________________
૧૯૮
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૯-૨૦
રત્નાકરાવતારિકા
પ્રમાણનું વિવેચન કરીને હવે આ પ્રમાણમાં રહેલી જે પ્રમાણતા છે. તે પ્રમાણતા સ્વરૂપ જે ધર્મ છે. તેનું નિરૂપણ ગ્રન્થકારશ્રી જણાવે છે -
ज्ञानस्य प्रमेयाऽव्यभिचारित्वं प्रामाण्यम् ॥१९॥ प्रमीयमाणार्थाऽव्यभिचरणशीलत्वं यज्ज्ञानस्य तत् प्रामाण्यमित्यर्थः ॥१९॥
तदितरत्त्वप्रामाणण्यम् ॥२०॥ तस्मात् प्रमेयाव्यभिचारित्वात्, इतरत् प्रमेयव्यभिचारित्वम् अप्रामाण्यं प्रत्येयम् । प्रमेयव्यभिचारित्वं च ज्ञानस्य स्वव्यतिरिक्ताग्राह्यापेक्षयैव लक्षणीयम्, स्वस्मिन् व्यभिचारस्यासम्भवात् । तेन सर्वं ज्ञानं स्वापेक्षया प्रमाणमेव, न प्रमाणाभासम् । बहिरापेक्षया तु किञ्चित् प्रमाणम्, किञ्चित् प्रमाणाभासम् ॥२०॥
પ્રમેયની સાથે આવ્યભિચારીપણું એ જ જ્ઞાનનું પ્રમાણપણું સમજવું ૧૯ તેનાથી ઈતરપણું (પ્રમેયની સાથે વ્યભિચારીપણું) તે અપ્રમાણપણું સમજવું ૨૦.
ટીકર્થ :- સ્વ-પરવ્યવસાયિ એવું જે જ્ઞાન છે તે પ્રમાણ કહેવાય છે. પરંતુ જ્ઞાનમાં રહેલી યથાર્થતા અને અયથાર્થતા એ પ્રમાણતા અને અપ્રમાણતા કહેવાય છે. શક્તિમાં શુક્તિનું જે જ્ઞાન થાય છે. તે પ્રમાણતાવાળું કહેવાય છે. આ જ વાત ટીકામાં આચાર્યશ્રી સ્પષ્ટ કરે છે કે - પ્રમીયમાણ એવા પદાર્થની સાથે જ્ઞાનનું જે અવ્યભિચારિસ્વભાવપણું છે. તેને જ પ્રામાણ્ય કહેવાય છે, અને તેનાથી ઇતર એટલે પ્રમેયની સાથે આવ્યભિચારિપણાથી ઈતર એવું પ્રમેયની સાથે જે વ્યભિચારિપણું છે. તે અપ્રામાણ્ય કહેવાય છે એમ જાણવું,
અહીં એક વાત સ્પષ્ટ કરવા જેવી છે કે સ્વ અને પર એમ ઉભયને જણાવનારૂં જ્ઞાન છે, તેથી જ્ઞાનનું પ્રમેય સ્વ (જ્ઞાન પોતે જ) અને પર એટલે ઘટ-પટાદિ પદાર્થ એમ ઉભય (પ્રમેય) કહેવાય છે. જેમ દીપક પ્રકાશક હોતે છતે સ્વનો અને પરનો ઉભયનો પ્રકાશક છે, તેમ જ્ઞાનમાં પણ સ્વ અને પર એમ ઉભયનું પ્રકાશપણું સમજવું. કોઈ પણ જ્ઞાનો સ્વ (પ્રમેય)ને જણાવવામાં સદા અવ્યભિચારી જ હોય છે. કારણ કે જ્ઞાન પોતે પોતાને જણાવે એમાં જણાવનાર પણ જ્ઞાન છે. અને જાણવા લાયક પણ જ્ઞાન જ છે. આમ એક જ હોવાથી કદાપિ વ્યભિચાર આવતો નથી. તેથી મૂળસૂત્રમાં “પ્રમેયની સાથે વ્યભિચારીપણું તે અપ્રમાણતા” એવું અમે જે ૨૦મા સૂત્રમાં કહ્યું છે. તે બે પ્રકારના (સ્વ-પરાત્મક) પ્રમેયમાંથી જ્ઞાનથી વ્યતિરિક્ત એવા ગ્રાહ્ય (પર)ની અપેક્ષાએ જ માત્ર સમજવું. કારણ કે પોતાનામાં પોતાની અપેક્ષાએ વ્યભિચાર સંભવી શકતો નથી. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org