________________
જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં તૈયાયિકની સાથે ચર્ચા
૧૯૫
વન્યપ્રાર્થમ્ એવું તૈયાયિકોનું જે અનુમાન છે તે પણ ઉપાધિવાળું હોવાથી વ્યાપ્યતાસિધ્ધ હેત્વાભાસવાળું છે.
પ્રશ્ન :- હે જેનો ! અતિ સૂક્ષ્મ દૃષ્ટિવાળા એવા તમારાવડે અમારા આ અનુમાનમાં કહો તો ખરા કે કઈ ઉપાધિ જોવાય છે?
ઉત્તર :- અતિશય ગાઢ જડતાવાળા હે મુર્ખ? “જડતા” લક્ષણવાળી ઉપાધિ તારા અનુમાનમાં આવે છે. આ ઉપાધિ સાધનાવ્યાપક પણ છે અને સાધ્યવ્યાપક પણ છે. તે આ પ્રમાણે - તમારા અનુમાનમાં “રૂશ્વરજ્ઞાનાન્યત્વે સતિ પ્રયત્ન' એવો જે હેતુ (સાધન) છે, તેની સાથે નડત્વ એ ઉપાધિ અવ્યાપક છે. અર્થાત્ આ હેતુ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં સર્વત્ર નડત્વ હોય જ એવો નિયમ નથી - ઈશ્વરીય જ્ઞાનથી અન્ય એવાં પ્રમેય જે જડિમતાના આધારભૂત (ઘટ-પટ વિગેરે) પાત્રાદિ છે, તે જ પદાર્થો સ્વ સિવાય અન્યવડે પ્રકાશિત થાય છે. કારણ કે પોતાના પ્રકાશમાં બીજાનું મુખ દેખવું (બીજાની અપેક્ષા રાખવી) એ જ જડતાનું લક્ષણ છે અને જ્ઞાન કદાપિ જડસ્વરૂપ છે જ નહી. આ પ્રમાણે જડતા નામની ઉપાધિ સાધનની સાથે અવ્યપાક સિધ્ધ થઈ. સારાંશ એ છે કે ઈશ્વરીય શાનથી અન્ય હોતે છતે પ્રમેયપણું ઘટપટાદિ પાત્રોમાં પણ છે અને અમ્મદીયાદિજ્ઞાનમાં પણ છે. કારણ કે જેમ ઘટપટાદિ પાત્રો ઈશ્વરીયજ્ઞાનથી અન્ય પણ છે અને પ્રમેય પણ છે, તેવી જ રીતે અસ્મદીય-યુષ્મદીયજ્ઞાન પણ ઈશ્વરીયજ્ઞાનથી અન્ય પણ છે અને પ્રમેય પણ છે. એટલે હેતુ (સાધન) બન્નેમાં વર્તે છે. છતાં જડતારૂપ ઉપાધિ ફક્ત ઘટપટાદિ પાત્રોમાં જ વર્તે છે. અસ્મદીય અને યુધ્ધદીયજ્ઞાનમાં એ ઉપાધિ વર્તતી નથી, કારણ કે જ્ઞાન સદા ચૈતન્યસ્વરૂપ છે જડસ્વરૂપ નથી.માટે આ ઉપાધિ સાધનની સાથે રહેવાવાળી પણ છે અને નહી રહેવાવાળી પણ છે, તેથી સાધના વ્યાપક છે એમ સિદ્ધ થાય છે. આ - તથા આ ઉપાધિ સાધ્યની સાથે સમવ્યાપક પણ છે એ વાત અત્યંત સ્પષ્ટ જ છે. જે જે પદાર્થો સ્વથી અન્યવડે પ્રકાશ્ય હોય છે. તે પદાર્થો નિયમાં જડ જ હોય છે. આ વાત પ્રસિધ્ધ જ છે કારણ કે જડને ત્યજીને સ્વપ્રકાશાભાવ ક્યાંય દેખાતો નથી અને તે સ્વપ્રકાશાભાવને છોડીને જડતા ક્યાંય પણ દેખાતી નથી. તેથી જ્યાં જ્યાં સાધ્ય (સ્વા પ્રકાશ્યત્વ) હોય છે ત્યાં ત્યાં જાડયપણું હોય જ છે એથી સાધ્યવ્યાપકતા સિધ્ધ થઈ.આ પ્રમાણે શાકાદિઆહારપરિણામ જેમ ઉપાધિ કહેવાય તેમ આ જડતા પણ સાધ્યવ્યાપક અને સાધનાવ્યાપક હોવાથી ઉપાધિ બને છે. અને ઉપાધિવાળો હેતુ થવાથી તમારો હેતુ વ્યાપ્યત્વાસિધ્ધ થયો છતો સાધ્ય માટે સાધવા અસમર્થ (અપ્રયોજક) બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org