________________
જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા
અને અયથાર્થતાનું જાણપણું ઉત્પન્ન કરનારા ગુણો અત્યંતર ઇન્દ્રિયોમાં વસે છે પરંતુ તે અત્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયો શરીરની અંદર હોવાથી લોકોની બાહ્યેન્દ્રિયો વડે અદૃશ્ય હોવાથી અતીન્દ્રિય છે. માટે અતીન્દ્રિય એવી અત્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયો છે અધિક૨ણ જેનું એવા ગુણો, તે બાહ્યઇન્દ્રિય જન્યપ્રત્યક્ષવડે ગ્રહણ કરવાને અયોગ્ય છે. સારાંશ કે ગુણો અત્યંતર ઇન્દ્રિયોમાં વસે છે. તે અત્યંતર ઇન્દ્રિયો અંદર હોવાથી અતીન્દ્રિય છે માટે તગતગુણો પણ અતીન્દ્રિય જ છે. તેથી ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષથી ગ્રહણ થવાને અયોગ્ય છે.
હવે અતીન્દ્રિયપ્રત્યક્ષવડે તે ગુણો ગ્રાહ્ય છે એમ જો જૈનો કહે તો તે પણ ઉચિત નથી, કારણ કે અતીન્દ્રિય પ્રત્યક્ષ (કેવળજ્ઞાન) આ સંસારમાં છે જ નહી. (મીમાંસકો કેવળજ્ઞાન-સર્વજ્ઞાન-અતીન્દ્રિય પ્રત્યક્ષ સ્વીકારતા નથી. જુઓ આ જ ગ્રંથનો પરિચ્છેદ-૨ સૂત્ર ૨૩ ની રત્નાકરાવતારિકાટીકા). જે અતીન્દ્રિયપ્રત્યક્ષ જૈનો માને છે તે કેવળજ્ઞાનનું અસ્તિત્વ મનોહર વિચારોના વિષયમાં સંચરવાના અભાવવાળું જ છે. અર્થાત્ કેવળજ્ઞાનનું અસ્તિત્વ જ નથી. (તો પછી તેનાથી ગુણો જણાય છે આ વાત તો આકાશપુષ્પની જેમ અસંભવિત જ છે).
૨૦૩
હવે જો આ ગુણો અનુમાનથી જણાય છે એમ જૈનો કહે તો અમે તેઓને પુછીએ છીએ કે ગુણોને જણાવનારૂં જે અનુમાન તમે રજુ કરશો તે અનુમાનમાં સાધ્ય-સાધનના સહચારના (વ્યાપ્તિના) નિયમનો નિર્ણય તમે કોના વડે કરશો ? જેમ પર્વતમાં વહ્નિસાધ્યને સાધનારા ધૂમહેતુના સહચાર (વ્યાપ્તિ)ના નિયમનો નિર્ણય પ્રત્યક્ષપ્રમાણથી મહાનસમાં પ્રથમ જોયેલો છે, તો જ અનુમાન કરી શકાય છે. તેની જેમ ગુણોનું જ્ઞાન જે અનુમાનથી કરશો તે અનુમાનમાં સાધ્ય-સાધનની વ્યાપ્તિ કયા જ્ઞાનવડે કરશો ?
વ્યાપ્તિનું જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણથી અમે કરીશું એમ જો કહેશો તો તે ઉચિત નથી. કારણ કે તે અનુમાનમાં તમે જે હેતુ મુકશો તે તો કદાચ ઇન્દ્રિયગોચર હશે તો પ્રત્યક્ષથી જણાશે પરંતુ સાધ્ય જે ગુણો છે, તે અતીન્દ્રિય એવી અત્યંતર ઇન્દ્રિયોરૂપી અધિકરણમાં વર્તતા હોવાથી તે ગુણોમાં તે પ્રત્યક્ષ પ્રમાણનું ખંડન હમણાં જ અમે કર્યું છે. સારાંશ કે સાધ્ય-સાધન બન્ને પ્રત્યક્ષથી ગ્રાહ્ય હોય તો જ વ્યાપ્તિ પ્રત્યક્ષથી થઈ શકે. અહીં સાધ્ય એવા ગુણો પ્રત્યક્ષ ન હોવાથી પ્રત્યક્ષપ્રમાણથી વ્યાપ્તિ થશે નહી. પ્રમાણવાર્તિકઅલંકાર નામના ગ્રન્થમાં કહ્યું છે કે “બેમાં રહેનારા સંબંધનો બોધ એકપદાર્થના રૂપને જાણવાથી થતો નથી” માટે ફક્ત હેતુ ઇન્દ્રિયગ્રાહ્ય હોવા છતાં વ્યાપ્તિ ઇન્દ્રિયગ્રાહ્ય થશે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org