયને જણાવતું છતું પ્રમાણતાનું નિશ્ચાયક થાય છે ? કે પ્રવર્તક જ્ઞાનનો જે વિષય ન હોય એવા વિષયાન્તરને જણાવતું છતું પ્રમાણતાનું નિશ્ચાયક થાય છે? - આ ત્રણ પક્ષોમાંથી જો પ્રથમપક્ષ કહો તો તે ઉચિત નથી કારણ કે પ્રવર્તકશાન પૂર્વે થયેલું છે અને તેનું ગ્રાહક એવું સંવાદિજ્ઞાન ઉત્તરકાલે થાય છે, એટલે સંવાદિજ્ઞાન ઉત્પન્ન થતાં થતાં તો પૂર્વે થયેલું પ્રવર્તકશાન તો અતિશય દૂર દૂર ચાલ્યું ગયું હોવાથી તેમાં ગ્રાહ્યત્વનો અભાવ છે. ગ્રાહ્યગ્રાહકભાવ જે બે સાથે હોય તેનો જ હોય છે જેમ કે ઘટ અને દીપક, જ્યારે ભૂમિ ઉપર ઘટ હોય ત્યારે દીપક આવે તો તે દીપક ઘટનો ગ્રાહક બની શકે, પરંતુ અહીં બન્ને જ્ઞાનો ભિન્નકાલવર્તી હોવાથી ગ્રાહ્ય-ગ્રાહકભાવ સંભવતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org