________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૮
રત્નાકરાવતારિકા
यच्चोक्तं समुत्पन्नं हि "ज्ञानमेकात्मसमवेतं " इत्यादि तदपि नाऽवितथम् । इत्थमर्थज्ञानतज्ज्ञानयोरुत्पद्यमानयोः क्रमानुपलक्षणात् । आशूत्पादादत्र क्रमानुपलक्षणम्, उत्पलपत्रशतव्यतिभेदवदिति चेत् ? तदचारु, जिज्ञासाव्यवहितस्यार्थज्ञानज्ञानस्योत्पादप्रतिपादनात् । न च जिज्ञासासमुत्पाद्यत्वं संवेदनानां सङ्गच्छते । अजिज्ञासितेष्वपि योग्यदेशेषु गोचरेषु तदुत्पादप्रतीतेः । न चायोग्यदेशमर्थज्ञानम्, आत्मसमवेतस्या समुत्पादात् इति जिज्ञासामन्तरेणैवार्थज्ञाने ज्ञानोपादप्रसङ्गः । बाढमुत्पद्यतां नामेदम्, को दोष: ? इति चेत् - नन्वेवमेव तज्ज्ञानज्ञाने अपि अपरज्ञानोत्पादप्रसङ्गः - तत्राऽपि चैवमेवायम् - इत्यपरापरज्ञानोत्पादपरम्परायामेवात्मनो व्यापाराद् न विषयान्तरसंचार: स्यात् - इति न ज्ञानस्य ज्ञानान्तरज्ञेयतापि युक्तिमार्गमवगाहते ॥१८॥
૧૯૬
તથા વળી તમે જે પૂર્વે કહ્યુ કે “પદાર્થનું પ્રથમ જે જ્ઞાન થાય છે. તે જ્ઞાન તેના તે જ આત્મામાં સમયાન્તરે સમવાય સંબંધથી થનારા બીજા જ્ઞાનવડે પ્રકાશિત થાય છે” ઇત્યાદિ તમારાવડે જે કહેવાયું, તે પણ અવિતથ (સત્ય) નથી કારણ કે આ પ્રમાણે પ્રથમ અર્થજ્ઞાન થતું હોય, અને તેની પછી તે (અર્થજ્ઞાન)નું જ્ઞાન ઉત્પન્ન થતું હોય, એમ ક્રમશઃ બન્ને શાનો ઉત્પન્ન થતાં હોય એવો ક્રમ દેખાતો નથી.
-
નૈયાયિક : :- પ્રથમ અર્થજ્ઞાન થાય છે, ત્યારબાદ તે અર્થજ્ઞાન કેવું છે ? એમ જાણવાની જિજ્ઞાસા પ્રમાતાને થાય છે. પછી જ અર્થજ્ઞાનનું જ્ઞાન થાય છે. આ પ્રમાણે (૧) અર્થજ્ઞાન, (૨) અર્થજ્ઞાનના જ્ઞાનની જિજ્ઞાસા અને (૩) અર્થજ્ઞાનનું જ્ઞાન ક્રમશઃ જ થાય છે પરંતુ आशु (જલ્દી જલ્દી વેગપૂર્વક) ઉત્પન્ન થતું હોવાથી આ ત્રણમાં રહેલો ક્રમ તમને દેખાતો નથી. જેમ ઉપરા ઉપર ગોઠવેલાં સો કમલપત્રો ભાલાની અણીથી વિધતાં એક પછી એક પર્ણ વીંધાવા છતાં સાથે જ વીંધાયાં હોય એમ જણાય છે પણ તેમાં રહેલો ક્રમ જણાતો નથી છતાં તે ત્રણેમાં ક્રમ નથી એમ નહીં તેમ અહીં પણ સમજવું.
=
જૈન :- (તમારા બચાવની) તે વાત અનુચિત છે. કારણ કે પ્રથમ અર્થજ્ઞાન થયા પછી પ્રમાતાને તે અર્થજ્ઞાન કેવું છે ? એમ જાણવાની જિજ્ઞાસા થાય તો જ પછી અર્થજ્ઞાનનું જ્ઞાન થાય છે, એમ તમે ઉપર જણાવો છો, એટલે જિજ્ઞાસા છે વ્યવહિત જેમાં (વચ્ચે જેમાં) એવું અર્થજ્ઞાન અને તજ્જ્ઞાન (અર્થજ્ઞાનનું જ્ઞાન) ઉત્પન્ન થાય છે એવું તમારા વડે પ્રતિપાદન કરાતું હોવાથી આશુત્પાદ ઘટી શકતો નથી. કારણ કે જે બે વસ્તુની વચ્ચે ત્રીજી વસ્તુની વ્યવધાનતા થતી હોય તેનો આશૂત્પાદ હોઈ શકે જ નહી. માટે ક્રમ દેખાવો જ જોઈએ. પરંતુ ક્રમ દેખાતો નથી. માટે સમયાન્તરના જ્ઞાનવડે અર્થજ્ઞાન પ્રકાશિત થાય છે આ વાત ઠીક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org