________________
જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા
૨૦૧
જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતા એમ બન્ને પણ જ્ઞાનના કારણભૂત એવા પદાર્થમાં રહેલા ગુણ-દોષાત્મક પરની અપેક્ષાએ જ ઉત્પન્ન થાય છે. પરંતુ અભ્યાસદશામાં સ્વતઃ જણાય છે અને અનભ્યાસદશામાં સ્વતઃ જણાતી નથી પણ પરથી જણાય છે. જેમ કે દૂર દૂર પડેલા અને ચમકતા પદાર્થને જોઈને “3 રનતમ્” આવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થયું, પરંતુ સામે દેખાતો તે પર પદાર્થ જો ખરેખર રજત જ હોય તો આ જ્ઞાન પ્રમાણતાવાળું કહેવાય અને સામે દેખાતો તે જ પદાર્થ જો શુક્તિ હોય, અને આ રજત છે એવું જ્ઞાન થયું હોય તો તે જ જ્ઞાન અપ્રમાણતાવાળું કહેવાય છે. વળી દૂર દૂર ખુણામાં ગોળ વળીને પડેલા પદાર્થને જોઈને “દિર" આવું જ્ઞાન ઉત્પન્ન થયું પરંતુ તે ખુણામાં પડેલો પદાર્થ ખરે ખર સર્પ જ હોય તો જ્ઞાન પ્રમાણે પ્રમેય હોવાથી આ જ્ઞાન યથાર્થતાવાળું (પ્રમાણતાવાળું) કહેવાય છે. અને જો રજુ હોય તો જ્ઞાન પ્રમાણે પ્રમેય ન હોવાથી અયથાર્થતા (અપ્રમાણતા) વાળું કહેવાય છે. આ પ્રમાણે ઉત્પન્ન થયેલા કોઈ પણ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતા પર (એવા પ્રમેય)ને આશ્રયીને જ ઉત્પન્ન થાય છે. પરંતુ અભ્યાસદશા હોય તો પ્રમેય જોતાં જ આ રજત છે કે આ સર્પ છે તે જ્ઞાનની પ્રમાણતા સ્વતઃ જ જણાઈ જાય છે. પરંતુ તેવા પ્રકારની અભ્યાસદશા ન હોય તો “આ રજત છે” એમ જાણ્યા પછી તેને હાથમાં લઈ બરાબર ચકાસીએ, અનુભવીને બતાવીએ, વેપારી પાસે તેનાથી માલ ખરીદ કરવા જઈએ અને આ પ્રસંગોમાં કોઈ જાતની તકલીફ ન પડે તો તે સાધકજ્ઞાનથી “મેં રજત જાણ્યું” તે બરાબર હતું એમ નક્કી થાય છે. અને ઉપરોક્ત બધા પ્રસંગોમાં પાછા પડીએ, રજતનાં નાણાં ન ઉપજે તો તેવા બાધકજ્ઞાનથી “મેં રજત જાયું હતું તે બરાબર નથી એમ નક્કી થાય છે. એટલે અભ્યાસદશામાં સાધકબાધકજ્ઞાનથી પ્રમાણતા અને અપ્રમાણતા જણાય છે.
આ પ્રમાણે જ્ઞાનનું પ્રમેયની સાથે આવ્યભિચારીપણું છે કે તેનાથી ઈતરતુ = ઈતરપ્રમેયની સાથે વ્યભિચારીપણું છે, એમ બન્ને પ્રમાણતા તથા અપ્રમાણતાનો નિશ્ચય તેના સાધક-બાધક જ્ઞાનની અપેક્ષા રાખ્યા વિના જ અભ્યાસદશામાં પ્રગટ થતો હોવાથી સ્વતઃ જણાય છે એમ કહેવાય છે અને અનભ્યાસદશામાં તે સાધક-બાધક જ્ઞાનની અપેક્ષા રાખીને જ ઉત્પન્ન થતો આ નિશ્ચય પરથી જણાય છે એમ કહેવાય છે. આ પ્રમાણે ફલિતાર્થ જાણવો. કોષ્ટક પ્રમાણે ઉત્પત્તિમાં ૨/૬ અને જ્ઞપ્તિમાં અભ્યાસદશામાં ૩/૭ અને અનભ્યાસદશામાં ૪/૮ ભાંગા હોય છે. જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતાની ઉત્પત્તિ અને જ્ઞપ્તિની બાબતમાં ઉપરોક્ત વાત સંપૂર્ણ સત્ય છે. છતાં વાદીઓ તેમાં વિવાદ સર્જી છે. તે હવે સમજાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org