________________
જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા
૨૦૫
चैतदेकजातीयम्, भिन्नजातीयं वा ? चतुष्टयमपि चैतद् व्यभिचाराभिचारदुस्संचरम् । तथाहि - एकसन्तानं भिन्नसंतानं चैकजातीयमपि तरलतरतुङ्गतङ्गत्तरङ्गतरङ्गि-णीतोयज्ञानम्, भिन्नजातीयं च कुम्भाम्भोरुहादिज्ञानं मरुवसुन्धराचारिचतुरतरतरणिकिरणश्रेणिसङ्गिसलिलसंवेदनस्य न संवादकमिति न ज्ञप्तावपि तत् परतः । अप्रमाण्यं तूत्पत्तौ दोषापेक्षत्वात्, ज्ञप्तौ तु बाधकापेक्षत्वात् परत एवेति ॥
તથા વળી જૈમિનીઓનું કહેવું છે કે જેમ જ્ઞાનમાં રહેલા પ્રમાણતા નામના ધર્મની ઉત્પત્તિ સ્વતઃ જ થાય છે. તેવી જ રીતે તે પ્રમાણતાનું જ્ઞાન પણ (પ્રમાણતાની જ્ઞપ્તિ પણ) સ્વતઃ જ થાય છે. પરથી માનવામાં અનેક દોષો આવે છે. તે આ પ્રમાણે - જ્ઞાનમાં રહેલ તે પ્રમાણતા ધર્મનો નિશ્ચય (જ્ઞામિ-બોધ) જો પરથી થાય છે એમ માનીએ તો શું કારણગુણજ્ઞાનથી થાય છે ? કે બાધકાભાવજ્ઞાનથી થાય છે કે ? સંવાદિજ્ઞાનથી થાય છે ? આ ત્રણ પક્ષોમાંથી જો પ્રથમપક્ષ કહો તો, એટલે કે પ્રમાણભૂતજ્ઞાન ઉત્પન્ન થવામાં કારણ સ્વરૂપ જે ઇન્દ્રિયો છે, તેમાં રહેલા જે ગુણો છે. તે ગુણોના જ્ઞાનથી પ્રમાણભૂતજ્ઞાનની પ્રમાણતા જણાય છે એમ જો કહો તો ગુણોને ગ્રહણ કરવામાં (=જણાવવામાં) પ્રવીણ (=નિર્દોષ) એવું કોઈ પ્રમાણ સંભવતું જ નથી એમ હમણાં જ પરાકરણ (Fખંડન) કરેલું હોવાથી “કારણગુણજ્ઞાન” વાળા પક્ષનું ખંડન તો પૂર્વે જ થઈ ચૂક્યું છે. (અહીં પ્રાસ્થામ નો અર્થ ક્ષિHવન્તઃ = અમે ખંડન કરી ચૂક્યા છીએ એવો સમજવો. - પંડિત શ્રી જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃત ટિપ્પણકમાં જુઓ) ઇન્દ્રિયોમાં ગુણો છે એમ પ્રત્યક્ષ કે અનુમાન કોઈ પણ પ્રમાણથી સિધ્ધ થતું નથી. જે પૂર્વે કહેવાઈ ગયું છે. હવે જો ગુણો જ સિધ્ધ ન હોય તો ગુણોના જ્ઞાનથી પ્રમાણતા જણાય છે એમ કહેવું નિરર્થક જ છે.)
હવે જો “બાધકાભાવશાન” એ બીજો પક્ષ કહો તો જે વખતે આ વિવક્ષિત પ્રવર્તકશાન થતું હોય છે. તે જ વખતે કોઈ બાધક નથી એવું જ્ઞાન (અર્થાત્ બાધકાભાવનું જ્ઞાન) પ્રમાણતાને જણાવે છે કે કાલાન્તરે થનારૂં બાધકાભાવનું જ્ઞાન પ્રમાણતાનો નિશ્ચય જણાવે છે ? જો પૌરત્ય (પ્રથમ) પક્ષ કહો તો ભૂમિ ઉપર ચમકતો પિત્તલનો ટુકડો પડ્યો હોય, સુવર્ણ ન હોય પરંતુ “આ સુવર્ણ છે” એવું ભ્રમથી ખોટું જ્ઞાન થયું હોય ત્યારે તે કૂટ (=ખોટા) હાટક (=સુવર્ણ) નિષ્ઠકન (=જ્ઞાન)માં પણ તે કાળે (આ સુવર્ણ નથી પરંતુ પિત્તલ જ છે એવા પ્રકારના) બાધક જ્ઞાનનો અભાવ તો સ્પષ્ટ છે જ, માટે ત્યાં તે જ્ઞાનમાં પણ પ્રમાણતા જણાવવાનો પ્રસંગ આવશે જ. ભલે ખોટુ (અપ્રમાણ) જ્ઞાન છે. તથાપિ તે કાળે કોઈ બાધક તત્ત્વ નથી, માટે બાધકાભાવ હોવાથી સોનાના ખોટા જ્ઞાનમાં પણ પ્રમાણતા જણાવી જોઈએ, પરંતુ જણાતી નથી, માટે આ પક્ષ ઉચિત નથી. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org