________________
૨૦૦
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧
રત્નાકરાવતારિકા
આ બાબતમાં જૈમિનીઓનો મત આ પ્રમાણે છે – જ્ઞાનોનો પ્રમાણતાનામનો ધર્મ ઉત્પત્તિમાં અને સ્વનિશ્ચયમાં (જ્ઞપ્તિમાં) સ્વથી જ હોય છે. વળી અપ્રમાણતા નામનો ધર્મ પરથી જ હોય છે. એટલે ઉપરોકત ચિત્રને અનુસારે ૧-૩-૬-૮ એમ ચાર ભાંગા હોય અને ૨-૪-૫-૭ આ ચાર ભાંગી ન હોય એમ જૈમિનીઓ કહે છે. તેનું નિરાકરણ (ખંડન) કરતાં આચાર્યશ્રી જણાવે છે કે -
तदुभयमुत्पत्तौ परत एव, ज्ञप्तौ तु स्वतः परतश्च ॥२१॥
સુત્રાર્થ - તે ઉભય (પ્રમાણતા અને અપ્રમાણતા) ઉત્પત્તિમાં પરથી જ હોય છે, પરંતુ જ્ઞપ્તિમાં સ્વથી અને પરથી એમ બન્નેથી હોય છે. ૨૧
अत्र ल्यब्लोपे पञ्चमी परं स्वं चापेक्ष्येत्यर्थः । ज्ञानस्य हि प्रामाण्यमप्रामाण्यं च द्वितयमपि ज्ञानकारणगतगुणदोषस्यं परमपेक्ष्योत्पद्यते । निश्चीयते त्वभ्यासदशायां स्वतः, अनभ्यासदशायां तु परत इति । तत्र ज्ञानस्याभ्यासदशायां प्रमेयाव्यभिचारी, तदितरच्चात्मीति' प्रामाण्याप्रामाण्यनिश्चयः संवादकबाधकज्ञानमनपेक्ष्य प्रादुर्भवन् स्वतो भवतीत्यभिधीयते । अनभ्यासदशायां तु तदपेक्ष्य जायमानोऽसौ परत इति ॥
આ સૂત્રમાં પરત:, સ્વત:, અને પરંત:, આ ત્રણે પદોમાં જે પંચમી વિભિક્તના અર્થમાં તલ્ પ્રત્યય આવેલો છે. તે ચમ્ (વજ્યા ના આદેશભૂત એવા ય) નો લોપ થયે છતે આવેલ છે. અહીં પાણિની વ્યાકરણમાં જેને પુ કહેવાય છે તેને જ સિદ્ધહેમમાં યમ્ કહેવાય છે. સિધ્ધહેમ વ્યાકરણ સૂત્ર ૩-૨-૧૫૪ થી વત્વ નો વપૂ આદેશ, તેને અધ્યાહાર-ગમ્ય બનાવે છતે ૧૫: વધારે સૂત્ર ૨-૨-૭૪ થી કર્મવાચી નામને પંચમી આવે છે. પાણિની વ્યાકરણમાં જેને ચમ્ કહેવાય છે તેને જ સિધ્ધહેમમાં થર્ કહેવાય છે, તેથી અહીં અપેક્ષ્ય એવું પ્રત્યયાન્ત કૃદન્ત ગમ્ય છે, તેથી “પર અને સ્વની અપેક્ષાએ” એવો અર્થ જાણવો. પંચમી વિભક્તિના અર્થમાં તદ્ધિતનો તત્ પ્રત્યય થયેલો છે. ૧. અહીં તતિરા િરૂતિ, અથવા વિતરડ્યાતિ ત, આવો પાઠ હોવો જોઈએ, કઈ કલ્પીએ
તો હું (જ્ઞાન) પ્રમેયની સાથે આવ્યભિચારી છું કે પ્રમેયની સાથે વ્યભિચારી છું. તે પ્રમાણતા અપ્રમાણતાનો નિર્ણય અભ્યાસદશામાં સ્વતઃ થાય છે, એવો અર્થ સંગત થાય છે. અથવા તે જ્ઞાન પ્રમેયની સાથે આવ્યભિચારી છે કે પ્રમેયની સાથે વ્યભિચારી છે. એવો તે પ્રમાણતા અપ્રમાણતાનો નિર્ણય અભ્યાસ દશામાં સ્વતઃ થાય છે એમ અર્થ સંગત લાગે છે. રાત્રિ રૂતિ આવો પાઠ અશુધ્ધ હોય એમ સમજાય છે. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃત વિદ્યામંદિર તરફથી પ્રકાશિત થયેલ પુસ્તકમાં પણ પૃષ્ઠ ૧૧૦ ની ફુટનોટમાં આ પાઠને બદલે પ્રતીતિ (મુપા=મુકિત-પાવાન્તર રૂપે) આપેલ છે. તત્ત્વ કેવિલગમ્ય સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org