________________
૨૦૨
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧
રત્નાકરાવતારિકા
अत्रैवं मीमांसका मीमांसामांसलतां दर्शयन्ति - स्वत एव सर्वथा प्रमाणानां प्रामाण्यं प्रतीतिकोटिमाटीकते । तथाहि - तदुत्पत्तिप्रगुणा गुणाः प्रत्यक्षेण अनुमानेन वा मीयेरन् । यदि प्रत्यक्षेण तत् किमैन्द्रियेण अतीन्द्रियेण वा । नैन्द्रियेण, अतीन्द्रियेन्द्रियाधिकरणत्वेन तेषां तद्ग्रहणायोग्यत्वात् । नाप्यतीन्द्रियेण, तस्य चारुविचारगोचरचरिष्णुत्वाभावात् । अनुमानेन तान् निरणेष्महीति चेत् - कुतस्तत्र नियमनिर्णयः स्यात् । न प्रत्यक्षाद्, गुणेषु तत्प्रवृत्तेः परास्तत्वात् । तथा च - "द्विष्ठसम्बन्धसंवित्तिनॆकरूयप्रवेदनात्' (प्रमाणवार्तिकालङ्कार), नाप्यनुमानात्, तत एव तनिश्चितावितरेतराश्रयस्य, तदन्तरात् पुनरनवस्थायाः प्रसक्तेः । ततो न गुणाः सन्ति केचित् । इति स्वरूपावस्थेभ्यः एव कारणेभ्यो जायमानं तत् कथमुत्पत्तौ परतः स्यात् ? । અહીં મીમાંસકદર્શનકારો પોતાની મીમાંસા (બુધ્ધિ)ની માંસલતાને (
પાંચ માવ: = માંસનતા = પુષ્ટિને - અતિરેકતાને) આ પ્રમાણે બતાવે છે કે પ્રમાણ જ્ઞાનોની પ્રમાણતા સર્વથા સ્વથી જ પ્રતીત થાય છે, એટલે કે સર્વે પણ પ્રમાણજ્ઞાનો ઉત્પત્તિમાં અને જ્ઞાતિમાં એમ બન્નેમાં સર્વથા સ્વથી જ પ્રતીતિકોટિને પામે છે, પરથી નહીં તે આ પ્રમાણે -
પ્રમાણભૂત એવા જ્ઞાનોમાં રહેલી અપ્રમાણતા કે પ્રમાણતા પર એવા (પરપદાર્થની સાથે વ્યભિચારિતારૂપ અને અવ્યભિચારિતારૂ૫) દોષ કે ગુણને આશ્રયી ઉત્પન્ન થાય છે, એમ જૈનો જે માને છે તે વ્યાજબી નથી, કારણ કે તે પ્રમાણભૂત જ્ઞાનોમાં રહેલી પ્રમાણતાની ઉત્પત્તિ કરવામાં તત્પર એવી વ્યભિચારિતા અને અભિચારિતા રૂપ દોષો કે ગુણો શું પ્રત્યક્ષવડે જણાય છે ? કે અનુમાનવડે જણાય છે? જો તે દોષો અને ગુણો પ્રત્યક્ષપ્રમાણ વડે જણાતા હોય તો પણ શું ઇન્દ્રિયજન્યપ્રત્યક્ષવડે જણાય છે કે અતીન્દ્રિયપ્રત્યક્ષવડે જણાય છે ? હવે જો ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષવડે આ દોષ-ગુણો જણાય છે એમ કહો તો તે ઉચિત નથી. કારણ કે શરીરમાં પુગલની બનેલી આ દ્રવ્યેન્દ્રિયો બે પ્રકારની છે. એક જે બહાર આકારરૂપે દેખાય છે તે, કે જેનું નામ બાહ્ય નિવૃત્તિ દ્રવ્યન્દ્રિય છે અને બીજી શરીરની અંદર છે કે જે અંગુલના અસંખ્યાતમા ભાગના આકારની છે અને વિષયને જાણે છે તે અત્યંતરનિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય કહેવાય છે. આ બન્નેમાં જે બાાનિવૃત્તિદ્રવ્યેન્દ્રિય છે તે બાહ્યઇન્દ્રિયો ભલે ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષથી દેખાય છે પરંતુ વ્યભિચારિતા અને અવ્યભિચારિતાનું જાણપણું ઉત્પન્ન કરનારા દોષ-ગુણો તેમાં રહેતા નથી કારણ કે તે ઇન્દ્રિયો અત્યંતર ઇન્દ્રિયોની રક્ષા પુરતી જ છે. તેનાથી જ્ઞાન થતું નથી અને જે અત્યંતરનિવૃત્તિ દ્રવ્યન્દ્રિયો છે તે અંદર હોવાના કારણે અતીન્દ્રિય છે અને ગુણો તેમાં વસે છે. તે અત્યંતર ઇન્દ્રિયો જ વિષયોનું જ્ઞાન કરે છે. એટલે વિષયોની યથાર્થતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org